વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 16 મહેમાનો ઓનલાઈન

રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર આરોગ્યગ્રામ યોગ જેવું અન્ન તેવું મન
જેવું અન્ન તેવું મન પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 7
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - જીવન યોગ
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 23:58
Share

ભારત દેશ વિવિધતાઓથી તરબતર છે. દરેક ક્ષેત્રમાં એટલું બધું વૈવિધ્ય દેખાય છે, જેટલું કદાચ દુનિયાના બીજા કોઈ દેશમાં જોવા મળતું નહીં હોય. આહાર અંગેની માન્યતાઓમાં પણ એટલું જ વૈવિધ્ય જોવા મળે છે. દરેક રાજયમાં, પ્રત્યેક શહેરમાં, લગભગ બધી જ પ્રજામાં આહાર અંગેની પરિકલ્પના જુદી જુદી છે. આપણા ઈતિહાસ પર પણ નજર નાંખશો તો જણાશે કે, ભૂતકાળમાં આહાર અંગેના મંતવ્યોમાં પણ કેટલી બધી વિવિધતા જોવા મળતી હતી. જેમ કે....

આયુર્વેદનો બહુ જાણીતો ત્રિદોષનો સિદ્ધાંત. વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. તમે જે આહાર લેશો તેના પરિણામે વાત, પિત્ત અને કફના પ્રમાણમાં વધઘટ થશે અને પરિણામે થયેલા રોગો મટી જશે અને સ્વાસ્થ્ય ટકી રહેશે. ઘણા આયુર્વેદના જ્ઞાન માટે દાદીમાના નુસખા શબ્દ વાપરે છે અને વાત પણ સાચી છે. આજે આયુર્વેદના જાણીતા સ્વાસ્થ્યપ્રદ સિદ્ધાંતોનાં આધારે, જો તમને શરદી, ખાંસી હોય તો દાદીમા કહે છે કે ભાઈ, તું આદુ-તુલસી-ફૂદીનો નાંખીને ઊકાળો પી લે અથવા હળદરવાળું દૂધ પી લે, ગરમ પાણીનો બાફ લે. એ દ્ભષ્ટિએ આપણું રસોડું જ આપણું દવાખાનું છે.આયુર્વેદની જેમ નેચરોપથીની વિચારધારા પણ આહાર અંગે પ્રકાશ પાડે છે.

આધુનિક વિજ્ઞાન કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામીનની ભાષામાં વાત કરે છે. શરીર માટે રોજ કેટલું ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન જોઈએ તેના પર સંશોધન કર્યા કરે છે અને માનવને રોગમુકત કરવાના પ્રયત્નો કરે છે, જે પ્રશંસનીય છે.

કેલેરીવાદ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક વ્યકિતએ પોતાની ઉંમર, કામકાજના કલાકો, કામકાજના પ્રકાર, લિંગભેદના આધારે કેટલી કેલરી લેવી જોઈએ, એની વાત કરવામાં આવી છે. કેલરીવાદ ખોટો છે એવું કહેવાનો મારો આશય નથી, પરંતુ સામાન્ય માનવી એ મૂંઝવણ જરૂર અનુભવે છે કે એક રોટલી કે એક વાડકી દાળમાંથી મને કેટલી કેલરી મળી? એ ગણતરી કરવામાં એ ગોથાં ખાય છે, પરિણામે એવું કહી શકાય કે કેલેરીની ભાષામાં વાત કરતા માનવને કેલેરીવાદમાં ૧૦૦% શ્રદ્ધા હોયએવું પહેલી નજરે દેખાતું નથી. વળી, આધુનિક વિજ્ઞાને એ વાતનો સ્વીકાર કર્યો નથી કે ખોરાકની મન પર અને પરિણામે વિચારો પર પણ અસર થાય છે.

યોગ ખૂબ વિશાળ વિજ્ઞાન છે. યોગ દ્વારા જીવનને ચારે બાજુથી સમૃદ્ધ કરવાના પ્રયત્નોની વિશદ ચર્ચા થાય છે. યોગ ફકત આહારનો જ વિચાર નથી કરતું, પણ આહાર ઉપરાંત વિહાર, આચાર અને વિચારનો પણ વિચાર કરે છે. યોગશાસ્ત્રનું કેન્દ્ભબિંદુ ફકત મન જ છે એટલે કે વિચાર જ છે. કોઈપણ માનવ એ જ કાર્ય કરે છે, જેનો તેને સૌ પ્રથમ વિચાર આવે છે. વિચારો જ જીવનને આકાર આપે છે. આપણા આહારની આપણા વિચારો પણ સીધી અસર જોવા મળે છે.

તમે કદી અનુભવ્યુ છે કે જે દિવસે રોત્રે પાર્ટીમાં આકંઠ ભરીને ખાધું હોય તે રાત્રે તમારી મનોદશા અજે જે દિવસ તમે ઉપવાસ કર્યો હોય તે દિવસની તમારી મનોદશામાં ખાસ્સો ફરક છે! ત્યાં સુધી કે તમારી ઊંઘ દરમ્યાન આવતા વિચારો, જે તમને સ્વપ્ન દ્વારા દેખાય છે, તેમાં પણ તમને સ્પષ્ટ ભેદ દેખાશે.

