પૂ. મોટાભાઇ-(એક) છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 20:18
Share

દસ હજાર માઇલ દુર અમેરીકાનાં ખુણામાં જઇ બેઠેલા આ દિકરાનાં સાદર શત શત પ્રણામ…

આમ તો ટેલીફોન ઉપર વાત થઇ શકે છે પણ કોણ જાણે કેમ એ વાતો થી કદી મન તૃપ્ત થતુ નથી હોતુ અને એક અફસોસ મન ને કોર્યા કરે છે. તમે સુખ શાતામાં છો ખરાને? તમારા અવાજ ઉપરથી તમે કહો કે ના કહો મારુ મન તમારી વ્યથાઓ કલ્પીને સદાય વ્યથિત થઇને રહેતુ હોય છે.તેથી આ પત્રોનાં પાના ભરવાનાં શરુ કર્યા.

મને યાદ છે કે તે વખતે કદાચ હું 8માં ધોરણમાં હતો અને રાણા પ્રતાપ ઉપરનું ચલચિત્ર ‘ચેતક’ ની એક વિજ્ઞાપન પરથી હું ચિત્ર દોરતો હતો અને તે ચિત્ર પુરુ કરી હું તમને બાળ જિજ્ઞાસા વશ શાબાસીની અપેક્ષા સાથે આવ્યો અને તમે તે ચિત્ર જોઇ અતિ પ્રસન્ન થયા.અને સમજાવ્યું કે આંખને જિવંત જેવી બતાવવી હોય તો કીકીનું સફેદ ટપકુ યોગ્ય સ્થાને હોવુ જોઇએ.

મને તો ટકોર જચી નહિ તેથી બીજુ ચિત્ર ત્રીજુ ચિત્ર અને એમ જ બેઠા બેઠા 4 ચિત્રો બનાવ્યા પણ તેમના સુચન પછીનાં ચિત્રો વધુ સારા બનતા ગયા પણ પછી એ ચિત્ર ઉપર કંટાળો આવતો ગયો.

 


મને યાદ છે ત્યારે તમે કહ્યું હતુ
‘સોહમ્ તારા મનને આનંદ ના આવે અને તુ જે કરે તે વેઠ. કળા અન્યને આનંદદેય તો સર્જન પુરુ થયા પછી બને પણ સર્જક્ને તેનો આનંદ સર્જન દરમ્યાન્ મળવો જ જોઇએ. હું જે રીતે જોઇ રહ્યો છું તેમ તુ મને સારુ લાગે તેવુ ચિત્ર સર્જતા તારો આનંદ ખોઇ બેઠો છું ‘

હું અહોભાવ થી જોતો રહ્યો.. મનમાં વિચાર્યું કે તેમને કેવી રીતે ખબર પડી ગઇ કે મને મઝા નથી પડતી.અને હું હસી પડ્યો અને તમે મને હજીયે યાદ છે મને પ્રેમથી માથા ઉપર વહાલનો હાથ ફેરવ્યો હતો. આજે પણ ક્યારેક સંસારની કનડગતો અને એક ધારા યંત્ર વત જીવનથી થાકી જઉં છુ ત્યારે તેવો હેતાળવો વહાલનો હાથ ઝંખી જઉ ત્યારે ખરેખર એમ થાય કે આ દસ હજાર માઇલ દુરની દેશ નિકાલાની સજા જાતે કેમ વહોરી?
મનથી તો તમારા પુનિત દર્શનોને પામાવા તરસતો હું મારી જાતને કોસતો હોઉં છું કે
આંખથી આંસુ સરે! થાયે કેવો ઉદયે આવ્યો શ્રાપ
ચાલતા શ્રવણનાં પગમાં બંધાયો ડોલર કેરો નાગ
ખૈર! ત્યાં બંને બહેનો છે તેથી થૉડોક ઉચાટ ઓછો છે પણ મનથી એવુ થાય કે છોકરાઓનું ભવિષ્ય તો બનતા બનશે પણ તમારુ ઘડપણ તો હું જરુર ગુમાવી રહ્યો છું.
હમણા ડો અરુણા લઠ્ઠાનું પુસ્તક “મરણ સમાધી” વાંચવામાં આવ્યું તેમની એક વાત જે મને બહુ ગમી તે ફક્ત જાણ ખાતર અહિ નોંધુ છુ
“જન્મ-દુ:ખ દાયક છે__
જિવન સંઘર્શમય્__
મૃત્યુ મુક્તિદ્વાર__
હવે કંઇક એવું કરોકે તે દ્વાર થી કદી પાછુ ફરવુ શક્ય ન બને…”

કેટલી ઉંચી વાત ધર્મ સમજાવે છે. જે નિયમીત ધર્માચરણ કરે છે તેમનો જન્મ-જીવન યોગ ક્ષીણ થાય છે અને કાળાંતરે મુક્તિનું દ્વાર આવે જ છે. બાનાં ધર્મ આરાધનો ચાલતા જ હશે તમને તેમના દરેક ધર્મ કાર્યોમાં સહભાગી બનાવી તે પણ આ સંસ્કૃતિને સુંદર રીતે જીવી રહ્યાં છે.
હર્નીશ જાનીનુ એક વાક્ય અહિ ટાંકીને પત્ર સંપન્ન કરું

જો આવતાભવે પણ તમે જ મારા માબાપ થવાનં હો
તો હું મોક્ષ જો મળતો હશે તો ત્યાગી દઇશ.

સોહમનાં પ્રણામ

 

Share