વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 34 મહેમાનો ઓનલાઈન

રમુજ

વિધ્યાર્થી : સર આઈ ડોન્ટ નો નો અર્થ શું થાય?

શિક્ષક : હું જાણતો નથી.

વિધ્યાર્થી : શું તમે પણ નથી જાણતા? અરેરે, તમને અંગ્રેજીના શિક્ષક બનાવ્યા કોણે?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર હાસ્ય હળાહળ આપણું શું થશે?
આપણું શું થશે? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 28 માર્ચ 2010 21:21
Share

બપોર ની ચા પી ને હું કનુભાઇ નફફટ નો બાપ ગુજરાતી છાપુ બીજી વાર વાંચી રહયો હતો. ભારત કાનપુરની મેચ હારી ગયા

બાદ બીજે દિવસે મને ટીવી જોવાની કોણ જાણે કેમ પણ કોઇ ઇચ્છા નહતી થતી. હારી કેમના ગયા એ મને ખબર ના પડી.

ગાંગુલી ટીમમાં નહતો તો પણ હારી ગયા? આપણું શું થશે?

મારા રડમસ ચહેરાને જોઇ ને નફફટની માએ મને પુછયું...

કહુ છું, આપણું શું થશે?

કંઇ થવાનુ નથી, દિલ્હીમાં છેલ્લી મેચ છે , બસ પતી જાય તો શાંતી.

અરે હું ક્રિકેટની કયાં વાત કરુ છું?

તો શાની વાત કરે છે? , મને શું ખબર પડે? આખા દેશને ક્રિકેટની ફિકર છે ને તને કોઇ બીજી વાત સુઝી? તારી હિંમત કેમની થઇ?

બસ ક્રિકેટ વાળા ના જોયા હોય તો. હું આપણા ત્રણની વાત કરુ છું

આપણું શું થવાનું છે યાર? બધુ બરાબર તો ચાલે છે.

એટલે કંઇ ભવિષ્યનો તો વિચાર કરો. આ છોકરાનું શું થશે? એ શું કમાશે ને શું ખાશે?

અરે નફફટની મને ચિંતા નથી. માથુ મારી ને ખાશે અને જો કંઇ નહીં મલે તો માથુ ફોડી ને ખાશે.

અરે કોના માથા ફોડવાની વાત કરો છો કનુ ભાઇ? જયસુખે ઘરમા પ્રવેશતા ની સાથે કનુભાઇની વાત ને ઉપાડી લી ધી..

અરે જયસુખભાઇ આ તમારા ભાઇ છે ને એ મારુ માથુ ફોડવાની વાત કરે છે.
ઓ નફફટની મા તુ આ જયસુખ ને શું કહે છે એ વાતનું ધ્યાન રાખ, આખા ફલેટમાં બદનામ કરશે.

શંુ વાત કરો છો કનુભાઇ યાર, હું કોઇ જુના એપીસોડ જુદા સમય બતાવતી ચેનલ છુ યાર?

બસ, તુ તો છે વાંઢો હેં , તને શું ખબર પડે?

ભાભી આ કનુભાઇ ને મારા વાંઢા હોવાની ચીડ છે કે અદેખાઇ , એની મને સમજ નથી પડતી.

અરે ભાઇ તમને શું કહું? મે અમને કહયું કે આપણું શું થશે? આ છોકરો મોટો થઇ ને શું ખાશે ને શું કમાશે તો બોલો મને કહે છે કે માથુ મારીને ખાશે અથવા માથુ ફોડી ને ખાશે. બોલો આ તે કાંઇ જવાબ છે?

આો એટલે માથુ ફોડવાની વાત આ હતી. બરાબર. પણ ભાભી તમારો નફફટ કનુભાઇ ના વણૅનામાં બરાબરનો બેસે છે. આ એગ્રી.

ઓ એગ્રી ની હગલી.... ચાલ બહાર જા...મારો છોકરો છે...તારો નહી.....

ઓકે આજનુ છાપુ વાંચી લીધુ કનુભાઇ? મને આપો એટલે હું જઉ. મારે શું? તમારો છોકરો છે? મારું શું થવાનું?

