વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 167 guests and no members online

મદદ

 


 રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

એક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.

ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.

દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.

ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે તમારે ખાવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

દર્દી ઃ સાહેબ, સાચું કહું તો, હું કંઈ જ ખાતી નથી. ઘી-તેલ તો વર્ષોથી બંધ છે. ફરસાણ-મીઠાઈને તો અડકતી નથી અને ચોખાની તો મેં પાંચ વર્ષથી બાધા જ લઈ લીધી છે. આજે તો ચોખા ખાધાને પાંચ વર્ષ તો થઈ ગયા છે. સાહેબ, તો પણ વજન ઓછું થતું નથી.મેં મારી પ્રેકટિસ દરમ્યાન આ બેન જેવા ઘણા દર્દીઓ જોયા છે જેઓ એવું માને છે કે ચોખા ખાવાથી શરીરનું વજન વધે છે, જે રીતે ચોખાનો દાણો ફૂલે છે, તેમ શરીર પણ ફૂલે છે, તેમ શરીર પણ ફૂલે છે અને પરિણામે એ લોકો ચોખાથી દૂર ભાગે છે.

તમારું સામાન્ય અવલોકન શું કહે છે?

ભારતની સૌથી વધુ ચોખા ખાનારી પ્રજા કઈ?

તમે કહેશો, દક્ષિણ ભારતની પ્રજા.

દક્ષિણ ભારતની પ્રજા મોટે ભાગે પાતળો બાંધો ધરાવે છે. ભાગ્યે જ કોઈ જાડિયા-પાડિયા દેખાય છે. હા, અપવાદરૂપે જયલલિતાની વાત જુદી ખરી.

આધુનિક વિજ્ઞાનનો અનુભવ કહે છે કે દાળ-ભાત-શાક-રોટલી સલાડ વિગેરે સાથે ખાવાથી વજન એટલું ઝડપથી ઓછુ થતું નથી, જેટલું ફકત દાળ-ભાત-શાક ખાવાથી થાય છે. આધુનિક વિજ્ઞાન માને છે કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વિગેરે ધાન્ય વર્ગને ચોખાથી અલગ રાખવામાં આવે તો કાર્બોહાઈડ્રેટનું ભોજનમાંથી પ્રમાણ ઓછું થઈ જાય છે. પરિણામે વજન ઓછું થઈ જાય છે.

સામાન્ય રીતે પ્રત્યેક માણસની તકલીફ એ છે કે એને માઈક્રોસ્કોપની નીચે જે દેખાય છે, તેને જ સાચું માને છે. હું તો પ્રયોગ કરવામાં માનું છું. હું એવા અનુભવી માણસો, જેમણે જે તે ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યુ છે, એમના વચનો પર શ્રદ્ધા રાખીને જીવવાવાળો માણસ છું. મારે મન કોઈપણ અનુભવી માણસના અનુભવનાં તારણો માઈક્રોસ્કોપ નીચે દેખાવા એ તદન ગૌણ બાબત છે. ભારતમાં તો કહેવત છે ભણ્યા પણ ગણ્યા નહીં. ઘણીવાર બહુ ભણેલા માણસ કરતાં કોઈ ઓછું ભણેલા માણસની વાત એકદમ વૈજ્ઞાનિક હોય છે. ભભલે એ વાત માઈક્રોસ્કોપ નીચે દેખાતી ન હોય.

૨૧મી સદીની જીવનશૈલીએ માનવીને થકવી નાંખ્યો છે. સામાન્ય રીતે જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ શરીરમાં ભાર વધતો જાય છે. તેમ ભાત ખાવાથી અનુભવશો કે આખો દિવસ તમારું શરીર ફૂટબોલની જેમ ઉછળતું રહેશે. આખા દિવસના અંતે પણ તમને થાક નહીં લાગશે. પાછળથી આપણે જોવાના છીએ કે આપણને ચોકકસ સમયે પાછી ભૂખ લાગવી જોઈએ જ અને ભાત ખાવાથી તમને ધારેલા સમયે કકડીને ભૂખ લાગશે જ.

