વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 30 મહેમાનો ઓનલાઈન

રમુજ

રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.

કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’

રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર હાસ્ય
હળાહળ
હાય અન્ના તુને યે ક્યા કિયા?? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 21
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 10 એપ્રીલ 2011 18:25

કનુભાઈ, કનુભાઈ...... સવાર સવારમાં જયસુખ બુમો પાડતો કનુભાઈના ઘરમાં ઘુસી ગયો. એક સામાન્ય અમદાવાદિની જેમ કનુભાઈ એ પગ પર લેંઘો અને ખભાપર ગંજી પહેરીને છાપું વાંચતા હતા.

જયસુખ બુમો ના પાડ.

કનુભાઈ આ મહિનાનું મોટામાં મોટું કૌભાંડ મેં પકડી પાડ્યું છે.

જયસુખ કૌભાંડ પકડવાના કામ આપણા નથી. તે આવુ કામ કર્યુંજ કેમ?? અને હવે ભારતમાં દર મહિને કૌભાંડ થાય છે?? આ નરોનું રાજ્ય છે કે રામ રાજ્ય કે મોહન રાજ્ય??

બોસ એક નાગરીક તરીકે આપણા સૌની ફરજ છે કે કૌભાંડનો પર્દાફાશ કરીએ. રાજ્યની તો એશીકીતેશી. બસ હવે અરબવાળી કરો.

જયસુખ યુ સીલી બોય, તુ નાગરીક નથી, અસામાજીક તત્વ છે, સવાર સવારમાં બાજુવાળાના ઘરમાં ઘુસી જવું યોગ્ય છે??

કનુભાઈ બસ આ દિવાલને પાડી દો, હું તમારો ઘરવાળો છું...સોરી આઈ મીન ઘરનોજ માણસ છું.

જયસુખ ભગવાને તને એક ચોક્ક્સ અવયવ આપવાનુ ભુલિ ગયા છે.

કયું અંગ?

 
બરાક ને જઈને કહેજે કે અમેરીકામાં લોકોને પોતડી પહેરાવે. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 19
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 22 નવેમ્બર 2010 00:25

ટ્રિંગ ટ્રિંગ.... ટ્રિંગ ટ્રિંગ .......

અડધીરાતે જયસુખનો ફોન જાગ્યો. જયસુખ ડબલ બેડનાં પલંગમાં એક્લો આળોટતો હતો....ફોન ની રિંગ વાગતાજ એ કુદીને મોટેથી બોલ્યો....હલો....હલો કોણ બોલો છો.

ગાંધીજી....ફોન માંથી અવાજ આવ્યો.

ગાંધીજી..? બાપુ...મહાત્મા ગાંધીજી

હા.

ઓ બાપુ બોલો બોલો....પણ યાર તમારે ફોન કરવો પડ્યો..? સોરી એટલે કે માફ કરજો, યાર નહિં મુરબ્બી તમારે ફોન કેમ કરવો પડ્યો?

હા, બકુલ (ત્રિપાઠી) ને ખાંસી અને શરદી થઈ છે.

 
કોંગ્રેસ ના માણસ લાગો છો!? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
સોમવાર, 25 ઓક્ટોબર 2010 00:13

હલો....હલો....

હા હલો...બોલો...કોણ બોલે છે?

હલો સ્વગૅ?

હા સ્વગૅ! તમને કોનું કામ છે?

હલો જયસુખ બોલુ છુ, બકુલનભાઈને આપોને.

જયસુખભાઈ બકુલ જ બોલુ, બોલો કેમ ફોન કરવો પડ્યો?

હા બકુલભાઈ , નહેરુચાચા અને રાજીવ ગાંધી સાથે વાત કરવી છે?

જયસુખભાઈ તમે તો કોંગ્રેસ ના માણસ લાગો છો!?

 
જયસુખનો ટાઇમીંગ પણ ફોન કોનો છે? ભાગ એક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 28 માર્ચ 2010 22:45

સવાર ના લગભગ આઠ વાગ્યા હશે. રાબેતા મુજબ જયસુખ રવિવારના એના નિયમ મુજબ કનુભાઇના આગળના રુમમાં પૂતીૅ વાંચવા બેસી ગયો હતો. કનુભાઇ હજુ બાથરુમમાં હતા, એમના પત્ની રસોડમાં મગની દાળ ચઢાવતા હતા તો કનુભાઇનો એકનો એક નફફટ હજુ પાછલા રુમની લોબીમાં સૂતો હતો.

જયસુખ હજી બીજા પાના પર હતો ત્યારે કનુભાઇના ફોનની ઘંટડી રણકી ઉઠી....કોઇ માણસને એક જોરદાર મુકકો બરડામાં ઠોકી દઇએ ને પછી કળ વળે ત્યાં સુધી એ આપણને ઘુરકયા કરે એ રીતે જયસુખ કનુભાઇના ફોન સામે જોઇ રહયો હતો....સુતેલા નફફટે....નાહતા કનુભાઇ એ....અને દાળ વઢાવતા કનુભાઇના પત્નીએ ફોનની રીંગ સાંભળી.....ત્રણે જણ્યા બોલ્યા ક રીંગ વાગે છે.....કનુભાઇ ફોન ઉપાડે તો સારુ....

સાત રીંગ વાગ્યા પછી ફોન બંધ થઇ ગયો.

 
આપણું શું થશે? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
હળાહળ - હળાહળ
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 28 માર્ચ 2010 21:21

બપોર ની ચા પી ને હું કનુભાઇ નફફટ નો બાપ ગુજરાતી છાપુ બીજી વાર વાંચી રહયો હતો. ભારત કાનપુરની મેચ હારી ગયા

બાદ બીજે દિવસે મને ટીવી જોવાની કોણ જાણે કેમ પણ કોઇ ઇચ્છા નહતી થતી. હારી કેમના ગયા એ મને ખબર ના પડી.

ગાંગુલી ટીમમાં નહતો તો પણ હારી ગયા? આપણું શું થશે?

મારા રડમસ ચહેરાને જોઇ ને નફફટની માએ મને પુછયું...

કહુ છું, આપણું શું થશે?

કંઇ થવાનુ નથી, દિલ્હીમાં છેલ્લી મેચ છે , બસ પતી જાય તો શાંતી.

અરે હું ક્રિકેટની કયાં વાત કરુ છું?

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 1 કુલ- 2
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries