વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 15 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર સાહિત્ય પ્રત્યંચા વિજય શાહ
વિજય શાહ

હ્યુસ્ટ્ન,ટેક્સાસ,અમેરીકા
13727 Eldridge Springs way
Houston TX 77083
281-564-5116પૂ. મોટાભાઇ (ત્રણ) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:38

શીખાની અને તારી ખોટ ખુબ જ સાલી શબ્દોને વાંચી ખુબ જ મન ભરાઇ ગયું.

ખબર નહિ ક્યા પાપનો ઉદય જે દેશનિકાલાને વિદેશગમનનું રુડુ નામ આપી સોનેરી સોણલાને આંખમાં સજાવી વિધાતા એ અમને આપની છાયામાંથી દુર કર્યા.
તમને કેમ કહું કે

અમે પણ અહિ સોનેરી ભ્રમોને પાળીયે છે.
કાલે ઉઠીને છોકરા મોટા થશે અને તેમનુ પોતાનુ સ્વર્ગ થશે…
પછી મનમાં એક કસક ઉઠે કે આ અમેરિકા છે ભાઇ!
તમે જેવા છો તેવા તમારા સંતાનો નીકળશે
તે ભ્રમ છે ભાઇ સોનેરી ભ્રમ..!ખૈર.. કાલની વાત લખુ છુ. આશ્કા 12માં ધોરણમાં પાસ થઇ અને તેનુ graduation હતુ. સ્કુલમાં થતા આ ફંક્શનોમાં તેનો આખો વર્ગ હતો. બાપ તરીકે મને આગળ તે કેવી રીતે ભણશે તે ચિંતા હતી ત્યારે તે તો તૈયાર હતી લોન લઇને કોલેજમાં જવા. તે કોલેજ બસમાં જાય તેવો શીખાનો અને મારો ઇરાદો નહોંતો તેથી તે મને ઓફીસે છોડી મારી ગાડીમાં કોલેજ જતી… મહિનો થયો બોનસ આવ્યુ અને તેને માટે નવી ગાડી લીધી.

મને કોણ જાણે કેમ એમ લાગ્યા કરે છે કે આ ગાડી આશ્કાને અકસ્માતે છુંદી નાખશે..મા-બાપોને હોય તેવી સહજ ભીતી..આશ્કા શીખા જેટલી ચોક્કસ નહિ તેથી ચિંતા થાય.
શીખા કહે છે એવુ કશુ નહિ થાય છોકરા ભણાવવા આપણે આવ્યા છે તો જે જરુરી છે તે કરીયે..

અને મનમાં અમારો ભુતકાળ જન્મી ગયો તમે દસ પૈસા બચાવવા 3 માઇલ ચાલતા હતા કે બા ઘઉંનો લોટ ઘંટી એ મુકવાને બદલે ઘર ઘંટીમાં કસરત નામે દળી નાખતા.. હવે આ અમારો સમય છે. પેટે પાટા બાંધી અમારા છોકરાને ભણાવવાનો..

ધર્મગ્રંથો કહે છે તેમ
હવે અમારુ ધર્મચક્ર સંસ્થાપીત કરવાનું છે..
દાદાએ એકમ રુપે રચવાનું શરુ કર્યુ હતુ
તમે દસક રુપે કર્યુ
મારે તે શતક્ રુપે કરવાનું છે.

આપના આશિર્વાદો થી ઉજળા છીયે કંઇ કેટલીય વખત કહ્યું અને હજી કહેવુ ગમે છે કારણ કે તમે જે કર્યુ તે સર્વ હવે અમને સમજાય છે કારણ તે કરવામાં ફક્ત એકલી વાત્સલ્યમયી તરસ હોય છે.. શું કરું તો મારું સંતાન ખીલે..એ વાત્સલ્યમયી તરસ આજે આશ્કા અને અંશ માટે જન્મે છે અને કૃતજ્ઞતાનો ભાવ આપને માટે મનમાં આદર સ્વરુપે ફુટે છે. આજે મધર ડે છે ત્યારે સ્ફુરયુ તે લખુ છુ અને એ વાત્સલ્ય પાન માટે કોટી

