કઠોળ : પૃથ્વી પરનું રતન છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 13
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - જીવન યોગ
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક   
શનીવાર, 03 એપ્રીલ 2010 00:20
Share

ડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.

ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી ગડબડ થાય છે કે ન પૂછો વાત. આખી રાત વાયુ છૂટેે છે.

બીજો પણ એક વાર્તાલાપ સાંભળવા જેવો છે.શિલ્પા : અરે! ગીતા, તું તારા પતિને અને મારા બાળકોને કઠોળ કેમ ખવડાવતી નથી. એમને તો યોગાના સરે કહ્યું ત્યારથી હું તો લગભગ રોજ કઠોળ બનાવું છું. ખૂબ સારું રીઝલ્ટ મળે છે.

ગીતા : શિલ્પા, તને શું વાત કરૂ! મારા પિયરમાં તો હું તો કઠોળ ખાઈને જ મોટી થઈ છું. આ મારા પતિને કઠોળ બિલકુલ ભાવતું નથી એટલે મારા સાસરામાં તો કઠોળ બનતું જ નથી, ોટલું જ નહીં, મારા છોકરાઓ પણ કઠોળ ખાતા જ નથી. તું જ કહે! હું શું કરું, સમજું છું બધું, પણ લાચાર છું, એક વાત કહું, કોઈને કહેતી નહીં, મને કઠોળ એટલું ભાવે છે કે ન પૂછો વાત. આવતા જન્મે આ જ સાસરું પાછું ન મળે તો સારું, એવા વિચાર આવે છે, સાચુ કહું છું તને! હું તો એ માણસને મળવા માગું છું જેણે આ વાત ફેલાવવી છે કે કઠોળ ખાવાથી ગેસ થાય છે. વર્ષો પહેલાં એકાદ જણને ગેસ થયો, એણે બીજા બે જણને વાત કરી, એમણે દેશ એ વાતથી પીડાઈ રહ્યો છે કે કઠોળ ખાવાથી ગેસ થાય છે અને એટલે જ આપણી સંસદમાં અપાયેલા આંકડા કહે છે કે ૧૯૪૭નું કઠોળનું રાષ્ટ્રીય ઉત્પાદન અને ૧૯૪૭માં કઠોળનું રાષ્ટીય ઉત્પાદન સરખું છે. દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી ૩૦ કરોડ હતી, આજે ૧૦૨ કરોડની વસ્તી છે અને કઠોળનું ઉત્પાદન વધવું જોઈતું હતું તે દિવસે દિવસે ઓછું થવા માંડયું છે. મને તો એ દિવસ દેખાય છે કે આવતા ૨૦-૨૫ વર્ષોમાં ભારતનો ખેડૂત કઠોળ ઉગાડતો બંધ થઈ જશે. એ ડર અસ્થાને નથી કે પરદેશના ખેડૂતો કઠોળને પેટન્ટ કરાવી દેશે. તમે શાકભાજીના પ્રતિનિધિ તરીકે દૂધ અને કઠોળના પ્રતિનિધિ તરીકે મગને પસંદ કરો.

મગ દૂધી

લોહતત્ત્વ ૮.૪ મિ. ગ્રા ૦.૭ મિ.ગ્રા

(આયર્ન)

કેલ્શિયમ ૧૨૪ મિ.ગ્રા. ૨૦ મિ.ગ્રા.

પ્રોટીન ૨૩ ગ્રામ ૦.૨ ગ્રામ

ફાઈબર ૪.૧ ગ્રામ ૦.૬ ગ્રામ

કાર્બોહાઈડ્રેટ ૫૬.૭ ગ્રામ ૨.૫ ગ્રામ

ફેટ ૧.૩ ગ્રામ ૦.૬ ગ્રામ

કેલરી ૩૩૪ ૧૨

વિટામીન - એ ૯૭ મિ.ગ્રા. -

ઉપરનાં આંકડાઓ જોતાં જ એમ લાગે છે કે કઠોળ પોષણના તત્વોની દ્ભષ્ટિએ અનેકગણું ઉત્તમ છે.

શું તમને કઠોળ ખાવાથી ગેસ-વાયુની તકલીફ થાય છે?

હા, કઠોળનો સ્વભાવ વાયુ કરવાનો જરૂર છે પણ આ પ્રશ્નનું નિરાકરણ બહુ સહેલું છે. જો તમે તમારા દાદા-દાદીને યાદ કરો કે તમારા દાદા મગ કે વાલની દાળમાં શું વધારે નાખતા હતા? આપણા દાદા-દાદી કોઈપણ કઠોળમાં ઉપરથી એક ચમચી તેલ નાંખતા હતાં. વાયુનો સૌથી મોટામાં મોટો મારક જ તેલ છે. જેવું કઠોળમાં એક ચમચી તેલ નાંખવામાં આવે તો કઠોળ કદી તમને વાયુ નહીં કરશે, એ નકકી માનજો. એક ચમચી કાચું તેલ નાંખવાની વાત વાંચીને તમારામાંથી ઘણાને ચિંતા થવા માંડશે. અરે ભાઈ! તમારે આમ પણ રોજ ત્રણ ચાર ચમચી ફેટ ખાવાનું છે. એમાંથી એક ચમચી કઠોળમાં નાંખવાથી કહીં નહીં થાય.

ઘણા ઘરોમાં કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં લસણ, આદુ, ગરમ મસાલા.... વિગેરે નાખવામાં આવે છે. તેનાથી પણ કઠોળનો વાયુ કરવાનો ગુણ ઓછો થઈ જાય છે.

 

Share