નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
ચિંતન - સદાશિવ
આના લેખક છે શ્રી સદાશિવ   
બુધવાર, 13 ઓક્ટોબર 2010 04:15
Share




કલ્યાણમયી માં જગદંબા ગાયત્રી શક્તિને કેન્દ્ર્માં રાખીને પ્રયાસ કરવામાં સ્વપર કલ્યાણ સમાયેલું છે. નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો. સદા કલ્યાણમયી ભગવતી પાસે પ્રાથૅના કરતા રહેશો કે ધન માન યશ પ્રતિષ્ઠા વગેરે લૌકિક-તુચ્છ વાસનાઓથી પર રાખે. ઉચ્ચ કોટીના સાધકોને રાજસિક અને તામસિક કામનાઓ ફસાવી શકતી નથી. પરંતુ સાત્વિક વાસનાઓ મારફતે ઉચ્ચ વૈરાગ્યવાન સાધકો પણ શ્રેયસ માગૅમાંથી ખસેડી લે છે. માટે ખુબ સાવધન રહીને આંતર-નિરીક્ષણ કરતા રહેવું અને કલ્યાણમયી ભગવતીની સવૅથા શરણાગતિ સ્વીકારવી. જે કાંઈ કમૅ કરો ભલે  તે સાધારણ કમૅ હોય, આરંભમાં અત્યંત વિનીત અને કરુણાભાવે પ્રેરણાની યાચના કરીને કમૅનો આરંભ કરવો અને કમૅના અંતમાં તેના પરિણામ સ્વરુપ હાની થાય કે લાભ, તે માટે જરાપણ વિષાદ કે હષૅ પામ્યા વગર સંપુણૅ પરિણામ ભગવતીને સમપૅણ કરી દેવું.

Share