કોટી આભાર,પ્રણામ અને આદર ભર્યા સન્માન
બા-મોટાઇ તમારા અંતરનું અમિ તો આકંઠ પીવડાવ્યું
અને સંસ્કાર વર્ષા પણ કરી અનરાધાર
પોષણ, શિક્ષણ અને લાલન પાલન
તો દીધા સવાયા બા મોટાઇ
સંસારા સંગ્રામે જીતવા દીધી કળાઓ હજાર
અને હજી દો દુલાર દરેક શ્વાસે શ્વાસે
આટલું આપ્યુ છતા હજી એક વરદાન વધુ માંગુ?
મોક્ષ નથાય ત્યાં સુધી બની રહેજો
દરેક ભવે અમારા બા મોટાઇ

બા સંપૂર્ણ સાજા થઇ જશે અને તમે પણ હવે સ્થિરતા તરફ વળશો તેવી પ્રભુ પ્રાર્થના

સોહમ-શીખાનાં પ્રણામ

 
પ્રિય સોહમ-(બે) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:34

તારા પત્રનો જવાબ આપવામાં વિલંબ થયો તેનુ કારણ તો સ્પષ્ટ છે. તારી બાની તબિયત નાદુરસ્તી અને તેને થતી પીડાઓ પરોક્ષ રીતે સહન કરતા કરતા અધમુઓ થઇ ગયો. તે સત્તરની હતી ત્યારે હસતી અને કિલ્લોલતી મારે ત્યાં આવી. આજ દિન સુધી સંગાથે સહ જીવન વિત્યું અને વિદાયની કલ્પના પણ થતી નથી..કદાચ તારી બાની ભાષામાં આ મોહ છે જે રડાવે છે પણ વહેવારની દ્રષ્ટીએ એકલા પડી જવાનો ભય મને સતાવે છે.

પહેલી વખત મને સંતાનો હોવાની સુખદ અનુભુતી જરા જુદી રીતે થઇ દરેકે દરેક્ની આંખો રડતી હતી અને મને પણ તેમની હુંફનો અહેસાસ થતો હતો. જોકે આવા સમયે હુંફની સાથે સ્થિર મગજથી પરિસ્થિતિ સંતુલીત કરવાનું કામ તુ કે હર્ષલ જ કરી શકે. કદાચ લાગણીનું તત્વ મને અને ત્રણેય બહેનો ને થોડુંક કુંઠીત કરી શકે તેવુ મને જણાયુ.
ખૈર ડોક્ટર તરીકે સાચુ નિદાન મળવાને બદલે ભયભીત્ત વધુ કર્યા. જ્યાં જરુર ન હોય તેવી રીતે રુગ્ણાલયોમાં ત્રસ્ત રહેવાનુ થયુ. જો કે હર્ષલ અમેરીકાનાં તેના ડોક્ટર મિત્રની સલાહ થી પરિસ્થિતિને સહજ કરી ગયો અને હવે બહુ સારુ છે.ક્રીપ્ટોક્યુબની તારી કલ્પના બહુ સચોટ છે.ઘણી વખત એવુ બને છે કે જ્યાં જે હેતનાં ઢગલાની અપેક્ષા હોય ત્યાં કોરા અને સુક્ક ભઠ્ઠ રણ નીકળે અને જ્યાં કોઇ જ અપેક્ષા ન હોય તે મીઠા જળની વીરડી બની પ્રસંગની તરસ શમાવી જાય.

