વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 15 મહેમાનો ઓનલાઈન

રમુજ

પિતા દીકરીના પ્રેમીને કહે : હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.

પ્રેમી : એટ્લા માટેજ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર સાહિત્ય પ્રત્યંચા વિજય શાહ
વિજય શાહ

હ્યુસ્ટ્ન,ટેક્સાસ,અમેરીકા
13727 Eldridge Springs way
Houston TX 77083
281-564-5116પ્રિય સોહમ (આઠ) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 21:33

તારો લાગણીથી નિતરતો પત્ર મળ્યો.

હા એ કદાચ કરમોની કઠણાઇજ.. કે તુ અહિ હતો ત્યારે તબિયત સારી હતી અને હવે નથી ત્યારે પડ્યો અને મોટુ ઓપરેશન કરવુ પડ્યું. અત્યારે તો થાપાનાં ઓપરેશન પછીની દેહ પીડા ભોગવું છું. તમે બધા મારી તકલીફોથી માનસિક રીતે પીડાવ છો જ્યારે હું બંને પીડાઓ જેવી કે શારીરીક અને તમારા બધાની માનસિક પીડાનું હું નિમિત્ત છું તેમ બંને રીતે પીડાઉં છું.

‘ઘડપણ’ ઉપરનું આ કાવ્ય વાંચ્યું અને ઇચ્છા થઇ કે તને લખી જણાવુ કારણકે લેખકે જાણે મારા મનની વાત શબ્દ સ્વરુપે મુકી હોય તેવું મને લાગે છે.શ્વાસ શ્વસંતા સીત્તેર ગયા, લેખ લખંતા પચાસ થયા
કાળા હતા તે ધોળા થયા, ધોળા હતા તે થોડા રહ્યા
આંખનાં દિવા ઝાંખા થયા, કાનના પડદા પો’ળા થયા
દાંત પડ્યા ને પેઢા રહ્યા, જીભનાં લોચા વળતા ગયા
પ્રભાત પહોરને બપોર ગયો, સાંજ ઢળીને રાત પડી
પડખાં ઘસતાં પરોઢ થયું તોય ન મનને ચેન પડ્યુ
વિસ્મૃતિનો વિકાસ થયો, સારાસારનો વિવેક ગયો
હાથપગમાં ધરતીકંપ, તો ય ન બેસે વાળી જંપ
કામના વકરી કરતી કૂદાકૂદ, મનમર્કટની હૂપાહૂપ
વળગેલું તે છૂટતું ગયુ, વળગેલા સૌ છોડતા ગયા

મન દુ:ખી થઇને રડવા ચહે છતા હવે રડવુ નથી આવતુ કારણ કે હજી મનમર્કટ તો સાબુત છે. મારા અંદર નો વડીલ / અધિકારી હજી એવા નશામાં છે કે તે સમજે છે કે કુકડો બાંગ પુકારશે તો જ સવાર પડશે. આ પત્રમાં મને કહેવા દે કે તુ અને તારી બા મને સદા કહ્યાં કરો છોને કે ધર્મ કરો જપ કરો તે વાત કંઇ હું સમજતો નથી તેવુ નથી પણ આ સતત પગની પીંડીઓ જ્યાં દુખ્યા કરતી હોય ત્યાં મન તે દુ:ખમાંથી બહાર ન નીકળેતો હું કેવી રીતે મનમાં પ્રભુનું નામ લઉં?

હા તુ હતો ત્યારની વાત જુદી હતી પરંતુ તે દિવસો હવે તો ગયા…

તારા પત્રમાં તુ વરંવાર દેશનિકાલાની સજાની વાત કરે છે ત્યારે એક વાત સમજ કે આ દેશનિકાલાની સજા જે તેં સ્વયંભુ લીધેલી છે. ધારે ત્યારે બદલી શકાય છે. હજી તારુ પોતાનુ ઘર અને પૈસા છે તેથી ‘ભુલ્યા ત્યાંથી ફરી ગણીયે’ વાળા ધોરણે પાછુ ફરી શકાય છે.અને તુ જો આવી શકે તો મારા ઘણાં માનસિક દુ:ખો ઘટી શકે પણ હવે તે શક્ય બને નહે.તેથી વધુ લખતો નથી
શીખા આશ્કાનાં કોલેજ ગમનને કારણે અને સોળ વર્ષ પછી આવતા દરેક પરિવર્તનોથી ચિંતિત હોય તે સમજી શકાય છે. પણ તે ચાર વર્ષ દરેક માતા આ પ્રકારનાં ભયોથી પીડાય તેમા નવું કશું નથી. ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું ..

જો કે આમ કહીં મેં પણ હંગામી સમાધાન મારે માટે મેળવી લીધુ તેમ કહુ તો કશુ ખોટુ નથી.

તબિયત સાચવજો અને સંપર્કમાં રહેજો એમ કહી અટકુ?

મોટાભાઇનાં આશિષ

 
પૂ. મોટાભાઇ (આઠ) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 21:30

સાદર શત શત પ્રણામ

ગયા પત્રમાં આપે આપની તકલીફોનું વર્ણન કર્યુ. દુ:ખ અને ગ્લાની થી મન ભરાઇ ગયું ખાસ તો તમે લખ્યું કે

“જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે. ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત. રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે આ ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે ન સ્વિકારે તે ના સમજાય.”
શનીવારે તમે ત્યાં દૈહીક તકલીફોમાં હતાં અને હું પણ અહીં આકળ વિકળ હતો. જીવ બળતો હતો અને મનમાં થયા કરતુ હોય કે આ ” વનવાસ”ની સજા મને તમને અને તમારા પૌત્ર પૌત્રીને ભગવાને કેમ આપી હશે? ભૌતિક દુનિયા અને આધ્યાત્મનાં મારા સ્વપ્ના વચ્ચે આ “ડોલર”નું સ્ટીમ રોલર એવી ખરાબ રીતે મનને ખંડીત કરે છે કે જેની વાત નહિ. બાળકોનું ભવિષ્ય બનશે કે નહિ તે તો સમય કહેશે પણ તમારા ઘડપણ માં ન ઉપયોગી થઇ શકવાનું માનસિક કળતર અસહ્ય બની જાય છે.

 
પ્રિય સોહમ (સાત) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:59

તારો પત્ર મળ્યો.. શીખાની વાત તદ્દન સાચી છે અને તે રીતે હકારાત્મક વલણો અપનાવાય તો જિંદગી જરુર આનંદ દાયક બને. પણ ભાઇ 82 વરસનો મારો અનુભવ મને એટલુ તો જરુર સુચવે છે તન અને મન બે જુદા અશ્વો છે. તનને કાબુમાં રાખવુ ઘણું સહેલુ છે પણ મન નિત્ય યુવાન છે અને તેને કારણે દેહનાં દંડ ઉંહકારા નાખીને કે દવાઓ લઇને મટાડાય પણ આ મન મર્કટ કેમ નાથવુ તે ન સમજાય.
ખૈર! હમણા છાપામાં 911ને કારણે વિના કારણ હેરાન ગતિનાં સમાચારો આવે છે અને મન વિહ્વળ થઇ જાય છે અને પાછુ એવુ પણ સાંભળ્યુ કે સરદાર કોમને બીન લાદાન ના અનુયાયી સમજી ને પાછા જાવ તેવુ કહે છે અને શાહ એટલે મુસ્લીમ તેમ માનીને પણ ખુન્નસથી હેરાન કરાય છે તેથી વધુ ચિંતા થાય… કદાચ અંશને ગન બતાવીને લુંટી લીધો તેની પાછળ કોઇ આવુ કારણ તો નહીં હોયને..? તમે બધા સમજુ અને વહેવાર કૂશળ છો તેથી વધુ કહેવાનું ન હોય પણ બે વાત દરેક કાળે સાચી છે તે અત્યારે લખુ.1. ચપટી ધુળનો સમય આવે ઉપયોગ નીકળે.
જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે મારા બાપુજી કોઇ પણ વસ્તુ ફેંકી દેતા પહેલા બહુ વિચારે. તેમના મનમાં એવું કે ક્યારેક ભાંગ્યુ તુટ્યુ ખપમાં આવે. જો કે આવા કારણોસર ઘર હંમેશા વણ જોઇતી વસ્તુનાં ઢગલાથી ભરાતુ રહેતુ અને અમને ઘણી વખત નાનમ પણ આવતી પરંતુ એક વખત તેમને ત્યાં જ્યારે ચોરી થઇ ત્યારે લગભગ ચોરોને હાથ કોઇ પણ કામની વસ્તુ મળી નહોંતી.. કદાચ ઘર ખોલવાની તેમની મહેનત તેમને માથે પડી હતી. આ કહેવાનું બીજુ પ્રયોજન એ પણ છે કે માઠા સમયે આ ધુળ ચોક્કસ ખપમાં લાગે છે.

2. પહેલો સગો પાડોશી તેથી તેમની સાથે સારા સબંધો રાખવા.
તમે ત્રણેય ભાઇ બહેનો અમેરીકાનાં ત્રણ ખુણે છો તેથી કોઇ આવી આપત્તી આવી પડે તો પડોશી પહેલા ખપ માં આવે તેથી વખતો વખત તેમના સુખ દુ:ખમાં સાથ આપવો અને વાટકી વહેવાર કે ત્યાંની ભાષામાં કોફી કે કેક વહેવાર રાખવો. આ સબંધો ઘણી વખત મોટી તકલીફોમાંથી બચાવતા હોય છે.

હમણા અહીં ધરતીકંપને કારણે મકાનો માં નાની વા તડો પડી છે. જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે. ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત. રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે આ ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે ન સ્વિકારે તે ના સમજાય.

ખૈર! ધર્મ અને કર્મનાં નામે તેને શાંત કરવા મથીયે અને ડોક્ટરને કહીયે એટલે એક વધુ દવા આવે અને ઉંઘી જવાની વાત આવે. બાકી બધુ અહી જેમ છે તેમ છે. તારા પત્રો આવે છે તેથી મળ્યા જેટલો સંતોષ થાય છે. દિવાળી નજીક આવે છે અને ધડાકા આખી સોસાયટીમાં થશે…પણ આપણા ઘરે ઘીનાં દિવા માત્ર.. કેમકે ધડાકા કરનારા આશ્કા અને અંશ અહી ક્યાં છે? ખરુને…

મોટાભાઇનાં આશિષ

 
પૂ. મોટાભાઇ (સાત) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:57

તમારો પત્ર મળ્યો.

અત્યારે અહિ પહેલી વખત તાપમાન 40 ફેરન હાઇટ જેટલું છે. વરસાદની સાથે સાથે થોડાક મોટા મોટા હીમ કણો રાત્રે પડે તેવી શક્યતા છે. સામેની ખાડીમાં પાણી ભરાતુ હતુ ત્યારે પહેલી વખત ફ્લેટ નીચે હોવાનો ડર લાગ્યો કારણ કે વરસાદને લીધે પાણી નું સ્તર વધે અને તેની સાથે જળચરોમાં દેડકાં અને સાપ આવી શકે.

જો કે કર્મ જ્ઞાન તો એમ કહેતુ જ હોય છે કે વણ જોઇતી ચિંતા ન કરવી પણ જરુર જેટલી સાવધાની પણ વર્તવી જોઇએ. સંત સમાગમમાં હમણા એક વાત આવી જે મને ગમી તેથી લખુ છું આશા છેકે તમને પણ તે ગમશે.

 
પ્રિય સોહમ (છ) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:55

તેં સુચવેલો ડાયરી લખવાનો રસ્તો તો બહુ જ ઉપયોગી નિવડી રહ્યો છે.

સમય નથી જતો વાળી ફરિયાદ હવે તેનુ સ્વરુપ બદલે છે અંને તારી બા હવે મને કહે છે તમે તો હવે લખ લખ જ કરો છો. જો કે તેમ કહી તે આનંદ જ વ્યક્ત કરે છે કારણ હું વ્યસ્ત રહું તો તેના ધર્મ ધ્યાનમાં મારા કારણે થતો હસ્તક્ષેપ ઘટે છે.

આજે તને મારા જીવનમાં અસર કરી ગયેલા મારા બોસની સલાહ વાળી બે વાત લખું છું આશા છે કે તે તને ગમશે.

નવો નવો સરકારી નોકરી ઉપર લાગ્યો હતો અને તે સમયે ગ્રામ સેવક્ની ભરતીનો સમય શરુ થયો હતો. સોમાકાકા જે મારા સાહેબ ઉપરાંત વડીલ હતા તેઓ ઇંટરવ્યુ શરુ થતા પહેલા મને અને રમણભાઇને કહેવા આવ્યા.

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 6
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries