દાંપત્ય જીવનની કસ્તુરી છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - વિજય શાહ
આના લેખક છે વિજય શાહ   
રવિવાર, 21 માર્ચ 2010 19:53
Share

કહે છે
‘લગ્ન ' એ પ્રેમ જેવોજ અઢી અક્ષર છે જેને સમજે તેની જિંદગી ઝંઝાવાત વિહીન થઇ જાય અને ન સમજે તેના ઘરમાં કંકાસ કવિ કે ફિલ્સુફ જન્મે.

દરેકે દરેક સ્વરૂપોમાં લગ્ન એ બે વિજાતિય જીવોનુ મિલન છે. કયારેક તે બંને અપરિચિતોની ટુંક સમયની વડીલો દ્વારા ગોઠવાયેલી મુલાકાતનુ પરિણામ હોય કે પછી વષો સુધી આંખમીચોલી મસ્તી મઝાક કરતા પ્રેમી પખીડા નુ મિલન હોય. એ પ્રેમી પખીડા કે અપરિચિતો  બેથી પાંચ કલાક ની નીરસ “ લગ્ન” વીધીને અંતે જિદંગીભર સાથે રહેવાની નૈતિક ફરજથી બંધાઈ જાતા હોય છે અને આમ લગ્ન પછીના જીવન એટલે દાંપત્યજીવન ની શરૂઆત....

લગ્ન કરતી વખતે ૮૦% યુગલો ને તેઓ કેટલી મોટી જવાબદારીથી બધાય છે તેની ખબર હોતી નથી. હિંદુ વિધિ પ્રમાણે થતા લગ્નોનાં મંત્રોચ્ચારણ સાભળતા સાભળતા નરેન્દ્રનાથ (વિવેકાનંદ) ઉભા થઈ ગયા હતા. અને સૌની માફી માગતા કહ્યુ હતું કે માફ કરજો હુ આટલી બધી ફરજો નહિ બજાવી શકુ અને એમણે સન્યસ્ત લીધો હતો.


.
જયારે બીજો વિચારક એમ પણ કહે છે કે પ્રભુપ્રાપ્તિ માટે લગ્ન એ સન્યસ્ત વધુ કઠીન માગ છે. બે પ્રશ્ન એ થાય કે લગ્ન એ પ્રભુપ્રાપ્તિ નો માર્ગ કઈ રીતે છે ?  એ વિચારક સાવ સરળ ઉદાહરણ ટાંકે છે. મનુષ્ય માત્ર ને પ્રભુએ ' બુધ્ધી ' આપીને તેના વિશે વિચારવાની, તેની સંભાળ રાખવાની ચિંતા છોડી દીધી, કારણે કે બીજા કરોડો અબોલ જીવોની તેમને ચિંતા રાખવાની છે. ' બુધ્ધી ' નો ઉપયોગ કરી  મનુષ્ય પોતાનો સંસાર રચે અને એમને સાચવે, આ સાચવતાં જે તકિલીફ પડે તે તકલીફો જ પ્રભુસ્મરણ નુ અમોધ શસ્ત્ર છે

આપણે થોડાક સ્વાર્થી બનીએ - પ્રભુની વાતો છોડીયે એ તો આસ્તિકોએ માની લીધેલ શકતિશાળી તત્વ છે પરંતુ આપણું શું ? આપણે આપણો સસાર સાચવવો છે !

