|
આ શ્રાવણ મહિના માં કરવા જેવા કેટલાક નવતર વ્રત ઉપવાસ !! |
|
|
|
|
આરોગ્યગ્રામ -
આયુર્વેદ
|
|
આના લેખક છે ડો. જોબન મોઢા
|
|
શુક્રવાર, 05 ઓગસ્ટ 2011 03:24 |
|
શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો... એક ટાણા, ઉપવાસનો મહિનો... એમાય આ વખતે તો રમઝાન પણ સાથે જ છે ! ને થોડા દિવસોમાં જૈન લોકોના વ્રત પણ શરુ થશે ! પણ આ બધા માં સૌથી મઝેદાર હિંદુ લોકોના કહેવાતા ઉપવાસ/એકટાણા હોય છે... એય ને મજે થી સાબુદાણા ની ખીચડી, શીંગ બટેટાની ખીચડી ભર પેટ આરોગવાના અને દ્વારીકાવાલા ઠાકોરજી ને ય ભજવાના ! જોકે હવે તો સાદી સીધી રાજગરાની પૂરી કે સાબુદાણા ની ખીચડી ઓલ્ડ ફેશનડ કહેવાય છે ! હવે તો લોકો તરલા દલાલ અને સંજીવ કપૂર ની કૃપા થી ફરાળી પીઝા, ફરાળી મિસળ, ફરાળી દહીં વડા, ફરાળી પેન કેક, ફરાળી કોફતા કરી, ફરાળી પુરણપોળી અને ફરાળી પાસ્તા સુધી પ્રગતિ કરી ગયા છે !! ફરાળી રેસીપી ગૂગલ કરશો તો ૧૬,૫૦૦ પેજ મળી આવશે ! અને નીતનવી વાનગી ઓ ઉભરાશે ! ફરાળી હેશ બ્રાઉન્સ જેવું અદભૂત નામ ધરાવતી ફરાળી વાનગી પણ મળશે !
પણ આમાં મારા જેવા વૈદ્યનો આત્મો એટલે દુભાય છે કે લોકો આવું બધું અવનવું ઠાંસી ઠાંસીને એટલા માંદા પડે છે અને આ શ્રાવણ મહિનાના વ્રતનો ઓરીજીનલ મહિમા વિસરાય જાય છે ! શ્રાવણ મહિનામાં વ્રત રાખવાનું આયુર્વેદિક વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણી ડાઈજેસ્તીવ ફાયર લો હોય. જમવાનું બરાબર પચે નહિ. બધા એન્ઝાય્મ અત્યારે બરાબર કામ ન કરતા હોય એટલે ઋષિ મુનીઓ એ એક જ વાર જમવું એવું સમજાવ્યું. લોકો ન સમજ્યા એટલે ધાર્મિક કારણો જોડીને શ્રાવણ મહિનાને ઓફિશિયલી એકતાના સ્પેશીયલ બનાવી દીધો ....પણ લોકોને તો ફળ આહાર ને બદલે ફરાળી હેશ બ્રાઉનસ ઝાપતવી છે ! તમે કોઈ પણ જનરલ પ્રેક્તિશ્નર ને પુછજો.. આખા વરસમાં સીઝન ક્યારે કહેવાય ! એ તરત કહેશે શ્રાવણ મહિનો !! લોકો આખા વરસ માં ન કમાય એટલું એક મહિનામાં કમાય લ્યે છે !
તો શું કરવું ! ભગવાન ને કેમ પ્રસન્ન કરવા ?? મારા તરફથી થોડા નવતર ઉપવાસ એકટાણા નું લીસ્ટ આપું છું ! અજમાવી જોજો ! ફરાળી હેશ બ્રાઉનસ ખાઈને કરતા વ્રત જેટલું જ પુણ્ય મળશે !
૧. આખો શ્રાવણ મહિનો ફેસબુક પર લોગ ઇન નહિ થવાનું
૨. શરૂઆતમાં કંઈક ડીફ્ફરંટ હોવાનો આભાસ કરાવીને ટીપીકલ એકતા કપૂર ની થઇ ગયેલી "બડે અચ્છે લગતે હૈ " સીરીયલ નહિ જોવાની !
