વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 29 મહેમાનો ઓનલાઈન

રમુજ

મુન્ના તને કેટલી વાર કહ્યું કે પ્રાથૅના કરતી વખતે આંખો બંધ રાખવાની.

હા, મમ્મી, પણ તને કેવી રીતે ખબર પડી જાય છે કે મારી આંખો ખુલ્લી છે?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર હાસ્ય હળાહળ નફ્ફટ ની નવરાત્રી
નફ્ફટ ની નવરાત્રી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 28 માર્ચ 2010 20:07
Share

અલ્યા ઓ નફ્ફટ આમ આય......!

બોલો બોસ શું કામ છે......?

જા નાકે થી  બે મસાલા લેતો  આય.

અરે કનુભાઈ કમાલ છે.... યાર આમ  છોકરાને નફ્ફ્ટ કહી ને બોલોવા છો...

ઓ પણ જયસુખ યાર જોતો ખરો એ વનેચર મને બોસ કહે છે...!

અરે પણ એમાં વાંક તમારો છે.

મારો...? કનુભાઈનું મોં બખોલ માંથી બહાર નીકળતા ઉંદર જેવું થઈ ગયું.

હાસ્તો વળી...તમારે  એને ટ્રેઈનીંગ  આપવી જોઈયેને.....!અલ્યા જયસુખીયા તારે લગન કરવા નહી ને છેક છોકરા ને ટ્રેઈનીંગ  આપવા ની કયા પરણાવે છે....!

અરે યાર પણ આમ મારા પર બધો રોફ મારો છો તો થોડો છોકરા ને કંટ્રોલ માં રાખતા હોવ તો...?

જ્યસુખ નું મોં આમ તો પડી ગયું તું પણ એનેય હવે તો ટેવ પડી ગઈ હતી.

તે  અમે બધો કંટ્રોલ  રાખતાં જ હતા ને...... લે જો......!

ત્યાં સામે થી નફ્ફટ હવા માંથી જીન ની જેમ પ્રગટ થયો.  જીન ચિરાગ માંથી નીકળી સોનામહોર આપે તેમ એણે બે મસાલા કનુભાઈ ને આપ્યા. કનુભાઈ એ બાકી ના પૈસા માંઞ્યા તો નફ્ફટ હસી ને ઉપર જતો રહ્યો.

જયસુખ ખી..ખી.... કરતો હસતો રહ્યો.

જયસુખ ને હસતો જોઈ કનુભાઈ ને પાનો ચઢયો....., જયસુખ નાં અોટલે ઉભા થઈ ને નFફટ ને મોટે મોટે થી બુમો પાડવા લાઞ્યા....! ત્યાં નફ્ફટ નાં મમ્મી એ તેમનું મુખારવીંદ અસ્મીત સાથે બતાવ્યું. ને બોલ્યા

તમને  હજાર વાર કીધું છે ને કે આમ બધાનાં દેખતાં બુમા બુમ ના કરો...ઘરની વાત ઘરમાં કરતા હોવ તો....! તમારા કરતા તો આ મારો ને તમારો નફ્ફટ સારો.....!

હે....હે..શું....તને કાંઈ ભાન છે.....! મેં મસાલો લેવા મોકલ્યો તો ને પછી બાકીનાં પૈસા માંઞ્યા તો સાલો જવાબ આપ્યા વગર ઉપર જતો રHયો....! કયાં ગયો ....ઓ નફ્ફટ નીચે આય.....

હવે કનુનાં વાઈફ પણ બગડયા...., અરે બાપ છો કે કોણ છો..... નીચે બોલાઈ ને શું કરશો...! મારા મારી કરવાની છે કે શું....? અને મને કહો આ નાદાન બાળક ને મસાલો લેવા મોકલાય...?

કનું ઓર ગીન્નાઈ ગયો....! નાદાન....? બસ હવે આ એક જ બાકી છે.... મોકલ સાલા ને નીચે મોકલ ....!

કોલેજ માં અયો ઘોડો....ને તોય નાદાન.......! અરે અમે કોલેજ માં હતા તો કેવા સ્માટઁ હતા.... કેમ જયસુખ......

જયસુખ બોલ્યા હા ભાભી આ સ્માટઁ તો હતો જ ..... એણે લગન કયાઁ ને મેં ના કયાઁ...ને જયસુખ પાછો ખોટે ખોટું મોટે થી હસવા લાઞ્યો......

તમે ઉપર આવો છો કે નહીં..... આ આખો ફલેટ ભેગો થશે.....ને મારા નફ્ફટ ની બદનામી ને તમારી હાયહાય થશે....

મારી હાય હાય ....અરે તું તો મારી અધઁઅંગી છે કે કોણ છે....! પેલા ને નામ જેવું કયાં છે તે બદનામી થાય. કયાં ગયો એ....!

ત્યાં તો નફ્ફટ ક્થ્થ્ઈ કલર નાં ઝભ્ભામાં ને સફેદ રંગનાં ધોતીયામાં કોઈ ગંધઁવની હજારમી ઝેરોક્ષ લાગતો હતો. એના આ રુપ રંગ જોઈ ને કનુ બોલ્યો..... કયાં ચાલ્યા નફ્ફ્ટ રાય.....રાસ રમવા....?

યસ બોસ.... પહેલી વાર તમે તમારા નફફ્ટ ને ઓળખ્યો છે.....ને તેનું અમને ગવઁ છે....બોસ...!

મોમાં ભરેલા મસાલાની પીચકારી જયસુખના ઓટલા નાં કોનઁર પર મારી , કનુએ પગ માંથી ભુરા રંગનું  બાટાનું સ્લીપર છુટટું નફ્ફટ પર ઝીંકયું.

કાયમની પ્રેકટીસ ને કારણે નફ્ફટ તેને ચુકવી ગયો....! બાપા એટલેકે બોસ નાં પેંટનાં ખીસામાંથી સ્કીુટરની ચાવી લઈ ને નીકળેલા નફ્ફટ રાય તેમની પાપડ તોડ છાતીમાં ગરબાની હવા ભરી ને વાયુવેગે પાટીઁ પ્લોટ તરફ ધસી ગયા.

જયસુખ હસતો રહ્યો.....!

નફ્ફટનાં મમ્મી ઝી ટીવી જોતા રહયા....!

ને બઁક ના કેશીયર  ઓલરેડી  બે મસાલા પતાવી જનાર કનુભાઈ બીજો મસાલો લેવા ગલ્લે ગયા...!

આ ચાર નાં વધુ પરાક્ર્મો બે વીક પછી.......! આવતા રહેજો ને જીંદગી નું હળાહળ પીતા રહેજો......!

 

Share
 
Zazi.com © 2009 . All right reserved