વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 43 મહેમાનો ઓનલાઈન

રમુજ

પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.

પ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર હાસ્ય હળાહળ કોલ ટુ ગાંધીજી વાયા બકુલ ત્રિપાઠીજી
કોલ ટુ ગાંધીજી વાયા બકુલ ત્રિપાઠીજી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 23 ડિસેમ્બર 2007 00:00
Share

કનુભાઇ એ સવાર સવારમાં સ્વગૅમાં ફોન લગાડયો.....બહુ બધી રીંગો વાગી પછી સામે થી કોઇ બોલ્યું...મેરી ક્રિસમસ ......આઇ એમ બકુલ, બકુલ બોલુ....સ્વગૅ માંથી....

લાગ્યો.....ફોન સ્વગૅમાં લાગ્યો.....કોણ બોલે છે? કનુભાઇએ પાછુ ચોકકસ કરી લેવા માટે પૂછયુ.

હું બકુલ ત્રિપાઠી, નવરંગપુરા અમદાવાદવાળો....બોલો કનુભાઇ?

હેં બકુલભાઇ તમે....

હા...જેટલા કોલ અમદાવાદથી આવે છે એ બધા હવે હુંજ ઉપાડું છું.

પણ બકુલભાઇ તમને મારા નામની ખબર કેવી રીતે પડી??....

યાર હું સ્વગૅમાં છું, મને નીચે શું ચાલે છે એ બધુ દેખાય છે સંભાળાતુ નથી. તમારા જેવો માનવી ફોન પર સંપકૅ કરે એટલે અમને સાંભળવા પણ મલે. અને બાય ધી વે....મારા ફોન માં કોલર આડી પણ છે.

પણ બકુલભાઇ યાર, બોસ પણ પહેલાતો તમે ડાયરેકટ ગાંધીજી સાથે વાતો કરતા હતા?

યસ, જયારથી નહેરુ સ્વગૅમાં આવ્યા હતા , ત્યારથી એમણે એ કામ બાપુને આપેલું, હવે બાપુની ઉંમર થઇ એટલે એ કામ એમણે મને સોંપી દિધું છે.

સ્વગૅમાં પણ હજી ઉંમર અને વગેરે વગેરે ચાલુ છે?

કનુભાઇ કાગડા બધે કાળા.

યાર ગાંધીજીને કાગડો કહો છો?

અરે એમાં ખોટું શું છે? આતો રુઢીપ્રયોગ છે...અને ગાંધીજી કયાં ભાજપમાં છે તો લોકો એનો વિરોધ કરવાના.

હા..હા..બકુલભાઇ એક સમાચાર આપુ?

પહેલા મને એ કહો કે આ ખાનપુર માંથી આટલો બધો ધુમાડો કેમ દેખાય છે?

એજ તો હું કહેવા જતો હતો....નરેન્દ્ર મોદી પાછા મુખ્ય મંત્રી બની ગયા છે.

શું વાત કરો છો? બહુ સરસ....સરદાર વલ્લભભાઇ પટેલ ને આ વાત ગમશે. નહેરુ ભલે લાલ થઇ જાય. બીચારા ગાંધીજી તો અડવાણીજી ને મલવા માટે એટલા તલપાપડ છે કે પુછશોજ નહીં. જે કામ ગાંધીજી ના કરી શકયા એ કામ અડવાણીજી કરાંચી જઇ ને કરી આવ્યા છે જુગ જુગ જીવો મેરે લાલ લાલ કૃષ્ણ અડવાણજી.

ખરેખર...ગાંધીજી ઇઝ હેપ્પી...બકુલભાઇ...?

ખરેખર...કનુભાઇ...બહુ ખુશ છે.

પણ બકુલભાઇ તમે મને ફોન કરો ને યાર ગમે ત્યારે? મેન ગમશે....તમારે કરતા રહેવાનું યાર...સ્વગૅમાં બીજું શું કામ હોય??

કનુભાઇ સ્વગૅમાથી કે નરક માંથી ફોન માત્ર એક વાર આવે....માત્ર એક જ વાર.... સમજણ પડી??? તમે હજી યુવાન છો....તમારે વાર છે.

હા...હા...હા...બકુલભાઇ બહુ સાચી વાત કરી તમે. બકુલભાઇ નરકમાં પણ ફોન છે..?

કનુભાઇ , હોય જ ને..... ભારતની બધી જુની ફોન સીસ્ટમ મરી ર્પ્વ્ર્અીને નરકમાં આવે છે. મને બાકી મને એમ કહો કે ગુરાતની ચૂટણી કેમની રહી?

બસ બકુલભાઇ, જે કામ ભગવાન કરે છે એ કામ સોનીયાજી સમજયા કે મોદીજી કરે છે. બસ, મોદિજી બોલ્યા હું એ કામ નથી કરતો. અને એની અસર એવી વિપરીત પડી કે મોદિજી જીતી ગયા.

કનુભાઇ ફોડ પાડી ને વાત કરો? કયું કામ??

અરે બકુલભાઇ મોતના સોદાગર વાળુ કામ.

અરે કનુભાઇ તમે સાવસાચા છો, મોતની વાત થી ભલ ભલા થથરી જાય છે. મોત નું કામ હજી ભગવાને આઉટ સોસૅ નથી કયુ્રૅ. એ આખો વિભાગ અમારા ઇષ્ટદેવના હાથમાં સલામત છે. વળી કોઇએ એવા ભ્રમમાં પણ ન રહેવું કે એ કામ એ કરી શકે છે.

બકુલભાઇ બહુ અઘરી વાત કરી નાખી. થોડી ઉપરથી ગઇ.

કંઇ વાધો નથી કનુભાઇ...હવે સમય ઘણો થયો...હું રજા લઉં...બાપુ સાથે પ્રાથૅના કરવાનો સમય થવા આવ્યો છે....

ચોકકસ...બકુલભાઇ....હું ફોન કરતો રહીશ....તમે ના કરતા....એને જો સરદાર વલ્લભભાઇ પટેલ મળે તો એમને કહેજો કે ગુસ્સા થૂક કે જીન્ના કે સાથે ચા પાણી પીલે...હોં કે....ભુલતા નહીં એ આવજો બકુલભાઇ....

તોડી નાખો તબલા ને ફોડી નાખો પેટી....તા તા થૈયા થૈયા તા થૈય......

ઝાઝી
ત્રેવીસ ડિસેમ્બર બે હજાર સાત.

Share
 

Comments 

 
0 # kk 2010-10-27 21:39
Very Good work...તોડી નાખો તબલા ને ફોડી નાખો પેટી....તા તા થૈયા થૈયા તા થૈય......
 
Zazi.com © 2009 . All right reserved