પ્રિય સોહમ (એક) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:23
Share

તારો લાગણીથી નિતરતો પત્ર મળ્યો.

તુ જ્યારે અમેરીકા જવુ કે ન જવુ ની દ્વિધામાં અટવાતો હતો ત્યારે તને કહેલા શબ્દો અત્યારે ફરી થી દોહરાવુ છું “અમે તો પીળુ પાન હવે કેટલુ જીવશું તે ખબર નથી પણ તારી ફરજ તારા સંતાનો માટે પણ એટલીજ છે ને કે જો તેમનુ ભવિષ્ય બનતુ હોય તો તારે જવુ જોઇએ” તારો પ્રત્યુત્તર પણ હતો કે તુ જે અમારા ઘડપણ નો ટેકો બનવાનો હતો તે ખરે સમયે ટેકો ન બનતા તને તકલીફો થતી હતી.

ધર્માચરણ થી અમે એટલુ તો શીખ્યાં છે કે અન્નજળ હોય ત્યાં સુધી સાથે છીયે પણ મનથી તો આ સબંધ અમર છે. તેથી તુ અમારી ચિંતા ન કર અને સુખેથી તારા સંતાનોને ભણાવ. પહેલાનાં જમાનામાં વિદેશથી લોકો આપણા દેશમાં ભણવા આવતા હતા જેનુ કારણ “જ્ઞાન” હતુ પણ વીસમી સદીમાં આપણે ત્યાં ભણવા જઇએ છે તેનુ કારણ “વિજ્ઞાન” છે.
દરેક સંતાનો તેમનુ માગતુ લેવા આપણે ત્યાં આવે છે અને તેમના સમયે તે માળો છોડી જાય તો અફસોસ ન હોય.તુ પણ અમારી સાથે આ રહ્યો તેથી લગાવ વધારે રહે. પણ તે હરિ ઇચ્છા. ફરીથી એજ વાત કરું તો પ્રયોગ તરીકે ભલે તુ તેમની સાથે રહે. અહીંનુ ઘર તારુ જ છે અને તારા માટે તે દ્વાર કદી બંધ થવાનાં નથી.

તેં તારા બચપણની વાત લખી ત્યારે તે વાત ફરી યાદ આવી કે અમારી ઇચ્છા તો બચપણથીજ તુ ડોક્ટર બને તે હતી અને એફ વાય બી એસ સી માં તુ મર્યાદા પર આવીને અટકી ગયો અને તને મેડીકલ કોલેજ માં દાખલ થાવાનો યોગ ના માળ્યો ત્યારે સૌથી નિરાશ હું હતો તે વાત ની તને ખબર હતી. અને મને સારુ લગાડવા તેં પેરા મેડીકલ વિષયો લીધા. મને તે વખતે તારા માટે થૉડાક પૈસા ખર્ચીને દોડધામ કેમ ન કરી તે વાતનો હજી યે અફસોસ છે.

આ વાત એટલા માટે તને યાદ કરાવુ છું કે બંન્ને બાળકોને ભણતર માટે પેટે પાટા બાંધીને પણ ભણાવવા પડે તો ભણાવજે કે જેથી મારા જેવો અફસોસ નો ભોગ તુ ના બને. ભણતર એ સૌથી ઉચ્ચ કર્તવ્ય છે.સંસ્કાર છે અને મા બાપ નુ અભિમાન પણ..

તારી બાને ડાયાબીટીસ કાબુમાં રહે છે. તારો પત્ર આવે તે દિવસ અમારા બંને માટે આનંદનો દિવસ હોય છે કેમકે તમારા જવા થી સર્જાયેલો શુન્યાવકાશ તે દિવસ પુરતો ભરાઇ જાય છે.પત્ર આવે તો મળ્યા જેટલો આનંદ થતો હોય છે.

શીખા,આશ્કા અને અંશને વહાલ, તબિયત સાચવશો, ખંત કરકસરથી અને સાચવીને રહેશો દર રવિવારે મંદિર જવાનુ રાખો છો તે જાણી આનંદ.

મોટાભાઇનાં આશિષ.

Share