એક સાંભળેલી સત્ય ઘટના યાદશકિતના આધારે અહીં ટાંકું છંુ. અમેરિકામાં કયાંક એક હેલ્થ સેન્ટર છે, જાણે ફાઈવ સ્ટાર હોટેલ. દર્દીઓએ નકકી કરેલા સમય માટે ત્યાંજ રહેવાનું અને નિયત કાર્યક્રમને અનુસરવું. એ હેલ્થ સેન્ટરમાં દર્દીએ દિવસમાં જેટલી વાર ખાવું હોય તેટલી વાર ખાઈ શકે, પરંતુ બધી જ વસ્તુઓ ભાતમાંથી જ બનાવી હોય છે. આ હેલ્થ સેન્ટરનો દાવો છે કે થોડા દિવસ પછી દર્દીનું વજન રોજ એક પાઉન્ડ ઓછું થાય છે.

અમારો તો વર્ષોનો અનુભવ છે કે ભાત વધારે ખાવાનું રાખો એટલે પાંચ-છ કિલો વજન તો બે-ત્રણ મહિનામાં ઓછું થઈ જ જશે.

વર્ષોના અનુભવના આધારે હું આ વાત માટે તારણ પર આવ્યો છું કે

(૧) વજન વધારવા મીઠું મહત્વનો ભાગ ભજવે છે. ભાતમાં મીઠું આવતું નથી. ભાત વધારે ખાવાના પરિણામે મીઠાંનો વપરાશ ઓછો થાય છે. દાળ-ભાત ખાશો એટલે શાક પણ ઓછું ખવાશે એટલે પણ શાકનું મીઠું પણ પેટમાં ઓછું જશે.

(૨) ઘઉંનો વપરાશ ઓછો થવાથી (અથવા હું તો કહું છું કે ત્રણ મહિના માટે ઘઉંનો

વપરાશ બંધ કરી જુઓ) ઘઉંના લોટમાંથી રોટલી-ભાખરી બનાવવા માટે જે મોણ (ઘી-તેલ) વાપરવામાં આવે છે, તે બંધ થઈ જશે. ઉપરાંત ઘણા ઘરોમાં રોટલી, ભાખરીમાં પણ મીઠું નાંખવામાં આવે છે. એ મીઠું પણ પેટમાં જતુ બંધ થઈ જશે.

દક્ષિણ ગુજરાતમાં દેસાઈ જ્ઞાતિ બહુ જાણીતી છે. દેસાઈ લોકો એવું માને છે કે જમીને ચોખાને (પેટમાં) આડા પાડવા જોઈ એ અને ચોખાને આડા પાડવા માટે એ લોકો જમીને પથારીમાં આડા પડે. પણ સ્વાભાવિક છે કે સવારથી કામ કરીને થાકેલું શરીર જમીને પથારીમાં આડું પડે એટલે ઊંઘ આવે જ. બપોરની ઊંઘ માટે બહુ સારો જાણીતો શબ્દ છે. ‘દિવાસ્વાપ’ અથવા ‘દિવાસ્વપ્ન’ અર્થાત્ દિવસે સ્વપ્ન જોવાં. આ બપોરની ઊંઘ વજન વધારે છે, એ નિર્વિવાદ સત્ય છે. એટલે ભાત ખાવાથી વજન વધતું નથી, પરંતુ બપોરે સૂઈ જવાથી વજન વધે છે. કારણ સમજયા વગર ચોખાને કારણભૂત માનીને દોષનો બધો ટોપલો ચોખા પર ખોટી રીતે ચઢાવવામાં આવ્યો છે.

ડાયાબીટીસના દર્દીએ ચોખા ખાવા જોઈએ કે કેમ? એવો પ્રશ્ન વારંવાર પૂછાયો છે. ડાયાબીટીસના દર્દીઓમાં પણ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવાની સલાહ આધુનિક વિજ્ઞાન આપે છે. એટલે મારી સલાહ એવી છે કે ત્રણ મહિના ઘઉં બિલકુલ બંધ કરીને ફકત જુના (બે-ત્રણ વર્ષ જુના) ચોખા વાપરવામાં આવે તો પરિણામ ઘણંુ સારું આવે છે. કોઈ સંજોગોમાં બ્લડસુગર વધી જવાનો ભય લાગતો હોય તો આ પ્રયોગ શરૂ કર્યા પછી દર મહિને ફકત જમ્યા પછીનો બે કલાકનો બ્લડસુગરનો રિપોર્ટ કરાવી જોવો. જો બ્લડસુગર વધે છે, એવો રિપોર્ટ આવે તો અનુભવી યોગ નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો.

 

Comments  

healthbite
-1 # healthbite 2011-12-03 12:41
It is really good information for weightloss
malyank vyas
0 # malyank vyas 2012-06-17 09:55
It's a good article for weight loss and health recovery. congrets for such a good information.
Zazi.com © 2009 . All right reserved