ગ્રૃપ સેકસ ઊર્ફે સમૂહ કામક્રીડા વિષે છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 242
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 04:16
Share

સેકસના કર્મમાં સામાન્યતઃ એક પુરુષ તથા એક સ્ત્રી સંકળાય છે. પણ કેટલાક અસામાન્ય સંજોગોમાં એક થી વધારે સ્ત્રી-પુરુષો સાથે મળીને કામસુખ માણે છે. આ ઘટનાને ‘ગ્રૃપ સેકસ’ યા ‘સામુહિક કામક્રીડા’ કહેવામાં આવે છે.

આ સમૂહ ત્રણ, ચાર યા પાંચ-દસ જણાનો પણ હોઈ શકે છે.

સેકસોલોજીના વિદેશી પાઠયપુસ્તકો જેવા કે ‘હ્યુમન લવીંગ’ (બાય માસ્ટર્સ એન્ડ જહોન્સન)માં જાતીય, વિકૃતીઓના પ્રકરણમાં ‘ગ્રૃપ સેકસ’નો ઉલ્લેખ નથી. અન્ય ટેકસબુકસમાં ય નથી. એનો અર્થ એ થાય કે પશ્ચિમના દેશોમાં ‘સમૂહ સેકસ’ને વિકૃત ગણવામાં આવતો નથી.

અલબત્ત, આપણા આજના ભારતીય માપદંડો મુજબ ગ્રૃપ સેકસ એ ‘નોર્મલ’ પ્રવૃત્તિ પણ નથી જ. એ ભલે સેકસની વિકૃતિ ન હોય પણ એ એક સામાજિક વિકૃતિ તો અચૂક જ છે. કેમકે સેકસ એ છેવટે તો બે પુખ્ત વયના સ્ત્રી પુરુષો વચ્ચે અપેક્ષિત કામવ્યવહાર છે.આથી ‘ગ્રૃપસેકસ’ને જો અન્ય કામ વિકૃતિઓ (જેવી કે પીડોફીલીયા, વોયુરીઝમ, એકઝીબીશનીઝમ, સેડીઝમ) ની જેમ પેરાફીલીક બિહેવિયર ન ગણવામાં આવે તો ય તેને સામાજિક દ્ભષ્ટિએ ‘અબનોર્મલ’ તો ગણવો જ પડે.

ભારતમાં ગ્રૃપ સેકસ બહુ પ્રચલિત નથી. પણ અખબારોમાં કયારેક આવા કિસ્સાઓ અચમકે છે. મોટા શહેરોમાં પ્રોસ્ટીટયુશન, નાઈટકલબો, ગે-બાર જેવા સેટઅપમાં ગ્રૃપસેકસ સંભવિત બને છે.

ખજૂરાહોના શિલ્પોમાં ચાર થી પાંચ સ્ત્રી પુરુષની દેહાકૃતિઓ ગ્રૃપસેકસમાં મગ્ન હોય એવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. શું એક હજાર વર્ષ પૂર્વે બંધાયેલા આ મંદિરોમાં દર્શાવાયેલ ગ્રૃપ સેકસ એવું સૂચવે છે કે એ જમાનામાં સમૂહક્રીડાને ‘સ્વાભાવિક’ ગણવામાં આવતી હતી? ખબર નથી.

વાસ્તવમાં જે વ્યકિતના મનમાં સેકસ એ કેવળ ‘શારીરિક સુખ’ નહીં બલકે, પૂર્ણ મનોચૈતસિક એકાકારત્વનું પ્રગટીકરણ’ એવું હોય તેઓને ગ્રૃપ સેકસ જેવા ડીંડવાણાની જરૂર નથી પડતી.

પરંતુ જેઓને સેકસનો અનુભવ એ કેવળ ‘ફીઝીકલ એકસ્પીરિયન્સથી વિશેષ નથી હોતો તેઓને આવા વિચિત્ર કામાનુભાવોની જરૂર પડે છે.

