વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 20 મહેમાનો ઓનલાઈન

રમુજ

મને તારી દયા આવે છે, મિત્ર.

કેમ શું છે ? મિત્રએ પૂછયું

મારી પત્નીએ નવી સાડી ખરીદી છે, અને આજે સાંજે અમે તમને મળવા આવવાના છીએ.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર આરોગ્યગ્રામ યોગ ઈતિ યોગ કથ્યતે
ઈતિ યોગ કથ્યતે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - જીવન યોગ
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 19:19
Share

પ્રશ્ન ઃ-આસન કયારે કરવા જોઈએ? અથવા આસન કરવાનો શ્રેષ્ઠ સમય કયો?

જવાબ ઃ-આસન કરવાનો ઉત્તમ સમય જેવું કશું નથી. આસન કયારે કરો છો એના કરતાં આસન કેવા કરો છો એ વધારો મહત્વનું છે. હા, પહેલી નજરે ઉત્તમ સમય સવારનો ગણવામાં આવે છે પણ જેમને સવારનો સમય અનુકૂળ નથી. જેમ કે ઘરની સંભાળ રાખનારી ઘણી બેનો અથવા શિફટમાં કામ કરતાં માણસો તેઓ બપોરે અથવા સાંજે પણ આસનો કરી શકે.

પ્રશ્ન ઃ-આસનો જમ્યા પછી તરત થઈ શકે?જવાબ ઃ-આસનો જમ્યા પછી તરત ના થઈ શકે. એનુ એક વૈજ્ઞાનિક કારણ છે. આપણા ઘણા શાસ્ત્રોમાં જમ્યા પછી વામકુક્ષી કરવાનો આદેશ આપાવામાં આવ્યો છે. તે સર્વથા યોગ્ય છે. વામકુક્ષી એટલે જમ્યા પછી ડાબા પડખે થોડી વાર સૂઈ રહેવું અને જાગતા રહેવું વિજ્ઞાન પણ કહે છે કે જમ્પા પછી આપણા શરીરનાં પાચનતંત્રને સૌથી વધુ પ્રમાણમાં લોહીનાં પુરવઠાની જરૂર હોય છે. આ સમય દરમ્યાન જો કોઈ શ્રમયુકત કામ કરવામાં આવે તો પાચનતંત્રને મળનારા લોહીનાં પુરવઠામાં કાપ આવે પરિણામે પાચનતંત્રની કાર્યદક્ષતા પર આસન કરવા હિતાવહ નથી પણ જો જમ્યા પછી જ આસનો કરવા હોય તો જમ્યા પછી સાડાત્રણ થી ચાર કલાક પછી જ આસનો કરવા જોઈએ.

પ્રશ્ન ઃ-સવારે પેટ સાફ ન આવે અથવા કબજિયાત જેવું રહેતુ હોય તો આસન કરી શકાય?

જવાબ ઃ-સામાન્ય રીતે આસન કરનાર સાધકને કદી કબજિયાતની ફરિયાદ રહેતી નથી અથવા કબજિયાત હોય તો આસન એ શ્રેષ્ઠ ઔષધ છે. સામાન્ય રીતે એવો આગ્રહ જરૂર રાખવામાં આવે છે કે આસનો પેટ સાફ આવે પછી કરવા જોઈએ પરંતુ જો પેટ સાફ ન આવે તો પણ આસનો કરી શકાય.

પ્રશ્ન ઃ- રાત્રે સૂતા પહેલાં આસન થઈ શકે?

જવાબ ઃ-જો બીજી બધી જ શરતોનું પાલન થઈ શકતું હોય તો જરૂરથી કરી શકાય પણ સામાન્ય રીતે રાત્રીનો સમય આરામ માટે છે. પરિણામે રાત્રે આસન ન કરવા. હા, સૂતાં પહેલાં ધ્યાનમાં બેસવાનાં આસનોની પ્રેકટીશ થઈ શકે અથવા એવા આસનો પણ થઈ શકે જે રીલેકસ થવા માટે કરી શકાય.

પ્રશ્ન ઃ- માસિકસ્ત્રાવ સમયે બેનોથી આસન થઈ શકે?

જવાબ ઃ-માસિકસ્ત્રાવ દરમ્યાન સ્ત્રી શરીરને આરામની જરૂર હોય છે. આસનો શીખવાનાં શરૂઆતનાં દિવસોમાં માસિકસ્ત્રાવ દરમ્યાન આસનો ન કરવા. કારણ આ દિવસોમાં આસન કરવાથી બ્લીડીંગમાં વધારો થવાની શકયતા રહે છે અથવા કમરનો દુઃખાવો કે પેટનો દુઃખાવો વધી શકે પણ ઘણા વખતની પે્રકટીશ પછી જયારે કોઈ શારીરિક તકલીફમાં વધારો ન થાય ત્યારે માસિકસ્ત્રાવ દરમ્યાન પણ પ્રેકટીશ થઈ શકશે. હા, આ સમય દરમ્યાન બેસવાનાં આસનો કે રીલેકસ થવાનાં આસનોની પે્રકટીશ કરી શકાય.

પ્રશ્ન ઃ-અમુક ચોકકસ આસન કરવાથી ચોકકસ રોગ મટી જાય છે. એવો યોગનો પ્રચાર સાચો છે?

જવાબ ઃ-આ પ્રશ્નની ચર્ચા આગળનાં અંકમાં કરી જ છે. જો તમને મહર્ષિ પતંજલિને બરાબર વાંચો તો આ વાત તદ્ન ખોટી છે. પણ હા, અનુભવે એવુ લાગે છે કે અમુક ચોકકસ આસન ચોકકસ રોગમાં રાહત આપે છે.

 

Share
 
Zazi.com © 2009 . All right reserved