તને તો ખબર છે મને મારા જ્યોતિશ અને મિત્ર ચંપૂ વ્યાસ સાથે રહી જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો, તેમનુ સ્પષ્ટ માનવું છે કે મારી અને તારી બાની ઉંમર 90 પછી બગડશે ત્યાં સુધી તો અમારુ જીવન સહિયારુ અને સુંદર છે જ, પણ આ માંદગી અને આઇ. સી.યુ. ના સમય દરમ્યાન હું ખરેખર જ્યોતિષ ઉપર થી વિશ્વાસ ગુમાવી ચુક્યો હતો.
તારો મિત્ર અનિલ તે વખતે અહિ હતો અને તેણે મને સ્પ્ષ્ટ કહ્યુ હતું કે  કાકા! માસીને કપરો કાળ રવિવાર સુધી છે અને રવિવાર પછી તમારો શની લગ્ન સ્થાન છોડી જતા સૌ સારુ થઇ જશે. બનવા કાળ એવું જ થયુ હર્ષલ શની વારે આવ્યો અને તેણે ડોકટરની કાલ્પનીક ભય માવજતમાં થી અમને બહાર કાઢ્યા.
ડોક્ટર એક જ વાત કહે તમે ઓક્ષીજનની ટ્યુબ કાઢી નાખશો તો તમારી જવાબદારી… બે કલાકમાંજ દર્દી ખલાસ થઇ જશે. હર્ષલે નર્સને કહ્યુ ‘ ડોક્ટરની ફરજ છે અમને ચેતવવાની પણ આપણે થોડીક વાર તે કાઢીયે અને જોઇએ તકલીફ થશે તો પાછી ટ્યુબ ચઢાવતા વાર શું? પંદર મીનીટમાં તેમને કશુ ન થયુ પછી અર્ધો કલાક અને મને તો રીતસર ની બીક લાગે પણ હર્ષલ કહે તમે ચિંતા ના કરો તેમને ટ્યુબથી તકલીફ છે.
અને મારો અમેરીકાનો ડોક્ટર આ બધુ સમજીને કહે છે. ચાર દિવસે તો જેમની છેલ્લી ઘડીયો ગણાતી હતી તે સાવ સાજા હોય અને અહીંથી મને ઘેર લઇ જાવની વાત ઉપર આવી ગયા.
મને કહેવા દે આવુ જોખમ હું કે કોઇ બહેનો ના લેત, દિકરા અને દિકરી માં ફેર છે અને બંને નુ સ્થાન તેમની રીતે અલગ છે. કદાચ તેનુ કારણ બંને નો અલગ ઉછેર પણ હોય. આ પ્રસંગે પોતાના કેટલા અને પારકા કેટલાનો પરિચય થઇ ગયો. એક્વીસ દિવસની માંદગીમાં ત્રણ પ્રકારનાં સગા અને સબંધીઓ જણાયા.. કેટલાક્ને માટે આ લોટરી હતી ( દવાખાનુ દવાની દુકાન અને દાક્તરો માટે); કેટલાક્ને માટે આ મો સંતાડવાનો કે બહના કાઢવાનો ઉત્સવ હતો; જયારે કુટુંબ માટે જીવન મરણ નો પ્રશ્ન હતો બધાએ તેમનો રંગ બતાવ્યો.

મનમાંથી એક્જ આહ નીકળે છે જો કશું હતુ નહિ તો આ દોજખ અમને પ્રભુ એ કેમ બતાવ્યુ?

પછી રહી રહીને જવાબ મળે છે કર્મનાં બંધન બીજુ શું? તબિયત સાચવજો અને અમારા વ્યાજ્ને ઉછેરી ગુણ અને સંસ્કારનો સરસ વડલો બનાવજો.

તે ફોન ઉપર જણાવ્યુ તેમ તુ પરિક્ષામાં સફળ થયો તે આનંદની વાત છે. અમારા અભિનંદન.
તારુ સુંદર કાર્ડ અને બા માટે કરેલી પ્રભુ પ્રાર્થના સ્વરુપ કવિતા વાંચી તેની અને ઘરનાં સૌની આંખો ભીની થઇ હતી.
તારુ આધ્યાત્મીક જ્ઞાન તને આવી સુંદર વાણી અને ભાવો આપે છે. તારો સાહિત્યિક બાબતે થતો વિકાસ જોઇને ગર્વ અને આનંદ અનુભવાય છે. જે હું થવા ઇચ્છતો હતો તે કવિનું સ્વપ્ન તારામાં પુરુ થતુ દેખાય છે.

