જયસુખનો ટાઇમીંગ પણ ફોન કોનો છે? ભાગ એક છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 28 માર્ચ 2010 22:45
Share

સવાર ના લગભગ આઠ વાગ્યા હશે. રાબેતા મુજબ જયસુખ રવિવારના એના નિયમ મુજબ કનુભાઇના આગળના રુમમાં પૂતીૅ વાંચવા બેસી ગયો હતો. કનુભાઇ હજુ બાથરુમમાં હતા, એમના પત્ની રસોડમાં મગની દાળ ચઢાવતા હતા તો કનુભાઇનો એકનો એક નફફટ હજુ પાછલા રુમની લોબીમાં સૂતો હતો.

જયસુખ હજી બીજા પાના પર હતો ત્યારે કનુભાઇના ફોનની ઘંટડી રણકી ઉઠી....કોઇ માણસને એક જોરદાર મુકકો બરડામાં ઠોકી દઇએ ને પછી કળ વળે ત્યાં સુધી એ આપણને ઘુરકયા કરે એ રીતે જયસુખ કનુભાઇના ફોન સામે જોઇ રહયો હતો....સુતેલા નફફટે....નાહતા કનુભાઇ એ....અને દાળ વઢાવતા કનુભાઇના પત્નીએ ફોનની રીંગ સાંભળી.....ત્રણે જણ્યા બોલ્યા ક રીંગ વાગે છે.....કનુભાઇ ફોન ઉપાડે તો સારુ....

સાત રીંગ વાગ્યા પછી ફોન બંધ થઇ ગયો.

કનુભાઇના પત્ની નો અવાજ રસોડામાંથી અવ્યો....કનુભાઇ પાછો ફોન આવે તો...જરા...ઉપાડીને હલ્લો કરજો......

એ સારુ ભાભી કહીને જયસુખે વિવેક કયોૅ.

લગભગ અડધો કલાક પછી કનુભાઇ સ્વચ્છ થઇને આગળના રુમમાં પ્રવેશ કયોૅ...જયસુખ યાર ફોન મીસ થઇ ગયો...પાછો અવ્યોતો???

કનુભાઇ યાર બીજી વાર ઘંટડી સંભાળાઇ હતી??

ના હયસુખ, પણ આ મારું ઘર છે એટલે મારો એ પુછવાનો હકક છે.

બોલો હકક વાળા ના જોયા હોય તો. અડધો કલાક બાથરુમમાં ઘુસી રહેવાને બદલે ફોન સામે બેસતા હોવ તો???

જયસુખ, આ મારું ઘર છે અને તું બાજુવાળો છે.

બોલો...તમને કંઇ થશે તો પહેલા હું તમને કામ લાગીશ.

બોલો ....મને શું કામ કંઇ થાય..? તારા મગજમાં મારા માટે કોઇ સારા વિચારો આવતાજ નથી. ચલ હવે તું હવે મને છાપું આપ અને તારા ઘર ભેગો થા.

અરે યાર ભાભી એ ચા મુકી છે.

રોજ મુકે છે....તને આમંત્રણ આપ્યું છે....???!!

ત્યાંજ રસોડામાંથી અવાજ આવ્યો....જયસુખભાઇ ચા પીને જજો.....

જોયુ કનુભાઇ આને કહેવાય ટાઇમીંગ....

ત્યાં કનુભાઇના વાઇફ ચા લઇને આગળના રુમમાં આવ્યા....અને કનુભાઇ બોલ્યા....યાર તેં આ જયસુખને બહુ ચગાવી દિધો છે...આપણાં ઘરમાં આપણી ઉપર દાદાગીરી કરે છે.

જુવો ભાભી આ કનુભાઇનો મુડ આજે બરાબર નથી લાગતો.

અરે જયસુખભાઇ આતો એમનું રોજનું છે. લો આ તમારી ચા.

પછી થોડી વાર સુધી શાંતિ છવાઇ ગઇ....ત્રણે જણા ચા પીતા હતા....ત્યાં નફફટ ઉઘાડા શરીરે લાંબા બરમુડામાં પીંખાયેલા વાળ સાથે આગળના રુમમાં આવ્યો...અને જયસુખ ની બાજુમાં બેસી ગયો...અને ત્યાંજ ફોનની ઘંટડી રણકી ઉઠી.

હલો....હંસીકા....

નફફટ જેવું બોલ્યો કામીની અને કનુભાઇ,એમના વાઇફ અને જયસુખ ત્રણે જણા મોટેથી બોલી ઉઠયા...સાઉથ ઈન્ડીયન.......

નફફટની હંસીકા સાથેની વાત....બીજા અંકમાં.....

ઝાઝી
છવ્વીસ જુલાઇ બે હજાર નવ.

Share