દાંપત્યજીવનમા આગણે હજી પગ દીધો છે. નજર સામે હજારો પ્રશ્નો છે. નવુ ઘર છે, નવા આપ્તજનો છે,  નવુ વાતાવરણ છે, નવી અભિવ્યક્તિઓ છે, નવા રીતીરિવાજો છે, અને મનમા થોડીક ગભરામણ છે, થોડાક પોતાનાં સ્વપ્નો છે, જિંદગી શરૂ કરવી છે?
' જિંદગી શરૂ કરવી છે ને ? '
' હા '
' તો ચાલો પેલી ઈશ્વરદત્ત ભેટ નો ઉપયોગ કરીયે.... બુધ્ધીને કસોટીની એરણે ચઢાવીયે........
પહેલો જ પ્રશ્ન થાય નવુ ઘર છે.
ઘર ભલે નવુ હોય પણ એ “મારું” છે. તેથી મનમાથી ગભરામણ ખંખેરી ને તૈયાર થઈ જાવ એ નવા ઘર ને “મારું” બનાવવા જો કે લગ્નથી એ હક્ક તમને સ્વયંભુ મળી જાય છે પરંતુ એ એટલુ સહેલુ નથી. હક્કની રૂએ તમે તે હક્ક નહી ભોગવી શકો પહેલા થોડીક ફરજો પાળવી પડશે પછી તમને હક્ક કરવાનો હક્ક મળશે.
તમે છેલ્લા વીસ કે બાવીસ વર્ષથી જે ઘરમા રહેતા આવ્યા છો તે કરતાં આ ઘરનું વાતાવરણ જુદું તો હશે જ. હવે પછી પણ તમે આજ ઘરે રહેવાની છો, તેથી આંખ કાન અને બુધ્ધી ત્રણે ને સક્રિય કરી નવા ઘરને અનુકુળ બનવા પ્રયત્ન કરો. અનુકુળ બનવુ એ તમારી ફરજ. એ બજાવી એટલે ' નવુ ઘર ' ને ‘મારુ ઘર’ કહેવાનો તમારો હક્ક.

હવે બીજો પ્રશ્ન થાય નવા આપ્તજનો........
નવા ઘરમા સાકરની જેમ ભળી જવાની ઈચ્છા છે ને ? તો  આ આપ્તજનો ની આગળનો  ‘નવા ' શબ્દનો ભાર દુર કરી દો. પરંતુ લખવુ કે બોલવુ જેટલુ સહેલ છે એટલુ એ સહેલુ નથી. એના માટે તમારી પાસે ત્રણ વસ્તુઓ જોઈશે, અને તે છે જીભની મીઠાશ હોઠ પર રમતુ હાસ્ય અને દીઠયું કામ કરી લેવાની ધગશ. જો આ ત્રણ વસ્તુઓ હશે તો નટખટ બોલકી નણંદો કે જીદ્દી દેવયરીયો, ઠાવકા સસરાજી કે સાસુમા બધાને વશ કરાશે. એ માટે દોરા ધાગા કરાવવાની જરૂર સહેજે નથી. જીભની મીઠાશ એટલી કામ ન કરે પરંતુ સાથે સાથે બોલ્યુ કરી બતાવવાની ધગશ સોનામા સુગંધ પુરશે નહીં તો સાસરીયા કહેશે ' જવા દો ને વહુ તો જીભે જ મીઠી છે ' .......
સાસુમા શાક સમારતા હોય ત્યારે... “લાવો બા હુ સમારી દઉં”  સાસુમા ન પાડે અને ચાલવા માડીયે તો શબ્દોનો અર્થ ન રહે પણ.. “બા તમે બે ઘડી આડા પડો - ધરમ ધ્યાન કરો- કામ કરવા વાળી હુ બેઠી છુ ને....!” કહી હાથમાંથી હળવેકથી હસતા હસતા કામ ઉપાડી લો.... અગર તમે કામ કરતા હો તો -“ રે’વા દો બા શાક તો થશે. હુ સમારી કાઢીશ.... આ દાળ ઉકળે ત્યા સુધીમા સમારાઈ જશે”
. સસરાજી નો ચા પીવાનો સમય જાણીલો, એમનો ટેસ્ટ જાણીને એમના કહેતા પહેલા એ સમયે ચા હાજર થઈ જાય ત્યારે.... ઘરનુ વાતાવરણ કેવુ ખુશનુમા રહે... અને આખરે તો ઘરના રાણી તમેજ છો ને....

