પૂ. મોટાભાઇ (બે) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:25
Share

આપનો પત્ર મળ્યો

આપની વાતો સાચી છે ખંત થી રહેવુ જોઇએ અને કરક્સરથી રહેવુ જોઇએ..જે કરકસરથી હું રહેતો નથી. કારણ તો એવુ ખરુંકે હું મારા બીનજરુરી ખર્ચને જરુરી બનાવી દેવાની કુટેવ વિકસાવી ચુક્યો છું. હમણાનીજ વાત કહું અંશ તો હજી 12 વર્ષનો છે અને મેં તેને તેનું ઘરકામ કોમ્પ્યુટર ઉપર કરતો જોયો.એટલે મેં કહ્યું તને લેપટોપની જરુર ખરી? એટલે એણે ભોળા ભાવથી હા કહી અને મેં તેને તે ભણે છે અને કોમ્પ્યુટર્ની જરુર છે તેમ વિચારીને 2300 ડોલરનું કોમ્પ્યુટર અપાવ્યુ કુલ રુપિયામાં ગણુતો 95000 રુપિયા થાય.
મારી અંદરનો “બાપ” અતિ પ્રસન્ન થયો. મોડે મોડે સમજાયુ કે તે લેપ ટોપ તેને માટે જરુરિયાત ઓછીને સ્ટેટસ સીમ્બોલ વધુ હતુ.આ કરકસર નહોંતી કદાચ ખોટોખર્ચ હતો પણ મેં મનને મનાવ્યુ કે આ ખર્ચ નથી આ અંશને આપેલુ રુપાળુ સ્વપ્ન છે.


મા બાપ જ્યારે ટકોર કરે ત્યારે એમ સમજવુ કે તે 100% હિતકારી હોય છે.
આ પત્ર લખાતો હતો ત્યાં બાની માંદગીનાં સમાચાર જ્યારે કિંજલે એટલાંટાથી આપ્યા ત્યારે મન અતિ વિહ્વળ બની ગયુ. પહેલા સેમેસ્ટરની પરિક્ષાઓ માથે હતી અને તમને હોસ્પીટલ અને માંદગી બંન્ને એ વિહ્વળ બનાવ્યા હતા. દસ હજાર માઇલની દુરી તો નડતી જ હતી પરંતુ વરસમાં રોગ ઘર કરી જશે તેવી તો કલ્પના પણ ક્યાંથી હોય? પારુલબેન્ અને જાહ્નવીનાં વર્ણન પરથી તો એમ જ લાગ્યું કે આઇ.સી.યુ. માં બહુ ગંભીર રીતે જિંદગી માટે તે ઝઝુમી રહ્યા છે. હર્ષલભાઇનો કેલિફોર્નીયાથી ફોન હતો કે તુ ચિંતા ન કર અને પરિક્ષાઓ આપી દે તે તાબડતોડ જવા નીકળી રહ્યો છે.
દરેક પ્રસંગ નવુ શીખવાડી જતો હોય છે. બસ કિંજલ્ નાં ફોને એક વાત સ્પષ્ટતા થી કહી કે જીવનમાં ધારેલુ તો ધણીનું જ થાય છે. અને દરેક ઘટનાઓ તેની રીતે ઘટતી હોય છે. હજી તો વરસ થયું છે અને સારા સાજા માણસોને એવા તે કેવા રોગો લાગી જતા હોય કે તત્કાલીક તબીબી સહાય માટે દાખલ થવુ પડે અને સતત દેખરેખ આપવી પડે?
ફોન ઉપર તો વાતો થઇ છે અને જરુર પડશે તો આવી પણ જઇશ પણ આ અસમંજસ નો કોઇ અંત નથી. પ્રભુ પ્રાર્થના અને સમયસર માવજતથી તેઓ આ ઘાતમાંથી ઉગરી તો જશે પણ મને દસ હજાર માઇલની દુરી ખુબ જ ડંખે છે. મારો આર્દ્ર ભાવ અને ચિંતા જોઇ શીખા પણ વ્યથિત રહે છે. મારા મન નો ઇલાજ તો તમને ખબર છે જ. અને ડાયરીમાં ટપકાવ્યું તે તમને વાંચવા મોકલુ છુ.

 

મીઠા જળનું હુ માછલુ ખારારે વિદેશી જળ

કેમ કરી રે જીવાય અહીંયા, એકલતા દે ડંખ,

વતન માં સૌ સ્નેહીઓ, એકલતાની આ પળ

દે મને ઓ પ્રભુ ઊડવાને, તહીં મનપંખ.

મમતાનુ નામ મોહ તેથી આકળ વિકળ

આક્રંદે મન જ્યારે લુંટાય, સોના જેવી લંક.

મા બાપ વતનૅ, ને અહીં સંતાનો સજળ

આંસુ બનીને ખરતો દિ’,મન તો જાણે અંધ.


આ લખ્યા પછી મનનો ઉચાટ થોડો શમ્યો છે અને પ્રભુ ઉપર ભરોંસો રાખીને શાંત થઇ જઇશ .

રહી રહીને પેલી ક્રિપ્ટો ક્યુબની રમત યાદ આવે છે જેમા મોટો ચોરસ દરેક બાજુમાં નવ ચોરસ અને છ રંગ… એક ચોરસ બદલાય અને પાછળનુંચોરસ પણ બદલાય.. ક્યારેય છ રંગ નાં નવ ચોરસ એક જ બાજુ પર આવે જ નહિ. વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય તે બદલી નાખે. હર્ષલ ભાઇ આવે છે તેથી મહદ અંશે બધુ ઠીક થઇ જશે. તબિયત તમારી પણ સાચવશો.મારે લાયક કોઇ કામ હોય તો ચોક્કસ જણાવશો. મને ખબર છે આ પત્ર મળતા કદાચ હજી અઠવાડીયું થશે ત્યાં સુધીમાં બાની તબિયત સારી થશે અને આઇ.સી.યુ.માંથી બહાર આવી જશે તેવી પ્રભુ પ્રાર્થના.
સોહમ નાં પ્રણામ,

Share