તુષાર શુકલ છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે તુષાર શુકલ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:08
Shareદરિયાના મોજા કંઇ, રેતીને પુછે,
તને ભીંજાવંુ ગમશે કે કેમ,
એમ પુછી ને થાય નહી પ્રેમ

ચાહવા ને ચુમવામાં ઘટના નો ભેદ નથી
એકનો પયૉય થાય બીજું
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે
હોઠો થી બોલે કે ખીજું
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ
અંતે તો હેમ નું હેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ

ડગલે ને પગલે જો પુછયા કરો તો પછી
કાયમના રહેશો પ્રવાસી
મન મુકી મહોરશો તો મળશે મુકામ એનું
સરનામું સામી અગાશી
મનગમતો મોગરો, મળશે વટાવશો,
વાંધાની વાડ જેમ જેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ


...
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને,
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓ માં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને...લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાયુૅં તું,
સાચવી ને રાખ્યું તું, અશ્રુ એજ સાયુૅ તંુ,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને......લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉનેય મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને......લ્યો અમે તો આ ચાલ્યા

...

Share