કામ અને જીભની મીઠાશ સાથે હાસ્ય નો ત્રિવેણી-સંગમ એટલે ઘરમા તમે સૌને વહાલા.  મોઢુ ચઢાવીને કામ કરશો તો લોકોને થશે ઘરમા કામકરવા વાળી રસોયણ રાખી છે પણ સવારના પહોરથી હસતુ મોં હશે તો કોઈને બે ઘડી તમારી સાથે વાત ચીત કરવાનુ મન થશે. તમારો અને એનો બંને નો દિવસ સારો જશે... પણ દિવેલીયુ મોં હશે તો... જોવાનુ  પણ ટાળશે.
સ્ત્રી માટે કામ, જીભની મીઠાશ અને હાસ્ય એ ત્રણ વસ્તુ જિંદગી જીવવાની અમોલ જડીબુટ્ટી છે. જો કે પુરુષો માટે પણ એટલુ જ સાચુ છે પરંતુ પુરુષો ને સાસરે જવુ નથી પડતુ હોતુ. તેઓ માટે ઓફીસમા કે દુકાન પર આ વસ્તુ જરૂરી હોઈ શકે... જવા દો.. આપણે ફરી સ્વાર્થી બની ને આપણી જ વાત કરીયે.

નવુ વાતાવરણ - તમે તમારા પિયરનાં ઘરે સંકુચિત વાતાવરણમા જન્મ્યા છો ? અને સાસરવાસે એકદમ મુક્ત વાતાવરણ્ છે, શુ?  ફરી પેલી બુધ્ધિને કસોટીની એરણ પર ચઢાવો.

તમને લાગે છે કે તમે મુક્ત વાતાવરણમા નહિ ભળી શકો કેમ ખરુ ને ?

ત્યા જ  ભુલ ખવાઈ જાય છે. પેલી અનુકુળ થવાની ભાવના ને વેગ આપો. નાના નણંદબાને કે દિયરીયા ને અગાઉ થી પુછી જુઓ. જેઠાણી કે સાસુમાની વ્યવહારીકતા જુઓ ને થોડીક સામાન્ય બુધ્ધી લગાવીને એક અને એક બે એમ તાળો બેસાડી દેવાશે. તમે કહો છો તેટલુ આ સહેલુ નથી હોં

ના. સહેલું તો નથી જ. છતાય દાંપત્ય જીવનના ચઢાણમાં આ અગત્યનુ પગલુ તો છે જ. સામાન્ય બુધ્ધીની ત્રિરાશી ઘણુ બઘુ કહી જશે. અને હા જો મુકત વાતાવરણમા થી સકુચિત વાતાવરણમા જવાનુ હશે તો તમારી ખરેખર  કસોટી થઈ જશે. શૃગાર , પીક્ચર, પાર્ટીના શોખ છોડવા પડશે. પરંતુ એ   વિવાહ થાય ત્યાર થી જ ટેવ પાડી દેવી જોઈએ કારણ કે હાથ કાયમ ભીડમા હોય અને પછી આરામથી રહેવાનુ હોય તો વાંધો નહિ પરંતુ ઉંધુ જયારે હોય ત્યારે પહેલેથી જ ટેવાવુ આવશ્યક બની જાય.

આ બધી કસોટી માથી તમે પસાર થતા હો તેવે સમયે તમને મનમા એમ પણ થતું હોય કે -“ શા માટે આ બધુ મારે એકલીએજ કરવાનુ ?”
સામાન્ય માણસના મનમા આ પ્રશ્ન થાય જ - કારણ કે  આ બધી નાની નાની બાબતો તમારા દાંપત્યજીવન ના વૃક્ષ ને  નીરોગી રાખવા માટેની કવાયતો જેવી છે. વર્ષ ના બે મહીના કસરત કરીને આખુ વર્ષ નિરોગી રહેવાની ઈચ્છા રાખતો વ્યાયામવીર જેવી હાલ તમારા થાય. સમજયાને ?