એક સત્યઘટના યાદ આવે છે. સમગ્ર ભારતદેશ જેમના માટે ગર્વ લઈ શકે એવા સમર્થ, ત્રિકાળત્રજ્ઞાની , આત્મદર્શી સ્વાનુભવ સંપન્ન સંત મહાપુરૂષની વાત છે.

એ સંત એકવાર પોતાના ભકતો સાથે યાત્રામાં હતા. સૌ કોઈ એ સંતની આજ્ઞાનુસાર યાત્રાના આગળના કાર્યકમને અનુસરતા હતા. એક દિવસ એક ભકતે સંતના વિચારોનો વિરોધ કર્યો. અને યાત્રામાં સાથ આપવાની ના પાડી. સૌ કોઈએ આશ્ચર્ય અનુભવ્યું. કોઈકે ત્રિકાળજ્ઞાની સંતને આ અંગે પ્રકાશ પાડવા વિનંતી કરી. તો સંતે કહ્યું કે, આ ઘટનામાં આ ભાઈનો કોઈ વાંક નધી. જા ે કોઈ વાંક હોય તો, એમણે ગઈકાલે જે હોટેલમાં ખાવાનું ખાધું હતું, તે હોટેલનાં અન્નદોષ છે. એ દૂષિત અન્નની અસર હેઠળ આ ભકતમાં વૈચારિક પરિવર્તન આવયું છે. જયાં સુધી એ અન્ન એમના પેટમાં રહેશે, ત્યાં સુધી આવા પ્રકારના વિદ્ભોહી વિચારોથી ઘેરાયેલો રહેશે. અને બધાનાં આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે પેલા ભકતે એ સંતની ક્ષમા માગી.

આ તો ભારતની મનોધારાનાં દર્શન કર્યા. પરંતુ વિદેશના પ્રવાસ દરમ્યાન મેં જોયું કે ત્યાંના વર્તમાનપત્રો અને ટી.વી. પર પણ આ વિચાર સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તે દેશના યુવાનોમાં હિંસાનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. (અમેરિકા જેવા દેશોમાં પણ શાળાનો વિધર્થી પોતાના ટીચર કે સહાધ્યાયીઓને બંદુકની ગોળીથી મારી નાંખે છે. આવી ઘટનાઓ વધી રહી છે.) વિદેશની શાળાઓમાં પણ જાણે બે ભાગ પડી ગયા છે. શ્વેત અને અશ્વેત. ઘણી શાળામાં એવી ઘટાનાઓ નોંધવામાં આવી છે કે કોઈ શ્વેત વિધ્યાર્થી એકલો કયાંક જતો હોય તો અશ્વેત વિધ્યાર્થીઓનું ટોળું એને મારે છે અને જો કોઈ અશ્વેત વિધ્યાર્થી એકલો કયાંક જતો હોય તો શ્વેત વિધ્યાર્થીઓનું ટોળું એને હેરાન કરે છે. ત્યાનાં વાલીઓ, પાદરીઓ, શિક્ષકો, ડાયેટિશ્યનો, વિજ્ઞાનીઓ, અરે! ખુદ ત્યાનું પોલીસતંત્ર વિચારે છે કે આ હિંસાનું કારણ આપણો આહાર તો નથી? હજુ એ લોકો કોઈ ચોકકસ તારણ પર આવ્યા નથી. હજુ તો વિચારે છ.ે કારણો શોધવા માટે ચર્ચા-વિચારણા કરે છે. ત્યારે આપણા ૠષિઓઐ તો હજારો વર્ષ પહેલાં કહ્યું કે ।। આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિ ।। અર્થાત્ આહાર શુદ્ધ થાય છે.

મારો કહેવાનો આશય એ નથી કે તમારો આહાર તમારા વિચારોને ૧૦૦% અસર કરે છે. મારો અનુભવ અને અનુમાન એમ કહે છે કે જો વિચારો બનાવવાના માળખામાં તમારો આહાર જો ૧૦-૨૦%


પણ ભાગ ભજવતો હોય તો એ દશવીસ ટકા ભાગને સુધારી લેવાથી એટલા પ/માણમાં તો વિચારો અને પરિણામે રોગ અને પરિણામે જીવન સારું થઇ જશે. એટલે કહેવાયું હશે કે

 

અન્ન એવો ઓડકાર

ઓડકાર એટલે જ વિચારએક્વીસમી સદીની પ્રગતિની સાૈથી આકરી કિંમત એ છે કે માનવમાત્ર તનાવમાં ન હતો, એમ નથી. પરંતુ આજકાલ તો સાૈના મોઢા પર તનાવ શબ્દ સાંભળવા મળે છે. તનાવ મેનેજમેન્ટ શીખવા સાૈ કોઇ આતુર છે. તનાવ  મેનેજમેન્ટનો પાયો જ આહાર છે એમ કહું તો તમને અતિશયોકિત લાગશે. તનાવને ઓછું કરવામાં આ પુસ્તીકમાં બતાવવામાં આવેલી પરિકલ્પના  યથાર્થ છે, એમ હું મારા આટલા વર્ષોના અનુભવને આધારે કહું છું, જેનો તમારે ભરપુર લાભ લેવો જોઇએ. ફકત ત્રણ ચાર અઠવાડિયામાં જ તમને સુખદ પરિણામ મળવાની શઆત થશે.


Share
 
Zazi.com © 2009 . All right reserved