વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 37 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘આજે અમારી પાર્ટીમાં એક જણે હોડ બકી, ‘‘જ ે યુવતી કદી બેવફા નીવડી ન હોય તે હાથ ઊંચો કરે. તેને આ શાલ ઇનામમાં આપીશ.’’ ‘તમે માનશો, કોઇએ હાથ ઊંચો ન કર્યો.’

‘તેં પણ નહિ ? સાશંક પતિએ પૂછયું.

પત્ની.. અચકાઇને ‘હા, પણ મને ખબર છે તમને લાલ રંગ ગમતો નથી. શાલ લાલ રંગની હતી.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર આરોગ્યગ્રામ
આરોગ્યગ્રામ
બાળકના સ્વમાનનો આદર કરવાની કળા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 05:22

બાળક પોતાનું સ્વતંત્ર જીવન લઈ સંસારમાં અવતરે છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર વિચારશકિત અને અવલોકનશકિતના આધારે બાળક પોતાનો જીવનપથ કંડારવા માગે છે. માબાપ તો એને માત્ર વાતાવરણ રૂપે મળ્યાં છે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ હશે તો એમના બાળકને એ વાતાવરણની છત્રછાયામાં લાંબો સમય રહેવાનું ગમશે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ નહશે તો એમના બાળકને એ વાતાવરણમાં રૂંધાશે મૂરઝાશે, કરમાશે અને તક મળશે તો એ વાતાવરણમાંથી ભાગી છૂટશે.

માબાપને પોતાના સંતાનો પર લગાવ હોય છે. માબાપ આ કઠોર સંસારમાં રાતદિવસ જે મહેનત કરે છે, એનું મુખ્ય પે્રરકબળ એમના સંતાન અને એ સંતાનનું ભાવિ હોય છે. નાદાન સંતાનને એની જાણ પણ ન હોય, એ સ્વાભાવિક છે. રાતદિવસ સંતાન વિષે વિચારતાં મા બાપ સંતાન ઉપર ઘણી યોજનાઓ બનાવી રાખે છે.

 
બાળક કંઈ ખોરાક નથી લેતું પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 10
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 05:19

છ વર્ષના એક બાળકને વોમિટની ફરિયાદ માટે મારી પાસે લાવવામાં આવ્યું. બાળકને રોજ બે-ત્રણ વોમિટ થાય. બાળકને ખવડાવો કે થોડીવારમાં વોમિટ કરી નાખે. ભૂખ્યો રહે તો કંઈ ન થાય. ખાય કે તરત જ થોડીવારમાં વોમિટ કરી નાખે.

અનેક બાળરોગ નિષ્ણાત, બાળકોના સર્જન, પેટના રોગના નિષ્ણાતોની મદદ લેવાઈ ચૂકી હતી. ત્રણ વર્ષથી આ ચક્ર ચાલતું હતું. એકસ-રે, સોનોગ્રાફી, ગેસ્ટ્રોસ્કોપી (પેટમાં નળી નાંખીને જોવુંભ, બેરિયમ સ્ટડી વગેરે બધું જ થઈ ચૂકયું હતું. કોઈ તારણ નહીં, કોઈ ફાયદો નહીં.

કોઈની સલાહથી બાળકને મારી પાસે લઈ આવનાર માબાપને વધુ અપેક્ષા ન હતી. પરંતુ હું આ અગાઉ આ જ પ્રકારની તકલીફ ધરાવતાં આઠ-દસ બાળક જોઈ ચૂકયો હતો. મારે માત્ર અમુક સવાલ પૂછીને ખાતરી કરવાની હતી.

મેં પૂછયું "બાળક પોતે જમવાની કદી ઈચ્છા કરે છે?" માતાએ કહ્યું, "ના, અમારે બળજબરીથી જમાડવો પડે છે" મેં પૂછહ્યું, "કયારથી?" માતાએ કહ્યુઢ, "એ તો પહેલેથી જ એવો છે." મંે પૂછયું, "નહીં જમે તો બારીમાંથી બહાર ફેંદી દઈશ, એવી ધમકી બાળકને કદી આપી છે?" પપ્પાએ કહ્યું, "ઘણી વાર! બાળક જમી લે તે માટે મમ્મીએ ઘર છોડીને ચાલ્યા જવાની કે ઝેર પીને મરી જવાની ધમકી પણ આપવી પડે છે." મમ્મીએ ઉમેર્યું, "આવું કરીએ તો જ જમે છે." પપ્પાએ ઉમેર્યું, "પછી થોડી જ વારમાં વોમિટ કરી નાખે છે."

