ડુંગળી ભાવ વધયતે છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કડવો અમદાવાદી - કડવો અમદાવાદી
આના લેખક છે કડવો અમદાવાદી   
રવિવાર, 18 ઓગસ્ટ 2013 01:24
Share

અત્યારે ભારત માં જોર શોર થી ડુંગળી ના ભાવ નો વધારો  ચર્ચાય છે। લેખકો, કવિઓ ડુંગળી પર ગઝલ તથા લેખો લખી રહ્યા છે એમાં હું પણ આવી ગયો। ગરીબો ની કહેવાતી કસ્તુરી ડુંગળી ના ભાવ આજે દસ રૂપિયાથી વધી ને સો રૂપિયા થઇ ચુક્યા છે હવે મજુર વર્ગ, શ્રમજીવી વર્ગ બપોર ના સમયે રોટલો ડુંગળી ને મરચું ખાય તો કેવી રીતે ખાય।।!! વળી આમાં સંગ્રહખોરો તેમનો મન ફાવે તેવો ભાવ વધારા નો ફાયદો લઇ પ્રજા ને મોંઘા ભાવે ડુંગળી આપે છે।।!!

આમ તો ડુંગળી પર ભાવ વધારો થવાની સાથે સરકાર હવે દર વર્ષે "ડુંગળી ડે - ઓનિયન ડે "ઉજ્જ્વવાનું નક્કી કર્યું  વળી આ દિવસે પ્રજા ના રાહત ભાવે પાંચ પાંચ કિલો ડુંગળી રેશનીંગ ની દુકાને થી મળી રહેશે। બાળકો ને શાળા માં "ઓનિયન ડે " નિમિતે ડુંગળી ની બનાવટ ની ચીઝ વસ્તુઓ લાવવા પ્રતિબંધ ફરમાવતી સરકાર અને તેના બદલે બાળકો ને "ઓનિયન ફ્લેવર " ચોકોલેટ  આપવા માં આવશે। ડુંગળી ના ભાવ વધારા નો વિરોધ કરવા પ્રજા હવે "ડુંગળી આકાર ના બનાવેલા વસ્ત્રો "પહેરી પોતાનો વિરોધ જાહેર કરશે અને નવા બનનારા રોડ રસ્તા પૂલ ને "વીર ડુંગળી દેવી માર્ગ " તરીકે જાહેર કરવા માં આવશે। દેશ ના નાગરીકો ને કસ્તુરી સમાન ડુંગળી હવે હોટેલ માં પંજાબી જમણ સાથે નહિ મળી રહે તથા જોઈ તી હશે તો તેનો વધારો નો ચાર્જ ચૂકવવાનો પડશે જયારે સામાન્ય ભોજનાલય તથા નાનકડી લારી માં છોલે ભટુરે વાળા "ટેસ્ટ " માટે ડુંગળી પ્રેમ થી લીંબુ નો રસ નીચોવી મીઠું નાખી પીરસશે।।!!

પ્રજા હવે પોતે નવા લીધેલા ઘર નું નામ "શ્રી ડુંગળી નિવાસ " તરીકે રાખશે તથા શાળા સંકુલો માં એક વર્ગ "ડુંગળી વર્ગ " તરીકે નામ આપવાનું રહેશે   જેમાં ભીંત પર ડુંગળી ના ચિત્રો  લગાવવાના રહેશે અને બાળકો ને ફરજીયાત ડુંગળી વિષે
નિબંધ લખવાનો રહેશે।

ડુંગળી ના ભાવ વધારા સામે સુપર માર્કેટ માં "ડુંગળી નો સ્ટોક ક્લીયરન્સ સેલ " રાખવા માં આવશે જેમાં પ્રજા ને નહિ નફા નહિ નુકશાન ના ધોરણે ડિસ્કાઊંટ આપવામાં આવશે। કોઈના જન્મદિન નિમિતે તથા એનીવર્સરી નિમિતે ભેટ માં પાંચ પાંચ કિલ્લો ડુંગળી આપવામાં આવશે તથા અન્નક્ષેત્રો માં લોકો "ડુંગળી દાન "ની બોલી લગાવતા જોવા મળશે।

જેમ મકાન પર લોન, વાહન પર લોન , શિક્ષણ પર  લોન, સોના પર લોન મળે છે એવી રીતે હવે "ડુંગળી પર લોંન " બેંકો બહાર પાડશે હવે હરિયાળી ક્રાંતિ ની જેમ "ડુંગળી ક્રાંતિ" થશે જેમાં દરેક ખેડું મિત્ર એ પોતાના ખેતર ના વિસ્તાર ના દસ ટકા વિસ્તાર માં ડુંગળી નું વાવેતર કરવાનું રહેશે।

બજાર માં હવ મેંગો જ્યુસ , પાઈનેપલ જ્યુસ ની જેમ" ડુંગળી જ્યુસ "નું પણ વેચાણ ચાલુ થશે। સ્પેન ના ટોમાટીનો ફેસ્ટીવલ ની જેમ "ઓનિયન ફેસ્ટીવલ "ભારત માં ઉજવાશે।

ડુંગળી પોતાના ભાવ વધારા નો રોષ ઠાલવવા ડુંગળી સરકાર ને પોતે આવેદન પત્ર લખશે અને જો તેનો પ્રત્યુતાર નહિ આવે તો પોતે અંહીસા ના માર્ગ પર ચાલશે તથા સંગ્રહખોરો ના ગોદામો માં ગુલામ થયેલી ડુંગળી ઓ ને મુક્ત કરવા તથા ભાવ વધારો ઓછો કરવા  વિનંતી કરશે।

પતિ પત્ની ના ઝગડા માં હવે પત્ની પતિ પર ડુંગળી ફેંકી ને વાર કરશે તથા હવે ડુંગળી ના પણ ફિલ્મ ની જેમ બ્લેક માં ભાવ બોલશે ને ડાયરેક્ટર હવે ડુંગળી પર ફિલ્મ બનાવશે દા।ત  "ઓનિયન એક્સપ્રેસ ".

આમ હવે પહેલા ડુંગળી લોકો ને રડાવતી હતી હવે એનો ભાવ વધારો લોકો ને રડાવે છે . જેમ ઈશ્વર ની મરજી વિના પાંદડું નથી હલતું એમ હવે સરકાર માં બેઠલા નેતા ઓની મંજુરી સીવાય ડુંગળી ના ભાવ નથી ઘટવાના।।!!
હવે આ ભાવ વધારો ઘટે અને ડુંગળી ફરી પાછી પોતાના જુના ભાવે ફરે તેવી આપ સૌને ડુંગળીમય શુભકામના ..!!


 

 

Share