વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 21 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘સ્વર્ગમાં જે કન્યા હોય તેને શું કહેવાય ?’

‘દેવકન્યા.’

‘સ્વર્ગમાં ઘણી કન્યાઓ હોય તો ?’

‘દેવકન્યાઓનું જૂથ.’

‘બધી કન્યાઓ સ્વર્ગમાં હોય તો ?’

‘પૃથ્વી પર શાંતિ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર હાસ્ય હળાહળ મને હવે કશુ નથી ગમતું.
મને હવે કશુ નથી ગમતું. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 12 નવેમ્બર 2007 00:00
Share

મને હવે કશુ નથી ગમતું.

શું નથી ગમતું?

યાર કનુભાઇ કશુ નથી ગમતું? તમે ગુજરાતી શબ્દ કશું સાંભળયો નથી?

યાર જયસુખ એવુ ના બને? કંઇકતો ગમે ગમે ને ગમેજ?

બોલ એશ ગમે છે ને?

તેલ લેવા ગઇ એશ યાર, કહુ છુ કશુ નથી ગમતુ તો એશની કયાં.....છો?

ભાઇ એ તો પરણી ગઇ ને મહીના વરસ થઇ જશે?

યાર કનુભાઇ , દયા કરો યાર.

ઓકે જયસુખ, બોલ તને કશુ કેમ નથી ગમતું?

યાર તમે જીવતા માણસની કિંમતનથી.

યાર મારી કયાં કોઇને કિંમત છે? જયસુખ

યાર તમારી પત્ની છે, છોકરો છે, કોઇ તો કિંમત છે ને. હું તો સાવ એકલો છું

યાર સારુ છે?, બોલ તારે બૈરી છોકરા દત્તક જોઇયે છે?

યાર કનુભાઇ આ દિવાળી ના દિવસે તો સારુ બોલો?

જયસુખ યાર તારી ચિંતા આોછી થાય અને તને કશું નથી ગમતું એટલે તારી સાથે વાતો કરુ છું તો તુ પાછો મને સલાહ આપે છે.

યાર કનુભાઇ મને એ વાત જરાય પસંદ નથી જયારે તમે મારી સાથે સાહનૂભૂતિ સાથે વાત કરવાને બદલે તમારા દુખડા રડો અને તમારો પનોતી મારે માથે નાખો.

ુજયસુખ યાર શું જમાનો આવ્યો છે? અલ્યા એકતો તારી સાથે તારી એકલતાની મેથી મારુ છું અને ઉપરથી મારી વાત સાંભળવાને બદલે મને અડાવે છે? તુ છે કોણ?

અરે કનુભાઇ યાર પણ મારે તમારો પ્રોબલેમ નથી જોઇતો?

અરે તને કોણે કિધુ કે મારે પ્રોબલેમ છે. અરે મને મારો પ્રોબલેમ સોલ કરતા આવડે છે. તુ શું મને સમજાવવાનો હતો? યાર જયસુખ તારા જેવો માણસ મેં નથી જોયો, તને કશુ નથી ગમતું કારણ કે તને કોઇ બીજાનો પ્રોબલેમ દેખાતો નથી.

કનુભાઇ મારી બહુ મોટી ભૂલ થઇ ગઇ કે મેં તમને મારી વાત કરી.

બસ અવે કરી છે તો ભોગવો. જયસુખ એવુ બનેજ નહીં કે માણસ ને કંઇ ગમે નહીં?

કનુભાઇ મારી વાત ત્યાંથીજ શરુ થાય છે. વચ્ચે તમે આડા પાટે ગાડી લઇ ગયા હતા?

જયસુખ જો યાર નજર સહેજ બદલ, ખુશ થા જયાં છે ત્યાં, તને ખબર પડે છે મને શું શું નથી ગમતું તોય છે ને બાપ્પુડી , કોઇ દિવસ તેં મને જોયો રડતો?

કનુભાઇ તમે આ બધુ કરો છો એ તમારા સંસારને ચલાવવા માટે, મારે કોણ છે?

બસ જયસુખ તું કલંક છે સોસાયટીનું? જાગ અને તારા માટે નહીં તો બીજા માટે મરી પરવાર, આગળ વધ, એકલો ચાલ, સમાજના લોકોને પોતાના કર, પછી જો શું થાય છે.

કનુભાઇ હું સાવ સામાન્ય પ્રુફ રીડર છું યાર એક સામાન્ય ગુજરાતી છાપાનો. હું કુંવારો છું પણ મારા માં બાજપાઇ,ઉમાભારતી,ગોવિંદાચાયૅ, દલાઇ લામા,સલમાનખાન,કે નમો જેવી તાકત નથી. સમજયાને સામાન્ય માણસ પોતાની કેટલીક મયૉદાઓને કારણે વાંઢો રહી જાય છે......યાર તમે મારી હાલત પર હસત શરમ નથી આવતી.

જયસુખ યાર કશુ ના ગમવું એ એક રોગ છે? અને જો તું રોગીષ્ઠ માણસ હોય તો તારે જરુરથી તેનો ઇલાજ કરવો જોઇયે.

બસ કનુભાઇ મારે શું કરવું એ હું હવે સમજી ગયો છું?

સરસ, સાલમુબારક જયસુખ.

નૂતન વષૉભિનંદન.

બાય.

બાય.

ઝાઝી
બાર નવેમ્બર બે હજાર સાત.

Share
 
Zazi.com © 2009 . All right reserved