વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 36 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘S.T.D. P.C.O. ઉપરના ઓપરેટરે કહ્યું, ‘મુંબઇ વાત કરવાના ત્રણ મિનિટના રૂા. ૨૦ થશે.’

‘મારે વાત નથી કરવાની ફકત સાંભળવાનું છે.’

‘મારે મારી પત્નીને કોલ જોડવાનો છે. કંઇ ઓછું નહી થાય?’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર ચિંતન શ્રી સદાશિવ
સદાશિવ
આશિવૉદ એટલે? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ચિંતન - સદાશિવ
આના લેખક છે શ્રી સદાશિવ   
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2010 04:19આશિવૉદનો અથૅ થાય છે આશાવાન થાઓ, એમ કહેવું, તે આશીવૉદ. જીવનમાં મહત્વકાંક્ષા રુપી મહાન આશાઓને કેન્દ્ર બનાવીને જીવનનું ઘડતર કરો. મુખ્યત્વે લોકો વ્યકિતગત જીવનને કેન્દ્ર બનાવીને જ અનેક પ્રકારના સુખ સગવડ માટે પ્રયાસ કરે છે. આવા તુચ્છ પ્રયાસોને મહત્વકાંક્ષા કહી શકાય નહીં. જે કાંઈ પ્રયાસ કરવામાં આવે તેતો વ્યક્તિને જ કેન્દ્ર કરીને થઈ શકે છે. પરંતુ આકાક્ષાઓ ફ્ક્ત વ્યક્તિને કેન્દ્ર બનાવીને કરી શકાય નહીં. તમારી આશા અને આકાંક્ષાઓ જેમ જેમ વિશાળ થશે તેમ તેમ તમારાં જીવનની મહત્તા તમે સમજી શકશો. અને આનંદની માત્રા પણ વધવા માંડશે. માટે મહત્વાકાંક્ષી થાઓ તેવી માં ભગવતી પાસે પ્રાથૅના કરું છું.

 
૨૭ અવતરણો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - સદાશિવ
આના લેખક છે સ્વામીશ્રી સદાશિવ   
રવિવાર, 11 એપ્રીલ 2010 01:19


સોમવાર, તા.૨૭-૦૪-૨૦૦૯ સદા અને સવર્ત્ર સૌનું કલ્યાણ થાઓ સ્વામીશ્રી સદાશિવની ૨૭મી પૂણ્યતીથિ નિમિત્તે સ્વામીશ્રી સદાશિવ લિખિત “હુ કોણ છું?, કેમ જીવુ છું?, શું કરી રહ્યો છું?” પુસ્તકમાંથી સ્વામીજીએ આપેલ સ્વ-અલૌકિક ઓળખાણ, સ્વ-સ્થિતિ અને સ્વ-પ્રવૃત્તિનું નિર્દર્શન કરાવતા ૨૭ અવતરણો.

૧. સંવત ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭ આ ત્રણ વર્ષ દરમ્યાન અંબાજીમાં રહીને સાધના કરતો હતો, ત્યારે મને એટલે મારાં સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ દેહને કેન્દ્ર કરીને કોઈ એક અલૌકિક શક્તિ સાધના કરતી હોય તેમ હું સ્પષ્ટ રીતે અનુભવ કરતો હતો, કેમકે તે વખતે મને નિમિત્ત બનાવીને જે કાંઈ સાધના થતી હતી તેમાંથી પ્રત્યક્ષ કોઈ પાસેથી સાંભળેલાં, જોયેલાં કે વાંચેલા ન હોય છતાં અદભુત પ્રકારના સાધનો મારી ઈચ્છા-અનિચ્છાની અપેક્ષા રાખ્યા વગર થયા કરતાં હતા. તથાપિ તે સાધનાકાળમાં હું એટલે કે મારી દ્રષ્ટાત્મક સ્થિતિ સતત જાગ્રત (સભાન) અવસ્થામાં હોવાથી હું તે સાધનાની પ્રતિક્રિયાસ્વરૂપ પરિણામ સાથે સારી પેઠે પરિચિત રહેતો કે જે પરિણામ મારે માટે અને બીજાઓ માટે પણ કલ્યાણકારી લાગતું હતું. તેથી હું આ અલૌકિક શક્તિની શરણાગતિ સ્વીકારીને સહેજે જે કાંઈ સાધના થાય તે થવા દેતો. (પાન ૫,૬)

૨. હું જાણતો હતો અને દરેકને કહેતો પણ હતો કે આપણી આ અલૌકિક પ્રવૃત્તિ પાછળ તે જ અલૌકિક શક્તિ કામ કરી છે કે જે મને પણ અલૌકિક અને અલક્ષિત રીતે સંચાલન કરી રહી છે. તેથી તમે કોઈ અભિમાન કરશો નહિ, પરંતુ પોતાને ભાગ્યશાળી માનો કે તમને નિમિત્ત બનાવીને મહાન અને કલ્યાણકારી કામ થઈ રહ્યું છે. (પાન ૭)


 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 3
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries