વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 36 મહેમાનો ઓનલાઈન

રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર સાહિત્ય પ્રત્યંચા વિજય શાહ પ્રિય સોહમ-(ત્રણ)
પ્રિય સોહમ-(ત્રણ) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:41
Share

તારા જેવા ડાહ્યા અને ગુણિયલ સંતાનો માટે ભવોનાં ભવો માતા પિતા બની રહેવુ ગમે…

પણ આપણુ ધાર્યુ ક્યાં થાય છે? ધાર્યુ તો ઉપરવાળાનું થતું હોય છે. ઉમરનો તકાજો છે. હવે થાક લાગેછે અને ખબર પણ નથી કે આ ખાડામાંથી હવે કયા ખાડામાં બીજો જન્મ મળવાનો છે. જન્મની વેદના કરતા તે પહેલા આવનારું મૃત્યુ કેવા કેવા દુ:ખો લઇને આવશે તે વિચારી વિચારીને મન બહેરું થઇ જાય છે. મનમાં સંતોષ છે તમે સૌ ભાઇ બહેનો પોત પોતાનો સંસાર સારી રીતે નિભાવો છો. પણ અમારા સંસારની કથા કરવા જઉં તો એક વાત સ્પષ્ટ છે લાંબુ આયુષ્ય જો પરવશ બનીને જીવવાનુ હોય તો તે શ્રાપ છે.તુ કદીક કહીશ કે મોટાભાઇ તમે તો ખમીરવંત અને ખુબ જ મજબુત મનનાં આખા કુટુંબનાં મોભી છો અને આવી પોચકા મુકતી વાતો શીદને કરો છો?

ભાઇ મને એમ હતુંકે સીત્તેર બોંતેર થશેને ઉકલી જઇશું તો થોડુક વંશજોને આપતા જઇશું.. પણ આ આયખું તો ખુટતું જ નથી..શાંતિ આત્મધ્યાન કે ધર્મ ની વાતો કરવાનાં સમયે શરીરનાં દુ:ખો બહુ જ હેરાન કરે છે. તારી બા જે વારંવાર કહે છે આ છોડો બધી જફા અને લો હાથમાં માળા.. પણ આ થાકેલા દુ;ખતા શરીર સાથે મનનો અશ્વ ફરી ફરી એજ વીતી ગયેલી જિંદગી અને તેના સારા નરસા વિચારોનં વન્ય પ્રદેશોમાં બે-લગામ ઘુમ્યા જ કરે છે.

સાચી વાત કહું? તારા ગયા પછી હું માનતો હતો તેવું કશું થતુ નથી. અને જે બધુ થાય છે તે કદી અમારી સાથે થશે તેવુ વિચારેલું પણ નહિ. તુ હતો ત્યારે શાંતિથી બપોરે બે કલાક સુઇ જતો રાતનાં પણ આરામથી સુતો હતો કેમકે જુવાન ડાહ્યો અને વિનયી દિકરો ઘરનો આધાર સ્તંભ બનીને રહેતો હતો. તારી બાનાં વરસી તપ કે ઉપધાન તપશ્ચર્યામાં બધા ખડેપગે તેમને ધર્મધ્યાનમાં ઉપયોગી થતાં અને કેટલો વિનય અને આદર આપતાં તે વિચારી મન ગદ ગદ થઇ જાય.

ઘરમાં ખુટ્યુ વધ્યુ કે સગુ વહાલુ આવે ત્યારે સરભરા અને ચાકરી કરનારા ચાકરી ‘સ્વ’ ભાવ થી કરતા હતા. કોઇ બાબતનું ધ્યાન રાખવાનું નહિ. અને એ નિશ્ચિંતતા રહેતી જ કે શીખા કે સોહમને સોંપાયેલ કામ થાય જ. તેમાં જોવાનુ જ નહિ.

આજે તમારા બે ને બદલે ઘરમાં કામવાળી, રસોયણ, કાર ડ્રાઇવર, માળી અને ચોવીસ કલાકની નર્સ હોવા છતા તે નિરાંતની ઉંઘ આવતી નથી કદાચ તે ‘પર’ ભાવ છે ચાકરો ને કહેવું પડે દિકરાઓ તો કહેતા પહેલા બધુ જ કરી દે. આતો મારા મનનો ઉકળાટ કહું છું તેથી તારે અહિ દોડી આવવાની જરુર નથી..તુ તારા યજ્ઞમાં તારી આહુતી આપ. ફરી થી કહું તો પીળા પાનની વ્યથા પીળુ પડી ગયેલુ પાન જ સહે..દાંત નથી પણ ખાવાની વૃતિ ઘટતી નથી. ખાંડીને ખાધેલુ બરોબર પચતુ નથી અને તેથી પેટ સાફ નથી આવતુ, બેઠાબેઠ શરીર વધે છે અને પેલુ ગીત મન ને વારંવાર સંભળાયા કરે છે
અંગનાતો પરબત ભયા ઔર શેરી ભઇ બીદેશ

શાસ્ત્રીજીનું કહેવું છે મારી તાંબાનાં પાયે પનોતી જુલાઇ સુધી છે અને પછી જેટલુ જીવ્યાં તેટલુ બોનસ. એક વખત હવે આવી જા. અંતિમ સફરની તૈયારી થાય ત્યાં સુધીમાં તમે બંને સમય કાઢીને આવી જાવ.. પછી તો અન્નજળ હશે તો મળશુ. તારી બાની પણ મને ચિંતા ખાયે જાય છે. તમે બંને ભાઇઓ ડાહ્યા છો પરંતુ અહિ એની સાથે તો કોઇ નહિને? વ્યથીત મનથી લખાયેલ આ પત્ર કદાચ અગાઉ ઘણા પત્રોની જેમ કચરા પેટીમાં કાલે સવારે નાખી દઇશ. અત્યારે તો મન હળવુ કરવા જે વિચારતો હતો તે તને લખી દીધુ. રાત પુરી થતી જણાય છે. તારી બા ઉઠશે તેથી અહિ અટકુ અને સુવાની કોશિષ કરુ.
મોટાભાઇનાં આશિષ.

 

Share
 
Zazi.com © 2009 . All right reserved