વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 19 મહેમાનો ઓનલાઈન

રમુજ

પત્ની પતિને હંમેશાં ફરિયાદ કરતી હતી કે તમે મારે માટે કંઈ ભેટસોગાદ લઈ આવતા નથી, કે નથી મને કયારેય બહાર ફરવા લઈ જતા.

એક દિવસ પતિ તેના માટે સાડીનું પેકેટ લઈ આવ્યો અને કહયું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે સાંજે ફરવા જઈએ.’

પત્ની : ‘હાય હાય. મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો!’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર આરોગ્યગ્રામ બાળઉછેર જો જો બાળક કયાંક લોભી ન બની જાય!
જો જો બાળક કયાંક લોભી ન બની જાય! પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - બાળ ઉછેર
આના લેખક છે ડો. રઇશ મણીયાર   
શુક્રવાર, 02 એપ્રીલ 2010 18:20
Share

બાળક્નાં જન્મથી લોભી કે લાલચુ હોતું નથી. એના ઉછેર દરમિયાન એ લોભી કે લાલચુ બને છે. નાની ઉંમરથી જ બાળકો સાથે આપણે શરત મૂકતા થઈ જઈએ છીએ. આમ કરશે તો ચોકલેટ આપીશું, આમ કરશે તો આઈસક્રીમ આપીશું, આમ કરશે તો ફરવા લઈ જઈશ.આપણું ઈચ્છીત કાર્ય બાળક પાસે કરાવવા માટે અથવા અનિચ્છીત કાર્યથી બાળકને દુર રાખવા માટે આપણે આવી લાલચ આપતાં હોઈએ છીએ. મોટે ભાગે ભણવા માટે, જમી લેવા માટે અને તોફાન ન કરવા માટે આવી લાલચો આપવામાં આવતી હોય છે. બાળક નાદાન હોવાથી આવી લાલચોનો ભોગ બને છે. બાળક મનમાં આવો બોધપાઠ ગ્રહણ કરે છે કે કશુંક મનગમતું મેળવવા માટે કશુંક અણગમતું કરવું પડતું હોય છે. આમ, આઈસક્રીમ, ચોકલેટ કે બહાર ફરવા જવાનું બાળકના મનગમતી વસ્તુ તરીકે અને ભણવું, જમવું અને તોફાન ન કરવું એ અણગમતી વસ્તુ તરીકે સ્થીાપિત થાય છે. બાળક આ કાર્ય દિલથી કરતું નથી માત્ર મનગમતી વસ્તુ મેળવવાના લોભથી કરે છે. કાર્ય કરતી વખતે એનું ચિત્ર  મનગમતી વસ્તુની લાલચમાં જ હોવાથી, જે તે કાર્યને બાળક યોઞ્ય ન્યાય આપી શકતું નથી. મનગમતી વસ્તુ મેળવવા માટે બાળક જુઠું બોલતાં, નાટક કરતાં પણ શીખે છે. બ્ળાાક અધીરું અને અસંયમી બને છે.


બાળકને લોભ કે લાલચ બતાવી કામ કરવવામાં ટુંકા ગાળાના અને લાંબા ગાળાના, બંને પ્રકારના ગેરફાયદા રહેલા છે.

જોકે, અહીં સાથે સાથે એટલું જણાવી દેવું જરુરી છે કે લોભી કે લાલચુ બનતું પ્રત્યેક બાળક માત્ર આ જ કારણસર લોભી બનતું નથી. કુટુંબની પરિસ્થીિતિ અનુસાર બાળકો બાળપણમાં અમુક વસ્તીુઅોથી, અમુક સુખ સવલતોથી વંચિત રહે છે. જે બાળકને વંચિત રહી ગયાનો અહેસાસ બહુ સતાવતો નથી, તે બાળક બહુ લોભી કે લાલચુ બનતુ નથી. પરંતુ જે બાળક સુખ સવલતોથી વંચિત રહી ગયાની સતત અનુભુતિ કરતું રહે છે તે બાળકમાં લોભ કે લાલચ પાંગરે છે.

આ પ્રક્રીયામાં મા બાપનો પણ ઘણો ફાળો હોઈ શકે. કેટલાંક મા બાપ સામાન્ય સ્થીિતિનાં હોવા છતાં ખુમારીપુર્વક જીવે છે, પોતાની સ્થીિતિ અંગે વારંવાર બળાપો કાઢતાં નથી. આવાં માબાપ જો સંતાન પ્રત્યે પ્રેમાળ અને લાગણીશીલ હોય તો એમનાં લોભી બનતાં નથી, પરંતુ જો આવાં માબાપ સંતાનો પ્રત્યે થોડાં બિનજવાબદાર કે થોડાં ઘણાં અસંવેદનશીલ હોય તો બાળક માબાપના સ્વીભાવથી વિરુ લોભી અને લાલચુ બનવાની શકયતા રહે છે.

કે ટલાંક માબાપ પોતાની નબળી આર્થિક સ્થીિતિ માનસિક રીતે જીરવી શકતાં નથી. સંતાનોની હાજરીમાં વારંવાર બળાપો કાઢે છે. જો આવાં માબાપ અને સંતાનો વચ્ચે સંબંધોનો સેતુ સારો હોય તો બાળકો પણ એમનાં જેવા જ લોભી બનવાની સંભાવના રહે છે. પરંતુ જો આવાં માબાપ જો સંતાન પ્રત્યે બિનજવાબદાર, અસહિષ્ણુ કે અસંવેદનશીલ હોય તો સંતાન મુંઝાઈ જાય છે. માબાપનો લોભી અને સંકુચિત સ્વીભાવ એમને ગમતો નથી. એ દયાળુ અને પૈસાપાત્ર બનવા માગે છે. માનસિક અસ્વીસ્થીતા એનો પીછો છોડતી નથી. સંજોગો અનુસાર એ સારો કે ખરાબ બનવાની શકયતા રહે છે.
ટુંકમાં, બાળક લોભી કે લાલચુ ન બને તે માટે બે વસ્તીુનું ્યાન માબાપે રાખવું જોઈએ. નાની ઉંમરમાં કોઈ પણ કામ કઢાવવા માટે બાળકને લાલચ ન આપવી જોઈએ. અને પોતાની જીવનશૈલી પોતાની આર્થિક પરિસ્થીિતિ અનુસાર સ્વીમાનપુર્ણ અને સંતોષસભર રાખવી જોઈએ.


 

Share
 
Zazi.com © 2009 . All right reserved