 
બાળકના મનમાં ગુસ્સો કયાંથી આવ્યો... પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 05:15

કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે અગિયાર મહિનાનું બાળક ભ ીંત સાથે માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે. જમીન પર માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે જમીન પર આળોટી ગુસ્સો પ્રગટ કરે છે ઘરની ચીજવસ્તુઓ ફેંકી દઇને ગુસ્સો પ્રગટ કરે છે.

અગિયાર મહિનાનું બાળક એક વાર નહીં પરંતુ વારંવાર ભીત સાથે માથું અફાળે એ જરા વધારે પડતું કહેવાય.

આવું કરવાનું બાળક કેવી રીતે શીખે છે? બાળક કોઇ પણ વર્તન શીખે એનાં બે પાસાં વિચારી શકાય એવું વર્તન કરવાની પદ્ધતિ બાળક કયાંથી શીખ્યું? અને એવું વર્તન કરવાની બાળકને જરુર શા માટે પડી?

 
સમસ્યાગ્રસ્ત માતા, સમસ્યાગ્રસ્ત બાળક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 05:11

બાળકનો માતા પરનો વિશ્વાસ અને પ્રેમ તેમજ એ દ્વારા ઉત્પન્ન થયેલી સુરક્ષિતતાની લાગણી, એ બાળકના વિકસી રહેલા લાગણી તંત્રની મહામુલી મૂડી છે.

બાળકમાં વિશ્વાસ, પ્રેમ અને સલામતીની લાગણીનો ઉદભવ થાય એ જેટલું જરુરી છે, એટલું જ જરુરી એ પણ છે કે આ લાગણીઓને ઠેસ ન પહોંચે.

માતા ઘણી વાર પોતે સમસ્યાગ્રસ્ત હોય છે. પતિ સાથે કે સાસુ સાથેના સંબંધોમાં તણાવ હોય તો માતા માનસિક રીતે અસ્વસ્થ રહે છે. આવી માતા પોતાના બાળક સાથે કયારેક કઠોર વ્યહવાર કરી બેસે છે. માતાનો બદલાતો મૂડ બાળક પામી તો શકે છે, પરંતુ બાળક એ જીરવી શકતું નથી. સદા પ્રેમ અને હુંફ આપનારી માતા, એકાએક અનપેક્ષિત, રીતે પોતાની સાથે કઠોર રીતે વર્તે તો બાળક મૂંઝાઇ જાય છે. બાળકને સતત પ્રેમ અને સલામતીની અપેક્ષા હોય છે. એવામાં માતા તરફથી રુક્ષતાનો અનુભવ થાય તો બાળક એ સ્વીકારી શકતું નથી.

 
બાળક અને માતા વચ્ચેનું બંધન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 05:03

જન્મેલું બાળક મહદંશે ના સમજ હોય છે. પોતાની જૈવિક ક્રિયાઓ સિવાય બીજી કોઇ સમજ એનામાં હોતી નથી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી અને પીડા સિવાય બીજી વિશેષ અનુભુતિઓ એને થઇ શકતી નથી. જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ એ પોતાની આજુ બાજુના વાતાવરણથી અનુભવી ગ્રહણ કરતું રહે છે. નવું જન્મેલું બાળક જોઇને, સાંભળીને, ર્સ્પશીને, સંૂઘીને, ચાખીને પોતાના અનુભવોનું ભાથું એકઠું કરે છે. વિશ્વમાં બે મહિના ગાળ્યા બાદ માતાના ચહેરા સાથે એનું અનુસંધાન સંધાઇ જાય છે. એ ચહેરાને બાળક ઓળખી શકે છે. આ સમયે પોતાની આસપાસના વિશ્વના મૈત્રી સભર વાતાવરણથી પ્રસન્ન થયેલું બાળક અજાણી વ્યકિત સામે પણ સ્મિત ફરકાવવા જેટલુ ઉત્સાહિત હોય છે.

જન્મ સમયે બાળક બિલકુલ પરાવલંબી હોય છે. દર બે ત્રણ કલાકે દૂધ માટે બાળકને માતાનો આધાર લેવો પડે છે. ઝાડો પેશાબ થાય ત્યારે પણ સ્વચ્છ થવા માટે માતાનો આધાર લેવો પડે છે. ઠંડી કે ગરમી અનુસાર કપડાં ઓઢાડવાં કે દૂર કરવાં માટે પણ બાળકે બીજા પર આશ્રિત રહેવુૂં પડે છે.

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 3 કુલ- 6
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries