વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 158 guests and no members online

મદદ

 


 રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

હલો....હલો....

હા હલો...બોલો...કોણ બોલે છે?

હલો સ્વગૅ?

હા સ્વગૅ! તમને કોનું કામ છે?

હલો જયસુખ બોલુ છુ, બકુલનભાઈને આપોને.

જયસુખભાઈ બકુલ જ બોલુ, બોલો કેમ ફોન કરવો પડ્યો?

હા બકુલભાઈ , નહેરુચાચા અને રાજીવ ગાંધી સાથે વાત કરવી છે?

જયસુખભાઈ તમે તો કોંગ્રેસ ના માણસ લાગો છો!?


ના યાર હું કોઈનો માણસ નથી, હજી કુંવારો છું. મારે તો જરા વિકાસ, કોમપ્યુટર, હેકીંગ અને ચુંટણીની વાતો કરવી છે.

જયસુખભાઈ તમારા વિચારો સાર છે, આટલા બધા સારા સારા વિજ્ઞાનનાં શબ્દો બોલો છો તો તમારે કોંગ્રેસના નેતાઓની શું કામ જરુર પડી? કોઈ ભાજપના નેતાને ફોન આપું?

ના ના , બકુલભાઈ, ભાજપ તો યુવાન લોકોનો પક્ષ છે, ભાજપવાળા ત્યાં હજી નથી આવ્યા. મારે તો  બસ એટલું પુછવાનું કે આ વખતની ચુંટણીમાં ઉપરથી શું દેખાતું હતું?

અરે જયસુખભાઈ , તમે શું માનો છો? નહેરુચાચા અને રાજીવ ગાંધી નવરા છે તે મુનસીપાલીટીની ચુંટણીનું ધ્યાન રાખે? યાર આ લોકો વિશ્વ કક્ષાનાં માણસો છે. કોંગ્રેસના બાકીના લોકો ક્યાં ગયા છે?

અરે બકુલભાઈ, ગુજરાતની કોંગ્રેસમાં જુના વિરોધ પક્ષવાળાલોકો એટલા બધા પેસી ગયા છે કે અસલના જમાનાનાં કોંગ્રેસવાળા લોકો  બીચારા ભાજપમાં જોડાઈ ગયા છે.

હા, જયસુખ, હવે તો ભાજપ પણ હિંદુ અને મુસલમાન જેવા ભેદભાવ રાખતા નથી , મને આ પ્રકારના સમાચાર મળ્યા હતા. પણ યાર દિલ્હી વાળા કોઈ ગુજરાતમાં કેમ નથી આવતા?

અરે બકુલભાઈ, દિલ્હી વાળા લોકો બધા બિહારમાં છે?

અરે હા....જયસુખ બિહારમાં પણ ચુંટણી ચાલે છે ...હા...

અરે બકુલભાઈ તમને ખબર છે , આપણા ગુજ્જુનેતાથી બિહરીબાબુ એટલા ગભરાઈ ગયા છે કે નરેન્દ્ર્ભાઈ પર બિહાર જવા પર ભાજપે પ્રતિબંધ લગાવી દીધો છે.

હા. મને લાગે છે કે કદાચ એટલેજ કોંગ્રેસવાળા લોકો ગુજરાતને બદલે બિહાર જવાનું વધારે પસંદ કયું.

ના ના, બકુલભાઈ, બિહાર તો એ લોકો વેકેશન માટે જવાના છે.

કેમ જયસુખભાઈ , વેકેશન ઈન બિહાર?

અરે બકુલભાઈ , બિહર એતો ચાણક્યની ભુમિ, ત્યાંની હવામાં રાજનીતી કેટરીનાની જેમ મદમસ્ત થઈને વહે છે, લોકો ભાઈ બિહાર ફરવા જાય ને.

અરે યાર પણ અમિતાભ બચ્ચન પોતે ખુદ ગુજરાતનું ગૌરવ વધારે છે ત્યારે કોંગ્રેસવાળા બિહાર જાય છે?

બકુલભાઈ જાય
ને ? કોંગ્રેસને બચ્ચન ના ગમે, બચ્ચન ને યુપી, બિહાર ના ગમે, રહે છે મહારષ્ટ્રમાં પણ બાલા સાહેબ બગડે તો??? એટલે ભલી ભોળી ગુજરાત સારી.

પણ જયસુખભાઈ ગુજરાતના કલાકરો નું શું?

અરે યાર એ લોકો બધા બોઁમ્બેમાં રહે છે, બોલો ગુજરાતમાં કોણ કામ કરે. આઉટડોર શુટીંગ કરવા જાય તો ખખડેલી એસટી બસ પાછળ થી જતી દેખાય.

અરે જયસુખભાઈ એ તો ચાલે યાર....

બસ બકુલભાઈ , આજ નડે છે, ચાલશે, ફાવશે,ભાવશે, ઈનફ....ગુજરાત નહીં ચલાવીલે?

અરે અરે જયસુખભાઈ , શું નહીં ચલાવીલે??

આજ
બકુલનભાઈ.. આજ......નહીં ચલાવી લે....ચલો મારે જવું છે....બાય.

ઓકે જયસુખભાઈ બાય.Comments  

k
0 # k 2010-10-27 19:25
good..calling bakul tripathi..
Zazi.com © 2009 . All right reserved