|
હળાહળ -
હળાહળ
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
શનીવાર, 07 જુલાઈ 2007 00:00 |
લગભગ સવારના નવ વાગ્યા હશે. શનીવાર હતો અને એ મજાનો દિવસ હતો, અઠવાડીયના સતત વરસાદ પછી આજે સરસ મજાનો ઉઘાડ નીકળીને આવ્યો હતો. પણ જેના પડોશી કનુભાઇ અને જયસુખ હોય અને જેમને લોકલાગણી જેવી ગ્રંથી શરીરના કોઇ પણ ભાગમા ફૂટીના હોય તેવા માનસીક રીતે મજબૂર લોકો નો આ ફલેટ અટલે આટલા સરસ દિવસે પણ જયસુખ છાપુ વાંચવાને બહાને કનુભાઇના ઘરમાં પ્રવેશ કરી ગયો.
લકી ગણો કે અનલકી અને એ કોને ગણવા એ તમારે નકિક કરવાનું પણ કનુભાઇના આગળના રુમમાં કનુભાઇની જગ્યાએ કનુભાઇનો નફફટ છાપું વાંચતો હતો. જયસુખ ને જોઇને નફફટે એક અલગ પ્રકારનો ગળામાંથી અવાજ કાઢયો....અઅઅમમમમ.. સવાર સવારના........
તે આઇયેજને એક ના એક પડોશી છીએ. બોલો. આજ કાલના છોકરા આવાજ કરે છે. અને કનુભાઇ કયાં છે...એમની જગ્યા પર તું કેમનો બેસી ગયો.??
જુવો જયસુખ કાકા, આ મારા બાપનું ઘર છે અને મારે જયાં બેસવું હોય ત્યાં હું બેસીસ. હુ આર યુ?
|
|
હળાહળ -
હળાહળ
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2006 00:00 |
ફલેટના ચેરમેન ઉપર દબાણ લાવીને હિસાબ માંગી લીધા પછી જયસુખ એની રાબેતા મુજબની લાઇફ સ્ટાઇલમા સેટ થઇગયો હતો. થોડો ઘણો ફેમશ પણ થઇ ગયો હતો. કેટલીક મહીલાઓ કે જેમને કોઇ કામકાજ નહતુ અને ટાઇમપાસ માટે લોકો ના ચોકઠા ગોઠવવાનો સાઇડ બીઝનેસ કરતા હોય તેવા બૈરા માણસો ના લીસ્ટમા જયસુખ પ્રથમ નંબરે હતો.
નફફટના મમ્મી એટલેકે કનુભાઇના ઘરવાળા રાબેતા મુજબ પોતાનુ કામ પરવારીને બાલ્કનીમા બહાર આવ્યા. ત્યાં તેમની સામે ના ઉપલા માળવાળા મંજુબેન પણ બહાર ઉભા ઉભા કે કાગડા વાસીખા ને મારા સસરાને પહોંચતુ કર કરતા ઉભા હતા.
કેમ છો મંજુ બહેન?
મજામા?
શુ કરો છો?
કાગડાને દુધમા બોળેલી પુરુ નાખુ છુ.
|
હળાહળ -
હળાહળ
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
રવિવાર, 18 જુન 2006 22:20 |
આજનો જો દિવસ ગણીયે તો લગભગ પાંચ દિવસથી જયસુખ કનુભાઇના ઘરે આવ્યો નહતો. કનુભાઇ ને એ આખી વાત જરા વિચિત્ર અને અકુદરતી લાગી. કેમકે જયસુખ એક એવુ પ્રાણી હતું કે જે પોતાના સુખ અને દુખ બંન્ને વહેંચીને જીવતું હતું. આમતો એનું અસ્તિત્વ એક સામાન્ય જંતુ જેવું , એટલેકે મારા જેવું હતું. ફરક માત્ર એટલોજ હતો કે મારી સાથે મારા બાળ અને માદા જંતુ છે જયારે એ મુકત જીવ છે. મારા મનના સમાધાન અને કંઇક અંશે જયસુખની ચિંતાને કારણે હું નીચે જયસુખને એના ઘરે મળવા ગયો.
|
હળાહળ -
હળાહળ
|
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”
|
સોમવાર, 21 નવેમ્બર 2005 21:43 |
શું આફત આવી છે, કોઇ ને કહેવાય નહી ને મારાથી સહેવાય નહી.
મોટો નિસાસો નાખી ને જયસુખ કનુભાઇ એ લાવેલા નવા નકકોર સોફા પર, અંતરીક્ષ માં રખડતા લોખંડના ઢેફાની માફક પડયો. તે એવો પડયો કે નવા નકકોર સોફાની સ્પ્રીંગો ની ચિસો છેક રસોડામા કામ કરતા નફફટના મમ્મી સુધી પહોંચી ગઇ....અને રસોડામાથી અવાજ આવ્યો...
નફફટ નવા સોફા પર ધીમેથી બેસ......
ઓ......આ....ના...ના... ભાભી એતો હું છું .............જયસુખ...અને બીજી પળે જયસુખ છાપુ વાંચવા માં ખોવાઇ ગયો.
અરે ભગવાન તમે જયસુખ ભાઇ જરા તો સમજો?
વાત નો દોર સંભાળતા કનુભાઇ અંદરના રુમમાંથી બહાર આવી ને જયસુખ ને કિધુ , તારા ભાભી તને કંઇ કહે છે, તેં સાંભળયું??
હેં કનુભાઇ શું??
કંઇ નહીં.
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 પાસેનું > અંત >>
|
પ્રુષ્ઠ 3 કુલ- 3 |