હા. ચાલો  હુ ફરી સમજાવી દઉં પેલો વ્યાયામવીર જેમ આખુ વર્ષ કસરત કરી ને તંદુરસ્તીને જાળવે ને તેમ તમારા દાંપત્યજીવન અને કુટુબીજીવન ના સુખ માટે આ બધી કવાયતો આદતનાં રૂપમાં આવે ને તોજ એનો અર્થ સરે નહીતર પછી રાત ગઈ અને વાત ગઈ.

હવે દાંપત્યજીવન અને કુટુબીજીવન એમ બે વધુ ભાગ પાડીયે  ઉપરના ચાર મુદ્દા તમને કુટુબીજીવનમા સફળ બનાવશે. જયારે દાપત્યજીવન શરૂ થાય છે. તમારા બેડરૂમમા - પતિની સાથે. પતિને જો કુટુબીજીવનમાં તમે સુખી કરી શકયા હશો તો દાંપત્યજીવનમા જરૂર તમે વિજયી હશો. કારણ કે તમારા ચોવીસકલાકમાંથી ૧૬ કલાક તમે કુટુબીજનો સાથે હશો અને ફકત આઠ જ કલાક પતિ સાથે. અને જો કુટુંબનો સર્વમાન્ય સારો બધાનો તમારા માટેનો અભિપ્રાય જરૂર એના પ્રેમ ને વેગવાન બનાવશે.

અને એજ તો દંરેક સ્ત્રી ના દાંપત્યજીવનનો  ધ્યેય નથી શુ ?

પતિનાં પ્રેમની અભિવ્યક્તિ બે સ્વરૂપે હોઈ શકે જે તમારો હક્ક્ પણ છે અને તમારી ફરજ પણ. એ છે વિશ્વાસ અને કામ

વિશ્વાસ એ રીતનો કે તમે એને સંપૂર્ણ પણે મેળવી શકયા છો. અને તમારા માટે એ કદી ભુડુ બોલતો નથી કે વિચારતો નથી. કે બીજી રીતે પણ તમારાથી અસંતુષ્ટ નથી. આ વિશ્વાસ કહેવાથી આવતો નથી. મોટુ મન રાખી તેના દોષો ક્ષમ્ય રાખીને કે તેના કહ્યા પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે પેદા થાય છે.

અને બીજી અભિવ્યકિત છે “કામ”.

આ “કામ”ની માત્રા કેવીક અને કેટલી હોવી જોઈએ ?

એક સુંદર ચિત્રની કલ્પના કરો. તેમાં દરેક પ્રકારના રંગો હશે પરંતુ જો તેમાં બોર્ડર જ ન હોય તો ચિત્રમા શુ ભાવ ઉપજી શકશે ? હરગીજ નહી.  તેવુંજ “કામ”નું  છે. શયનેશુ રંભા થવુ તે ફક્ત માનસિક કલ્પના નથી પરંતુ જીવન સાથી પ્રતિ સ્નેહનો સ્વિકાર અને એક મેકની દૈહિક જરુરિયાતો પુરી કરવાની રુજુ સ્વિકૃતી છે.

કહેછે ને સાથી નું માન અને પ્રેમ સાચવઓ તે રોજીંદી કવાયત છે અને તે સહજ આદત બની જાય તો તે ઘર સ્વર્ગ બનીને રહી જાય છે

આ બધી વાતો કહીયે અને વાંચીયે ત્યારે જેટલી સહેલી લાગે તેટલી ન હોય છતા કામ અને જીભની મીઠાશ સાથે હાસ્ય નો ત્રિવેણી-સંગમ દરેક પરિસ્થિતિમાં તમને વિજયી બનાવશે તે અનુભવેલું સત્ય છે. કિલ્લોલતાં ઘર અને સુંદર દાંપત્ય જીવનની આ કસ્તુરી છે.

 

Share