પૂ. મોટાભાઇ (ત્રણ) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:38
Share

શીખાની અને તારી ખોટ ખુબ જ સાલી શબ્દોને વાંચી ખુબ જ મન ભરાઇ ગયું.

ખબર નહિ ક્યા પાપનો ઉદય જે દેશનિકાલાને વિદેશગમનનું રુડુ નામ આપી સોનેરી સોણલાને આંખમાં સજાવી વિધાતા એ અમને આપની છાયામાંથી દુર કર્યા.
તમને કેમ કહું કે

અમે પણ અહિ સોનેરી ભ્રમોને પાળીયે છે.
કાલે ઉઠીને છોકરા મોટા થશે અને તેમનુ પોતાનુ સ્વર્ગ થશે…
પછી મનમાં એક કસક ઉઠે કે આ અમેરિકા છે ભાઇ!
તમે જેવા છો તેવા તમારા સંતાનો નીકળશે
તે ભ્રમ છે ભાઇ સોનેરી ભ્રમ..!ખૈર.. કાલની વાત લખુ છુ. આશ્કા 12માં ધોરણમાં પાસ થઇ અને તેનુ graduation હતુ. સ્કુલમાં થતા આ ફંક્શનોમાં તેનો આખો વર્ગ હતો. બાપ તરીકે મને આગળ તે કેવી રીતે ભણશે તે ચિંતા હતી ત્યારે તે તો તૈયાર હતી લોન લઇને કોલેજમાં જવા. તે કોલેજ બસમાં જાય તેવો શીખાનો અને મારો ઇરાદો નહોંતો તેથી તે મને ઓફીસે છોડી મારી ગાડીમાં કોલેજ જતી… મહિનો થયો બોનસ આવ્યુ અને તેને માટે નવી ગાડી લીધી.

મને કોણ જાણે કેમ એમ લાગ્યા કરે છે કે આ ગાડી આશ્કાને અકસ્માતે છુંદી નાખશે..મા-બાપોને હોય તેવી સહજ ભીતી..આશ્કા શીખા જેટલી ચોક્કસ નહિ તેથી ચિંતા થાય.
શીખા કહે છે એવુ કશુ નહિ થાય છોકરા ભણાવવા આપણે આવ્યા છે તો જે જરુરી છે તે કરીયે..

અને મનમાં અમારો ભુતકાળ જન્મી ગયો તમે દસ પૈસા બચાવવા 3 માઇલ ચાલતા હતા કે બા ઘઉંનો લોટ ઘંટી એ મુકવાને બદલે ઘર ઘંટીમાં કસરત નામે દળી નાખતા.. હવે આ અમારો સમય છે. પેટે પાટા બાંધી અમારા છોકરાને ભણાવવાનો..

ધર્મગ્રંથો કહે છે તેમ
હવે અમારુ ધર્મચક્ર સંસ્થાપીત કરવાનું છે..
દાદાએ એકમ રુપે રચવાનું શરુ કર્યુ હતુ
તમે દસક રુપે કર્યુ
મારે તે શતક્ રુપે કરવાનું છે.

આપના આશિર્વાદો થી ઉજળા છીયે કંઇ કેટલીય વખત કહ્યું અને હજી કહેવુ ગમે છે કારણ કે તમે જે કર્યુ તે સર્વ હવે અમને સમજાય છે કારણ તે કરવામાં ફક્ત એકલી વાત્સલ્યમયી તરસ હોય છે.. શું કરું તો મારું સંતાન ખીલે..એ વાત્સલ્યમયી તરસ આજે આશ્કા અને અંશ માટે જન્મે છે અને કૃતજ્ઞતાનો ભાવ આપને માટે મનમાં આદર સ્વરુપે ફુટે છે. આજે મધર ડે છે ત્યારે સ્ફુરયુ તે લખુ છુ અને એ વાત્સલ્ય પાન માટે કોટી

કોટી આભાર,પ્રણામ અને આદર ભર્યા સન્માન
બા-મોટાઇ તમારા અંતરનું અમિ તો આકંઠ પીવડાવ્યું
અને સંસ્કાર વર્ષા પણ કરી અનરાધાર
પોષણ, શિક્ષણ અને લાલન પાલન
તો દીધા સવાયા બા મોટાઇ
સંસારા સંગ્રામે જીતવા દીધી કળાઓ હજાર
અને હજી દો દુલાર દરેક શ્વાસે શ્વાસે
આટલું આપ્યુ છતા હજી એક વરદાન વધુ માંગુ?
મોક્ષ નથાય ત્યાં સુધી બની રહેજો
દરેક ભવે અમારા બા મોટાઇ

બા સંપૂર્ણ સાજા થઇ જશે અને તમે પણ હવે સ્થિરતા તરફ વળશો તેવી પ્રભુ પ્રાર્થના

સોહમ-શીખાનાં પ્રણામ

Share