કનુભાઇ એ છાપાનો છુટટો ઘા જયસુખ તરફ કયોૅ. જયસુખ છાપુ લઇ ને ભાગી ગયો.

ચલો તમે જરા સીરીયસ થઇ ને કહો જોઇયે આપણું શું થશે?

જો યાર મને તો ખબર નથી કે આપણું શું થશે? કેમકે એ ના વીશે ચિંતા કરવાની મારામાં આવડત નથી.

અરે પણ ચિંતા કરવા માટે આવડત ના જોઇયે?

બોલ મને એ પણ ખબર નથી.

બસ ભાઇ હું તો તમારાથી કંટાળી ગઇ છું, મને તો રસોડામાં જવા દે.

તુ કાયમ મારાથી કંટાળી જાય છે અને હંમેશા પછી રસોડામાં જતી રહે છે.
તમારી ઇચ્છાઓ મને ખબર છે. પણ હું કાંઇ ઘર છોડી ને નથી જવાની. મને ખબર છે તમને હવે હું નથી ગમતી.

અરે પણ તુ મને નથી ગમતી એ વાત નથી. વાત એ છે કે તુ મારી સાથે ચચૉ નથી કરતી.

બોલો, તમારી જોડે ચચૉ કરી ને કોઇ શકકરવાર આયો છે તે હવે આવશે?

નફફટ ના માં સરોડામાં જતા રહયા. નફફટ હસતો કુદતો ઘરમા દાખલ થયો.

નફફટને જોઇને કનુભાઇ એ એને પુછયું?

અલ્યા કયાંથી આવે છે?

બોસ કલાસમા ગયો તો.

કોના કલાસમાં?

અંગ્રેજીના કલાસમાં?

ઇંગ્લીશ?

યસ.

વ્હાય?

મારા ઇંગ્લીશ ને ઇમપ્રુવ કરવા.

ફોર વોટ મેન.

બોસ, ફોર માય ફયુચર.

ફયુચર? કોનું? અને તુ અને ફયુચર.? તુ ફટીચર છો અને તને ફયુચર ની શું ખબર પડે?

બોસ ફયુચર માં જવા માટે અંગ્રજી મસ્ટ છે.

કયા બાપાએ તને આ સમજાવ્યું?

માઇન્ડ યોર ટંગ બોસ.

ટંગ વાળી , ટીંગાટોળી થઇ જશે. તને તુ કોણ છે એ ખબર નથી, તારો બાપ અને તારા બાપનો બાપ કોણ હતા એ તને ખબર નથી અને અંગ્રજી ભણે છે. બોલ શું શીખ્યો આજે?

હોઉ ટુ ટોક ઓપનલી ઇન ઇંગ્લીશ.

બોલો, તો ગુજરાતીમાં ગું ગું બોલે છે તું.

યાર તમને ખબર છે ગ્લોબલ બીઝનેસ ઇંગ્લીશ માં ચાલે છે.

હા મને ખબર છે, યસ, નો, ધેર, ગો, કમ ,ઓકે, બાય, કેશ ઓર ક્રેડીટ, હની , ડાલીૅંગ, સેલ, વીકએન્ડ , જોબ, .....

બોસ આ લનૅ યુકે ઇંગ્લીશ યુ સ્પીક અમેરીક ઇંગ્લીશ, ઇટસ ડીફરન્ટ.

નફફટ તુ મારુ રતન છો , છતા હું તને કહું છું કે જયારે તુ અં્રગેજી બોલે છે ત્યારે વંદા જેવો લાગે છે. ડોબા પહેલા તું કોણ છે કયાંથી આવ્યો , તારા પોતાના લોકો કોણ છે એ તો શીખ.

બોસ યુ આર ઓલ્ડ , તમારા જેવા લોકો હશે તો આપણું શું થશે?

નફફટ ભાગી ગયો.

કનુભાઇ વિચારે છે આપણું શુ થશે?

આપણું આપણું કયાં સુધી છે? એક ઘર, એક ફલેટ, એક મહોલ્લો, એક શહેર, એક રાજય એક દેશ?

આપણું શું થશે?


ઝાઝી

Share
 
Zazi.com © 2009 . All right reserved