વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 59 guests and no members online

મદદ

 


 રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે અગિયાર મહિનાનું બાળક ભ ીંત સાથે માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે. જમીન પર માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે જમીન પર આળોટી ગુસ્સો પ્રગટ કરે છે ઘરની ચીજવસ્તુઓ ફેંકી દઇને ગુસ્સો પ્રગટ કરે છે.

અગિયાર મહિનાનું બાળક એક વાર નહીં પરંતુ વારંવાર ભીત સાથે માથું અફાળે એ જરા વધારે પડતું કહેવાય.

આવું કરવાનું બાળક કેવી રીતે શીખે છે? બાળક કોઇ પણ વર્તન શીખે એનાં બે પાસાં વિચારી શકાય એવું વર્તન કરવાની પદ્ધતિ બાળક કયાંથી શીખ્યું? અને એવું વર્તન કરવાની બાળકને જરુર શા માટે પડી?ભીંત સાથે માથું પછાડવું એ ગુસ્સાનું પ્રકટીકરણ છે. ગુસ્સાની આવી અભિવ્યકતી બાળક જન્મજાત શીખીને તો ન આવ્યું હોય એટલે આ વર્તન બાળકે કયાંકથી જોયેલા વર્તનની નકલ જ હોઇ શકે. શકય છે કે બાળકે મમ્મીને કયારેક ગુસ્સામાં માથું પછાડતી જોઇ હોય કદાચ પપ્પાને કે ફોઇને એવું કરતાં જોયાં હોય, કદાચ બીજા કોઇ બાળક પાસેથી આ બાળક એવું વર્તન શીખ્યું હોય, પરંતુ વધુ મહત્વનું એ નથી કે બાળક આવું વર્તન કે અભિવ્યકતિ કયાંથી શીખ્યું? અગત્યનું તો એ છે કે આવું વર્તન કરવા પાછળનું પે્રરકબળ કયું છે? અગિયાર મહિનાના બાળકમાં આટલો ગુસ્સો કયાંથી આવ્યો? એની નાનકડી જીદગીમાં સૌએ એની સાથે પ્રમભર્યો જ વ્યહવાર કર્યો હોય સૌએ એને લાડપ્યારથી રાખ્યું હોય તો બાળકના મનમાં આટલો ગુસ્સો કેવી રીતે એકઠો થાય, જે એને ભીત સાથે માથું અથડાવી પ્રગટ કરવો પડે?

બાળરોગ નિષ્ણાંત તરીકે મને ઘણી વાર માતાઓની આ ફરિયાદ અંગે કાળજીપૂર્વક નિરીક્ષણ અને તપાસ કરવાની તક મળી છે. આવા લગભગ દરેક કિસ્સામાં તપાસ કરતાં માલૂમ પડયું કે આવું દરેક બાળક એક ચોકકસ પ્રકારની બળજબરીનો ભોગ બનેલું હોય છે. આવા દરેક કિસ્સામાંમાતાના મગજમાં એવી ગ્રંથી હોય છે, કે બાળક પોતાની મરજીથી થોડું જમે? એ તો આપણે જ બળજબરીથી ખવડાવવું પડે એટલે ચાર મહિનાનું બાળક થાય ત્યારથી જ એને દુવડાવી એનું માથું પગ વચ્ચે દબાવી, જરુર પડે તો સહાયકની મદદ લઇ એના હાથ પકડી બળજબરીથી એનું માં ખોલી એમાં દૂધ બિસ્કિટ કે અન્ય ખોરાક ઠોંસવામાં આવે છે. બાળક ગમે એટલા ધમપછાડા કરે, પરંતુ ઉત્સાહી માતા પોતાના ધારેલા સમયે પોતે ધરેલી માત્રામાં બાળકને પુરેપુરો ખવડાવીને જ જંપે છે.આ દશ્ય ખૂબ વ્યાપક છે. તમે પણ જોયું હશે.

બાળકો પર એવી બળજબરી શામાટે? દરેક બાળક પોતે ભૂખની અનુભુતી કરી જ શકે છે. એને પોતાને ઇચ્છા થાય તે સમયે પોતાની રુચિ મુજબનો ખોરાક ખાય છે. પરંતુ ઉત્સાહી યુવાન માતાને આ હકીકત પર વિશ્વાસ હોતો નથી. પોતાના બાળકને તંદુરસ્ત બનાવવાની ઘેલછા અને લહાયમાં એ બાળક પર બળજબરી કરે છે. બાળક ગુસ્સે થાય છે બાળક જિદદી બની જાય છે જો તમે જમવાનીબાબતે મનમાનીકરશો તો હું પણ બીજી બાબતોમાં મનમાની કરીશ એવુંું વલણ ઘારણ કરે છે બાળક અને માતાના સંબંધો વણસે છે. ભવિષ્યમાં અન્ય બાબતોમાં પણ હુંસાતુંસી, ચડસાચડ,સી બળપ્રયોગ અનાદર રકઝક થવાની શકયતા વધે છે. માતા અને બાળક બંનેનાં સમય અને શકિત વેડફાય છે. ઘણી વાર એવું બને છે કે બાળકને હંમેશને માટે ખોરાક ઉપર નફરત થઇ જાય છે.

બળક સાથે સંબંધોની કક્ષા કેવી રાખવી એ સંપૂર્ણપણે માતાના હાથમાઢ હોય છે. જો નાનપણથી જ બાળક સાથે પ્રેમ આદર શિસ્ત સમજાવટ અને મકકમતાથી કામ લેવામાં આવે તો કદી ગુસ્સો, બળપ્રયોગ કે દલીલબાજી કરવાની જરુર પડતી નથી. જો બાળક સાથેના વર્તનમાં માતા બાલિશતા કેનાદાની દાખવીને ગુસ્સો બળજબરી કે જીદ કરવા જાય તો એ માતા અને બાળકના સંબંધો સદાય તંગ અને તાણભર્યા રહે છે.

 

Zazi.com © 2009 . All right reserved