શીખાની અને તારી આ માંદગીમાં ખુબ જ ખોટ સાલી પણ અંતે જેનુ સારુ તેનુ બધુ સારુનાં ન્યાયે હવે બધુ થાળે પડતુ જાય છે.
મોટાભાઇનાં આશિષ

 
પૂ. મોટાભાઇ (બે) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:25

આપનો પત્ર મળ્યો

આપની વાતો સાચી છે ખંત થી રહેવુ જોઇએ અને કરક્સરથી રહેવુ જોઇએ..જે કરકસરથી હું રહેતો નથી. કારણ તો એવુ ખરુંકે હું મારા બીનજરુરી ખર્ચને જરુરી બનાવી દેવાની કુટેવ વિકસાવી ચુક્યો છું. હમણાનીજ વાત કહું અંશ તો હજી 12 વર્ષનો છે અને મેં તેને તેનું ઘરકામ કોમ્પ્યુટર ઉપર કરતો જોયો.એટલે મેં કહ્યું તને લેપટોપની જરુર ખરી? એટલે એણે ભોળા ભાવથી હા કહી અને મેં તેને તે ભણે છે અને કોમ્પ્યુટર્ની જરુર છે તેમ વિચારીને 2300 ડોલરનું કોમ્પ્યુટર અપાવ્યુ કુલ રુપિયામાં ગણુતો 95000 રુપિયા થાય.
મારી અંદરનો “બાપ” અતિ પ્રસન્ન થયો. મોડે મોડે સમજાયુ કે તે લેપ ટોપ તેને માટે જરુરિયાત ઓછીને સ્ટેટસ સીમ્બોલ વધુ હતુ.આ કરકસર નહોંતી કદાચ ખોટોખર્ચ હતો પણ મેં મનને મનાવ્યુ કે આ ખર્ચ નથી આ અંશને આપેલુ રુપાળુ સ્વપ્ન છે.

 
પ્રિય સોહમ (એક) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:23

તારો લાગણીથી નિતરતો પત્ર મળ્યો.

તુ જ્યારે અમેરીકા જવુ કે ન જવુ ની દ્વિધામાં અટવાતો હતો ત્યારે તને કહેલા શબ્દો અત્યારે ફરી થી દોહરાવુ છું “અમે તો પીળુ પાન હવે કેટલુ જીવશું તે ખબર નથી પણ તારી ફરજ તારા સંતાનો માટે પણ એટલીજ છે ને કે જો તેમનુ ભવિષ્ય બનતુ હોય તો તારે જવુ જોઇએ” તારો પ્રત્યુત્તર પણ હતો કે તુ જે અમારા ઘડપણ નો ટેકો બનવાનો હતો તે ખરે સમયે ટેકો ન બનતા તને તકલીફો થતી હતી.

ધર્માચરણ થી અમે એટલુ તો શીખ્યાં છે કે અન્નજળ હોય ત્યાં સુધી સાથે છીયે પણ મનથી તો આ સબંધ અમર છે. તેથી તુ અમારી ચિંતા ન કર અને સુખેથી તારા સંતાનોને ભણાવ. પહેલાનાં જમાનામાં વિદેશથી લોકો આપણા દેશમાં ભણવા આવતા હતા જેનુ કારણ “જ્ઞાન” હતુ પણ વીસમી સદીમાં આપણે ત્યાં ભણવા જઇએ છે તેનુ કારણ “વિજ્ઞાન” છે.
દરેક સંતાનો તેમનુ માગતુ લેવા આપણે ત્યાં આવે છે અને તેમના સમયે તે માળો છોડી જાય તો અફસોસ ન હોય.તુ પણ અમારી સાથે આ રહ્યો તેથી લગાવ વધારે રહે. પણ તે હરિ ઇચ્છા. ફરીથી એજ વાત કરું તો પ્રયોગ તરીકે ભલે તુ તેમની સાથે રહે. અહીંનુ ઘર તારુ જ છે અને તારા માટે તે દ્વાર કદી બંધ થવાનાં નથી.

