સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ |
|
|
|
ચિંતન -
સદાશિવ
|
આના લેખક છે શ્રી સદાશિવ
|
બુધવાર, 28 જાન્યુઆરી 2015 04:50 |
સ્વામીજીએ લખ્યું, ‘આજે વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે, જ્યાં લાખો કરોડો માણસ એ રીતે જીવન નિર્વાહ કે જીવન ગઠન કરી રહ્યા છે. પરંતુ જે સંસ્થાઓ ચેરીટીથી ચાલે છે તેમાં ઉપકાર, ઉપકર્તા અને ઉપકૃત એવા ભાવ હોય છે. આ ભાવોમાં ગુરુગ્રંથી, લઘુગ્રંથી કામ કરતી હોવાથી ઉપકાર કરનારના અભિમાનને પોષણ મળે છે. આપણા શરીરમાં અહંકાર એ જ સર્વ શ્રેઠ તત્વ છે. શુદ્ધ આત્માથી બીજે નંબરે અહંકારનું સ્થાન છે. જેમ મહાનમાં મહાન કાર્ય અહંકાર વડે થાય છે, તેમ અધમમાં અધમ કામ પણ અહંકારથી થાય છે. વિકસિત અને સંશોધિત અહંકાર મહાન કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે. તેમજ કુંઠિત અને મલીન અહંકાર અધમ કાર્ય કરવા માટે કારણ બને છે. અહંકાર વગર કોઈ પણ કાર્ય સર્વથા અસંભવ હોવાથી અહંકારને જીવિત રાખવાની પણ જરૂર છે. અહંકારને સર્વશ્રેઠ રીતે જીવિત રાખવાના બે ઉપાય છે. એક તો ‘સર્વાત્માભાવમાં પ્રતિષ્ઠા પામેલો અહંકાર’ અને બીજો ‘પરમ કલ્યાણમયી માં શ્રી જગદમ્બાનો હું એક અબોધ બાળક છું, હું તો માં નું રમકડું – યંત્ર છું’ તેવો અનન્ય શરણાગત ભાવ. આ બે ભાવમાંથી જેને જે ભાવ સહજ અને સુલભ થાય તે ભાવ વડે પ્રતિષ્ઠિત થઈને અહંકારને જીવિત રાખીને; જો યથાશક્તિ, યથામતિ કે યથાશક્તિ જીવન વ્યવહાર કરવામાં આવે તો જીવન નિષ્કલંક બને છે. સર્વ માટે સુખરૂપ થવાય છે. કર્મ કરતા હોવા છતાં કર્મ બંધનમાંથી મુક્ત રહી શકાય છે. (અંતર દર્શન, જુન ૧૯૬૭, પાન ૨૪.૨, ૨૫.૧)
|
|
અંતર દર્શન - હું એક સેવક છું |
|
|
|
ચિંતન -
સદાશિવ
|
આના લેખક છે શ્રી સદાશિવ
|
સોમવાર, 18 માર્ચ 2013 00:07 |

273:
સ્વામીજીએ લખ્યું , “હું એક સેવક છું”. અર્થાત સેવા કરવાની તીવ્ર અભિલાષા સાથે વર્ષોથી વિભિન્ન પ્રકારના યોગ, જપ, તપાદિ સાધના કરી રહ્યો છું. સેવા ધર્મ પરમ ધર્મ છે, ગહન ધર્મ છે. સેવા એક ઉચ્ચ કોટીનું કર્મ અથવા સાધન હોવાથી, સેવક થતાં પહેલાં સેવા માટે વિશિષ્ટ પ્રકારની યોગ્યતા મેળવવાની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. અયોગ્ય સેવક લોકહિત સાધવાની ભાવના લઈને સેવા કરતો હોવા છતાં હિતના સ્થાને અહિત કરી બેસે છે. સેવા તત્વને જાણનાર યોગ્ય સેવક વાસ્તવિક જોતાં એક સાધક છે. સેવકનું શરીર, મન, વાણી, બુધ્ધિ –તે સેવા માટે સાધન છે, અને આપણે જેમની સેવા કરીએ છીએ તે સાધ્ય છે.
|
ચિંતન -
સદાશિવ
|
આના લેખક છે શ્રી સદાશિવ
|
શનીવાર, 16 જુલાઈ 2011 08:07 |

જે સેવક અથવા અધિકારી રાજાની વ્યક્તિગત સેવા નહીં કરતા રાજ્યપાલનની જવાબદારીમાં સહયોગ આપે છે, તે સેવક કે અધિકારી ઉપર રાજા વિશેષ પ્રસન્ન થાય છે. કરણકે રાજાની વ્યક્તિગત સેવા માટે તો ઘણાં બુધ્ધિહીન એવા સેવા કમના નિપુણ દાસ દાસીઓ મળી રહે છે. પરંતુ રજ્યપાલન માટે તો રાજા તથા રાજ્યના વાસ્તવિક સ્વરુપ સાથે પરિચિત વિદ્વન બુધ્ધિમાનની અપેક્ષા હોય છે. આવા ઉચ્ચ કોટિના અધિકારી વર્ગ રાજાની આજ્ઞાનું પાલન કરતા હોવા છતાં રાજાના સ્થૂળ શરીર માત્રને સર્વસ્વ નથી માનતા. તેઓ રાજાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત સાથે પોતાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત વડે એકતા સાધતા રહિને જે રીતે સમગ્ર રાજ્ય સહિત રાજાનું હિત સધાય તે રીતે ઉપાય કરતા રહે છે. આ પ્રમાણેના અધિકારી વર્ગ ઉપર રાજા વધારે પ્રસન્ન થાય છે.
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 પાસેનું > અંત >>
|
પ્રુષ્ઠ 1 કુલ- 3 |