Print
Parent Category: હળાહળ
Category: હળાહળ

User Rating: 5 / 5

Star ActiveStar ActiveStar ActiveStar ActiveStar Active
 

ટ્રિંગ ટ્રિંગ.... ટ્રિંગ ટ્રિંગ .......

અડધીરાતે જયસુખનો ફોન જાગ્યો. જયસુખ ડબલ બેડનાં પલંગમાં એક્લો આળોટતો હતો....ફોન ની રિંગ વાગતાજ એ કુદીને મોટેથી બોલ્યો....હલો....હલો કોણ બોલો છો.

ગાંધીજી....ફોન માંથી અવાજ આવ્યો.

ગાંધીજી..? બાપુ...મહાત્મા ગાંધીજી

હા.

ઓ બાપુ બોલો બોલો....પણ યાર તમારે ફોન કરવો પડ્યો..? સોરી એટલે કે માફ કરજો, યાર નહિં મુરબ્બી તમારે ફોન કેમ કરવો પડ્યો?

હા, બકુલ (ત્રિપાઠી) ને ખાંસી અને શરદી થઈ છે.


બાપુ સ્વગૅમાં ખાંસી અને શરદી?

ગ્લોબલ ગરમાટો! , હવે કામની વાત સાંભળ, પેલા બરાક ને જઈને કહેજે કે અમેરીકામાં લોકોને પોતડી પહેરાવે.

બાપુ, મારી પાસે અમેરીકાનો વિઝા નથી,તો પેલા બરાક ને મળવા કેવી રીતે જઉ?

જયસુખ તને ત્યાં જવાનું કોણ કહે છે. બરાક ને ઈમેલ કરી દે.

પણ ઈમેલ તો તમે પણ કરી શકો છો.?

જયસુખ સ્વગૅના ઈમેલ સરવર અમેરીકાના સ્પામ લીસ્ટ માં છે.

પણ અમેરીકામાં લોકોને પોતડી પહેરવાનું કેમ કહો છો?

જયસુખ જે રીતે નવા નવા નિયમો બનતા જાય છે તે રીતો તો એવું લાગે છે કે ભારતના જુના નાત જાત ના નિયમો અમેરીકામાં પાછા આવશે.

એટલે બાપુ કંઈ ખબર ના પડી?

જો જયસુખ લોકોને હાથ અડકાડી,અડકાડીને ચેકિંગ કરવાનું, મોં, રંગ વગેરે વગેરે જોઈને કાસ કાઢવાનો આ બધા આપણા જુના રીવાજો અને રુઢીઓ પાછળા બારણે અમેરીકામાં પ્રવેશી રહ્યા છે.

તમારી વાત સોઆના સાચી છે. પણ મારા જેવા સાવ સામાન્ય માણાસ ની વાત બરાક કેમનો માનવાનો.
જો જયસુખ ભારત પાછો ફર્યો ત્યારે હું પણ સાવ સામાન્ય માણસ હતો.

પણ બાપુ હું તો નવરંગપુરાની બહાર પણ કદી ગયો નથી. એક વરસ પહેલા કાંકરીયા ગયો હતો, આપઘાત કરવા પણ ત્યાં હવે અંદર જવા પૈસા આપવા પડે છે એટલે પાછો આવી ગયો. બાપુ અત્યારના આ જમાનામાં આપઘાત કરવા પણ પૈસા આપવા પડે તો બરાક મારા ઈમેલ નો જવાબ આપવાનો હતો?

હે રામ! , જયસુખ સાંઠ વરસ થયા છતાં ભારતીય લોકો મારી વાતમાં શ્રધ્ધા કેમ નથી રાખતા. હું કહુ છું ને, કે બરાક ને ઈમેલ કર તો કર.

ઓકે ઓકે, બાપુ ગુસ્સે ના થાવ, કામ થીઈ જશે.

જો ભાઈ જે નાત જાત પરંપરા ના જુનવાણી વિચારો માટે આપડે લડાઈ કરી તે જ જુના નિયમો હવે પાછા આવી રહ્યા છે. લોકો ચેકિંગના ડરે ધોતીય પહેશે. ખમીશ ને બદલે માત્ર ખેશ પહેરશે. જોડા તો જુનવાણી કહેવાશે અને બૈરા માણસો કંટાળીને ઘરમાં બેસી રહેશે.

અરે અરે બાપુ...આ બધુ હું બરાક ને ભાષાંતર કરીને મોકલું?

નાં બરાકને બધુ ગુજરતીમાં લખીને મોકલ. બાપુ ને સમજવા હોય તો પહેલા ગુજરાતી શીખો.

બાપુ તમારી વાત સાચી છે. જયસુખે પહેલી વાર બાપુની વાતમાં સહમતી પુરાવી.

જયસુખ ફોન મુકુ.

સારુ બાપુ, આવજો, તમારો સંદેશ આ જયસુખ બરાક ને મોકલી આપશે.