મુકુલ ચોકસી |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે મુકુલ ચોકસી | |||
રવિવાર, 11 એપ્રીલ 2010 18:31 | |||
Share
![]() અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઇ બેઠા તમે પણ કેટલા લોહીલુહાણ આધાર દઇ બેઠા તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઇ બેઠા જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દુર જઇ બેઠા નિચોવાઇ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું ફરી કયાં કોઇનું ગમતું પલળતું નામ લઇ બેઠા! અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને અમે કાંઠા કદી નહીં છોડવાની હઠ લઇ બેઠા ... Share
|