વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 37 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘S.T.D. P.C.O. ઉપરના ઓપરેટરે કહ્યું, ‘મુંબઇ વાત કરવાના ત્રણ મિનિટના રૂા. ૨૦ થશે.’

‘મારે વાત નથી કરવાની ફકત સાંભળવાનું છે.’

‘મારે મારી પત્નીને કોલ જોડવાનો છે. કંઇ ઓછું નહી થાય?’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર આરોગ્યગ્રામ મનોવિજ્ઞાન કયારેક પુરુષોને સેકસ કરતાં હસ્તમૈથુન વધારે રોમાંચક લાગે છે કારણ કે
કયારેક પુરુષોને સેકસ કરતાં હસ્તમૈથુન વધારે રોમાંચક લાગે છે કારણ કે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 99
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - મનોવિજ્ઞાન
આના લેખક છે ડો. મુકુલ ચોકસી   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 04:09
Share

કેટલીક સ્ત્રીઓના યોનિમાર્ગ વારંવારની ડીલીવરી બાદ શ્લથ, શીથીલ, ઢીલાશપૂર્ણ, લૂઝ અને પકડરહિતતા થઈ જતાં હોય છે. આથી શિશ્ન ઉપર જોઈએ તેટલી ઘર્ષણયુકત પકડ નથી આવી શકતી આથી સમાગમની મૂવમેન્ટસ દરમિયાન તેઓને અપેક્ષિત આનંદ નથી મળી શકતો. અલબત્ત ડીલીવરી વગર પણ ઉંમર યા પ્રાકૃતિક કારણોસર આ ઢીલાશ આવી શકે છે. આ પુરુષને હસ્તમૈથુન વધુ આનંદપ્રદ લાગી શકે છે.

અણઆવડત સીમ્પલ લેક ઓફ નોલેજ, આસનો અનેક પ્રકારના હોય છે. સ્ત્રીના પગ પહોળા હોય તો શિશ્ન-યોનિનો સંપર્ક પ્રવાહ બની શકતો નથી. આથી આવા ભીંસનો ધારણ કરનાર યુગલને કામાનંદ ઓછો મળી શકે છે. ક્રિસલેગ્ઝ, પશ્વપ્રવેશ જેવા આસનો વિષે ન જાણનાર પુરુષો હસ્તમૈથુનમાં સરી પડી શકે છે.

હસ્તમૈથુનમાં હાથ ( યા અન્ય પદાર્થો ) ઉપર વ્યકિતનો પોતાનો કાબૂ હોય છે. તેને ઝડપ, દબાણ, ઘર્ષણ, સ્થિતિ વગેરે પુરુષથી પોતાથી સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. આથી અપેક્ષિત આનંદ મળે છે. આમ હસ્તમૈથુન દરમિયાનના મીકેનીકલ - ફીમીકલ ફેકટર્સ વધારે વેરબલ હોય છે.એટલું જ નહીં, માનસિક પરિબળો પણ કયારેક વધારે ઉત્તેજક જણાય છે. જેમકે ફેન્ટર થિન્કીંગ તે સ્ત્રીનું પોતાને અનુકૂળ એવું સ્વરૂપ ફેન્ટસાઈઝ કરી શકે છે. અત્રે એ યાદ રહે કે વાસ્તવિકતા કરતાં કલ્પના હંમેશ વધારે રોચક હોય છે. વળી પરિકલ્પનાઓ અમર્યાદ, અનલીમી હોય છે. એમાં કોઈપણ વ્યકિત, કોઈપણ પરિસ્થિતિમાં સંભવિત છે. કેટલાક પુરુષો લીટરલી સેલીબ્રીટી, હીરોઈનો, અન્ય ગમતી પરિચિત સ્ત્રીઓ ને વિગતથી કલ્પનામાં લાવે છે. સમાગમમાં પાર્ટનર એ જે છે તે જ છે. વાસ્તવિકતા છે એમાં ઝાઝા ફેરફારને અવકાશ નથી.

કન્ડીશનિંગ બાળપણથી થતું આવેલું લર્નિંગ તરૂણાવસ્થામાં વીગરસ કામવેગો ઝીલતા ઝીલતા જે હસ્તમૈથુન કરેલ હોય તેની ઈમ્પ્રેશન્સ કેટલાકના મનમાં રહી જાય છે. તેની સરખામણીએ સેકસ મંદ લાગી શકે છે. એટલે સુધી કે કોઈ જોઈ જશે તો એવી બીકથી તારુણ્યમાં જલ્દી જલ્દી હસ્તમૈથુન કરી નાખનારને લાંબાગાળે, શીઘ્રસ્ખલની બિમારી થાય તો ય એને સ્ખલનનો આનંદ તો સમાગમ કરતાં હસ્તમૈથુનમાં વધુ જ મળે.

સ્ત્રીઓમાં પણ આ ફીનોમીનન ઓપરેશનલ છે. જેમાં સ્ત્રીની એનેટોમી દેખીતી રીતે જવાબદાર છે. સમાગમ દરમિયાન કલાઈટોરિસ સીધે સીધું ઉત્તેજિત ન થાય એવું બની શકે છે. જયારે હસ્તમૈથુનમાં એવું કયારેય નથી બનતું.

કેટલાક પુરુષો શરમાળ, ટીમીડ, બંધિયાર, એકલવાયા, દયાયેલા, દુભાયેલા હોય છે. તો બીજા કેટલાક હતાશ, અપસેટ, દુખી હોય છે. તેઓને મન રીલેશન શીપ બોજો છે. પાર્ટનરને તેઓ સહી જ નથી શકતાં આવા પુરુષોની સેકસ્યુઆલીટી એકાંતમાં જ, પાર્ટનરની ગેરહાજરીમાં જ, હસ્તમૈથુન દ્વારા જ પ્રગટ થાય છે.

કેટલાક પુરુષો સજાતીય, બાળરતિપ્રિય, લોયુર, એકઝીબીશનિસ્ટ હોય છે. કેટલાકને અન્ય કામવિકૃતિઓ હોય છે. જે એકલા એકલા જ હસ્તમૈથુન દ્વારા જ સંતોષી શકાય છે.

મેં એક એવોપુરુષ જોયો હતો જેને પ્રેમીકા પાસે ગુદામૈથુનનો આનંદ મળ્યો હતો. તે પણ પ્રેગનન્સીની બીકથી ઉપલબ્ધ બન્યો હતો. પણ પત્નીને એનલ સેકસની અરૂચિ હોવાથી તથા યોનિશિશ્નના સેકસમાં એટલો આનંદ ન મળવાથી પુરુષ છેવટે હસ્તમૈથુનથી આનંદ લેતો થઈ ગયો.

પત્ની જો કકલાટવાળી, ચૂંધીવાલી, વાતવાતમાં નકાર પ્રદર્શિત કરતી હોય તો ય પુરુષ હસ્તમૈથુન તરફ વળી જઈ શકે છે.

અને છેલ્લે બધા પુરુષો કંઈ હસ્તમૈથુન પ્રીફેર નથી કરતાં પણ કેટલાક અચૂક કરે છે.

 

Share
 
Zazi.com © 2009 . All right reserved