તેં તારા બચપણની વાત લખી ત્યારે તે વાત ફરી યાદ આવી કે અમારી ઇચ્છા તો બચપણથીજ તુ ડોક્ટર બને તે હતી અને એફ વાય બી એસ સી માં તુ મર્યાદા પર આવીને અટકી ગયો અને તને મેડીકલ કોલેજ માં દાખલ થાવાનો યોગ ના માળ્યો ત્યારે સૌથી નિરાશ હું હતો તે વાત ની તને ખબર હતી. અને મને સારુ લગાડવા તેં પેરા મેડીકલ વિષયો લીધા. મને તે વખતે તારા માટે થૉડાક પૈસા ખર્ચીને દોડધામ કેમ ન કરી તે વાતનો હજી યે અફસોસ છે.

આ વાત એટલા માટે તને યાદ કરાવુ છું કે બંન્ને બાળકોને ભણતર માટે પેટે પાટા બાંધીને પણ ભણાવવા પડે તો ભણાવજે કે જેથી મારા જેવો અફસોસ નો ભોગ તુ ના બને. ભણતર એ સૌથી ઉચ્ચ કર્તવ્ય છે.સંસ્કાર છે અને મા બાપ નુ અભિમાન પણ..

તારી બાને ડાયાબીટીસ કાબુમાં રહે છે. તારો પત્ર આવે તે દિવસ અમારા બંને માટે આનંદનો દિવસ હોય છે કેમકે તમારા જવા થી સર્જાયેલો શુન્યાવકાશ તે દિવસ પુરતો ભરાઇ જાય છે.પત્ર આવે તો મળ્યા જેટલો આનંદ થતો હોય છે.

શીખા,આશ્કા અને અંશને વહાલ, તબિયત સાચવશો, ખંત કરકસરથી અને સાચવીને રહેશો દર રવિવારે મંદિર જવાનુ રાખો છો તે જાણી આનંદ.

મોટાભાઇનાં આશિષ.

 
પૂ. મોટાભાઇ-(એક) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:18

દસ હજાર માઇલ દુર અમેરીકાનાં ખુણામાં જઇ બેઠેલા આ દિકરાનાં સાદર શત શત પ્રણામ…

આમ તો ટેલીફોન ઉપર વાત થઇ શકે છે પણ કોણ જાણે કેમ એ વાતો થી કદી મન તૃપ્ત થતુ નથી હોતુ અને એક અફસોસ મન ને કોર્યા કરે છે. તમે સુખ શાતામાં છો ખરાને? તમારા અવાજ ઉપરથી તમે કહો કે ના કહો મારુ મન તમારી વ્યથાઓ કલ્પીને સદાય વ્યથિત થઇને રહેતુ હોય છે.તેથી આ પત્રોનાં પાના ભરવાનાં શરુ કર્યા.

મને યાદ છે કે તે વખતે કદાચ હું 8માં ધોરણમાં હતો અને રાણા પ્રતાપ ઉપરનું ચલચિત્ર ‘ચેતક’ ની એક વિજ્ઞાપન પરથી હું ચિત્ર દોરતો હતો અને તે ચિત્ર પુરુ કરી હું તમને બાળ જિજ્ઞાસા વશ શાબાસીની અપેક્ષા સાથે આવ્યો અને તમે તે ચિત્ર જોઇ અતિ પ્રસન્ન થયા.અને સમજાવ્યું કે આંખને જિવંત જેવી બતાવવી હોય તો કીકીનું સફેદ ટપકુ યોગ્ય સ્થાને હોવુ જોઇએ.

મને તો ટકોર જચી નહિ તેથી બીજુ ચિત્ર ત્રીજુ ચિત્ર અને એમ જ બેઠા બેઠા 4 ચિત્રો બનાવ્યા પણ તેમના સુચન પછીનાં ચિત્રો વધુ સારા બનતા ગયા પણ પછી એ ચિત્ર ઉપર કંટાળો આવતો ગયો.

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 5 કુલ- 6
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries