પૂ. મોટાભાઇ (દસ) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 21:39
Share

સોહમનાં પ્રણામ

આપના પત્રની બધીજ વાત સાચી છે. કદાચ છત્ર છાયામાંથી બહાર નીકળ્યા પછી મેં મારી જિંદગીને બહુ ગંભીરતાથી લેવા માંડી હતી અને તેથી ચોક્કસ સિપાહીની જેમ હું મારા કુટુંબને કોઇ પણ પ્રકારે દુ:ખ ન પડે તેની સાવચીતી રાખતા રાખતા ક્યારે દુ:ખો શોધવાની કુટેવ કેળવી બેઠો તે ન સમજાયુ. સુખદ પ્રસંગો તો ઘણા છે પણ કોણ જાણે કેમ તમને વાત કરું ત્યારે જાણે મન ખાલી થતુ હોય તેવા ભાવો આવે અને તેમા જે જિંદગીની અગત્યની બાબતો ભુલાવા માંડી. હું મારા કાન પણ પકડીશ કારણ કે તમને હકારાત્મક અભિગમો કેળવો તેવુ કહેતા કહેતા મેં મારો હકારાત્મક અભિગમ ક્યારે ગુમાવી દીધો તે ન સમજાયુ.
આપની સાથે આજે અમારા સુખનાં પ્રસંગો વ્યક્ત કરું.

 

 • એક પછી એક એમ બે વર્ષનાં ટુંકા ગાળામાં 3 બેંક લોન વડે 3 કાર લીધી. તે ત્રણેય કારોને જ્યારે ઘરનાં આંગણે પાર્ક કરેલી હું જોતો ત્યારે પહેલો વિચાર સુખનો જ આવતો..પછી થતું કે હપ્તા અને તે ગાડીઓનાં વિમામાં 1300 ડોલર જતા એટલેકે શીખા નો આખો પગાર જતો. પણ તેનાથી બંને છોકરા અને હું રાજી હતા.

 • વર્ષનાં અંતે જ્યારે માર્કેટીંગમાં ઓફીસમાં સર્વ પ્રથમ આવ્યો ત્યારે જે બહુમાન થયું ત્યારે તમને સંભાર્યા હતા.મારે માટે બ્રાંચ મેનેજર જે સારા અભિપ્રાયો આપતા તે આનંદ દાયક હતુ.

 • આ વર્ષે આશ્કા અને અંશ બંને સ્નાતક થશે..આશ્કા કોલેજમાં અને અંશ નિશાળમાં પણ તે અમારા માટે તો આનંદનો જ વિષય છે જ ને?

 • વળી અંશને તેના કોમ્પ્યુટર ક્લબનાં માનદ કાર્ય માટે 5000 ડોલર જેટલો પુરસ્કાર મળ્યો તે તેની નવી કોલેજ જિંદગીની શરુઆત માટે મોટો ટેકો હતો..

 • આમ સુખો પણ આ ચાર વર્ષ દમ્યાન ઘણા મળ્યા. પણ તમે સાચુ જ કહ્યું કે સુખ ને માણવુ એ પણ કળા છે,, કદાચ તે માણવાને બદલે મેં દુ:ખ શોધ પ્રવૃત્તિને મુખ્ય બનાવી હતી.


વડીલ તરીકે તમે મને મારી તે કચાશ તરફ ધ્યાન દોરી મોટો ઉપકાર કર્યો. વળી આજે ડો મયુરે એક સરસ ઇ મેલ મોકલી તેનો ગુજરાતી તરજુમો અત્રે મુકુ છુ જે તમને પણ ગમશે તેવી અપેક્ષા સહ અટકું.

 • સતત બદલાતી દુનિયાનાં બદલાતા વલણોથી ના ડરો,

 • નિર્ભય બની બદલાતા રહો

 • દરેક બદલાવ લાવશે નવી ખુશી.

 • ખુશીને રહો માણતા સદા કે જેથી ન થાય અફસોસ જ્યારે થાય તે જુની.

 • ખુશી છે રાહ ચીંધતી હરદમ નવી દિશાઓની, નવી ખુશીઓની.

 • તેથી તો કહું ખુશીઓને સુંઘતા રહો, માણતા રહો, પામતા રહો.

 • સુખ ઘટે તે પહેલા નવું સુખ શોધતા રહો

 • જુની માન્યતા નવા સુખો કદાચ ના લાવે તેથી જ કહુ

 • નવા સુખોને શોધવા બદલાવને અપનાવો.

 • કારણ બદલાવ જ નવુ સુખ લાવે છે

 • બદલાવ સતત છે

 • બદલાતા રહો નહિતર ખુશીઓ સુકાતી જશે

 • નવી ખુશીઓ પણ સતત બદલાતી હોય છે.

 • નવી દિશાઓ દેખાય તેનો તુરંત સ્વિકાર.

 • તે રાહ છે જિંદગીમાં સુખોને વાવવાનો

 • જે બદલાય તે નવા સુખો પામે ( કવચિત નવા દુ:ખો પણ)

 • ના બદલાય તે જુના મુલ્યે નવી ખુશીથી વંચિત રહી જાયે

 • બદલાનારો થયો ‘એપ’ વાનરમાંથી

 • આજનો આધુનિક અણુયુગી માનવ

***
આ સ્વાભાવાનુવાદ છે નીચેના ઇ-મેલ નો જે ડો મયુર કાપડીયાએ મને ભરુચથી મોકલ્યો હતો. 
Crux of the Book by Dr. Spencer Johnson : “Who moved my cheese”
તબિયત સાચવશો અને સુખાકારીમાં રહો તેવી પ્રાર્થના.

સોહમનાં વંદન

Share