વિદેશમાં ગ્રૃપસેકસનો પ્રચાર કરતી એક સંસ્થા કહે છે ઃ સ્ત્રી પુરુષે જો આધિપત્ય, પઝેસીવનેસ, જેલસી યા ‘મારું-તારું’ની પીડાદાયક ભાવનાઓમાંથી છૂટકારો મેળવવો હોય તો એ માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. ‘સમૂહ કામક્રીડા’ અલબત્ત, જે લોકો ગ્રૃપ સેકસમાં ઈઈન્વોલ થાય છે તેઓ અધિકારભાવનાની જટાજાળમાંથી મુકત જરૂર હોય છે. પરંતુ કેવળ એટલા માટે કોઈને ‘ગ્રૃપ સેકસ’ પ્રીસ્ક્રાઈબ ન કરી શકાય. એનાથી કદાચ તેમની અધિકારભાવના વધી ય જઈ શકે છે.

કેટલાક લોકો તૃતીય કક્ષાની પાર્નોગ્રાફીક ફીલ્મો જોઈને ગ્રૃપસેકસ માણવાનો પ્રયોગ કરી જુએ છે. બ્લ્યૂ ફિલ્મોમાં ગ્રૃપસેકસ એ અત્યંત કોમન થીમ હોય છે.

કેટલીક પછાત આદિજાતિઓમાં ય સામાજિક ‘રીચ્યુઅલ’ તરીકે સમૂહ કામક્રીડાનો અવસર ઊજવાતો હોવાના અહેવાલો વાંચવા મળે છે.

ગ્રુપસેકસમાં ભાગ લેનારા સ્ત્રી-પુરુષોમાંના બધા જ એમાં ‘સ્વેચ્છાએ’ જોતરાય છે એવું નથી હોતું. કયારેક ડોમીનન્ટ પુરુષે મેમ્બરનું દબાણ, સામાજિક ઓબ્લીગેશન, સંજોગોની વિચિત્રતા, વ્યાવસાયિક ફરજ વગેરે ને કારણે પણ વ્યકિતએ આવા ડીંડકમાં હિસ્સો લેવો પડે છે.

હકીકતમાં ગ્રૃપસેકસએ માણસજાતની સેકસકર્મમાંથી મોનોટોની તોડીને મહત્તમ આનંદ મેળવવાની તીવ્ર ઈચ્છાનું પ્રતિબિંબ છે. લોકો કંઈ ને કંઈ નવા ગતકડા કરીને તેમની દેહભૂખને પ્રદીપ્ત રાખવા ઝઝૂમતા રહે છે. આ પણ એવું જ એક ગતકડંુ કહી શકાય.

ગ્રૃપ સેકસના જોખમો પણ ઓછાં નથી. પહેલું જોખમ એઈડસનું છે. બીજું જોખમ નૈનિકતાના ભંગનું છે. જો કોઈ વ્યકિત નબળી મનોદશાવાળી હોય તો આવા અકલ્પ્ય અનુભવ પછી તે હતાશાની ગર્તામાં પણ ધકેલાઈ જઈ શકે છે. લગ્નભંગ પણ એક સારું મોટું જોખમ છે.

સજાતીય પુરુષો વચ્ચે ‘હોમોસેકસુઅલ ગ્રુપ સેકસ’ પણ સંભવિત છે. ઈરોટિક નવલકથાઓમાં લેસ્બીયન ગ્રૃપ સેકસના ય વર્ણનો વાંચવા મળે છે.

મૂલતઃ સમાજ કુટુંબોથી રચાય છે. અને કુટુંબ દંપતિથી રચાય છે. દંપતિ એક સ્ત્રી, એક પુરુષથી જ સંભવે છે. ગૃ્રપ સેકસના પ્રયોગો દંપતિની મૂળભૂત વિભાવનાને છિન્નભિન્ન કરતાં હોવાથી તેનો વ્યાપ વિસ્તરવાનું શકય નથી.

ગ્રૃપ સેકસમાં સ્વૈચ્છિક રીતે જોડાનાર વ્યકિત પણ ફીલોસોફીકલ ઈરોઝન, ગીલ્ટ, રીલેશનશીપ કોન્ફલીકટસ, મરાઈટલ ક્રાઈસીસ, જેલસી, કન્ફયુઝન, સેકસયુઅલ એમથી (કામ અનિષ્ઠા) જેવી તકલીફોનો ભોગ બની શકે છે.

Share