૩. એજ રીતે ઇમોશનલ અત્યાચાર, કે રાખી સાવંતની અજબ ગજબ ની સીરીયલ નો એક મહિના માટે ત્યાગ કરવો !
૪. બીડી પીતી કેટરીના નું મેરે બ્રધર કી દુલ્હનનું નવું ગીત નહિ જોવાનું !
૫. સચિન ની ૧૦૦ મી સદી ની રાહ નહિ જોવાની !
|
|
|
આરોગ્યગ્રામ -
જીવન યોગ
|
|
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક
|
|
શનીવાર, 03 એપ્રીલ 2010 00:20 |
|
ડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.
ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી ગડબડ થાય છે કે ન પૂછો વાત. આખી રાત વાયુ છૂટેે છે.
બીજો પણ એક વાર્તાલાપ સાંભળવા જેવો છે.
|
|
આરોગ્યગ્રામ -
જીવન યોગ
|
|
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક
|
|
શનીવાર, 03 એપ્રીલ 2010 00:16 |
|
એક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.
ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.
દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.
ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે તમારે ખાવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.
દર્દી ઃ સાહેબ, સાચું કહું તો, હું કંઈ જ ખાતી નથી. ઘી-તેલ તો વર્ષોથી બંધ છે. ફરસાણ-મીઠાઈને તો અડકતી નથી અને ચોખાની તો મેં પાંચ વર્ષથી બાધા જ લઈ લીધી છે. આજે તો ચોખા ખાધાને પાંચ વર્ષ તો થઈ ગયા છે. સાહેબ, તો પણ વજન ઓછું થતું નથી.
|
|
આરોગ્યગ્રામ -
જીવન યોગ
|
|
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક
|
|
શનીવાર, 03 એપ્રીલ 2010 00:13 |
|
ઘી ઘી વિષય પણ ઘણો વિવાદાસ્પદ છે. આગળના જમાનામાં લોકો વાડકે વાડકે ઘી પીવાનું પસંદ કરતા હતા. ઘીમાંથી બનાવેલા લાડુ ખાવાની તો જાણે હરીફાઈ ચાલતી હતી અને નવાઈ એ વાત છે તે તમારા દાદાને કોઈ હાર્ટએટેક કે હાઈપરકોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની બિમારી સતાવતી ન હતી. જયારે આજે ડાયેટીંગ કરનાર ઘીને બિલકુલ અડકતા નથી. વજનને ધ્યાનમાં રાખીને ચાલનાર ઘીથી દૂર ભાગે છે અને સૌથી વધારે હાર્ટઅટેક કે વજનવૃદ્ધિ, ડાયાબીટીસ કે કેન્સરનો વ્યાધિ આ જ જગતને જોવા મળે છે. આવું વાંચીને સામાન્ય માનવી વધારે મુંઝવણ અનુભવે છે કે ઘી ખાવાથી વજન, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ વધે છે. એટલે જેટલું ઓછું ખવાય ત્યાં સુધી સારું. પણ આપણે કંઈ યોગી નથી એટલે ઘી ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. એટલે મધ્યમ માર્ગ અપનાવવા જેવો છે કે ચોવીસ કલાકમાં એક નાની ચમચી
|
|
આરોગ્યગ્રામ -
જીવન યોગ
|
|
આના લેખક છે ડો. હિમાંશુ પાઠક
|
|
શનીવાર, 03 એપ્રીલ 2010 00:10 |
|
અમારા યોગ સેન્ટરમાં ગુજરાતની બહુ જાણીતી ડેરીના મેનેજીંગ ડિરેકટર યોગ શીખવા માટે આવતા હતા. એમના પ્રવચનમાં એમણે એક વાત કરી હતી, તે યાદ આવે છે. એટલે કહેવાની ઇચ્છા રોકી શકતો નથી, વકતાએ એક દલીલ કરી હતી.
વિશ્વના વિકસિત દેશોમાં ફકત ગાયનું જ દૂઘ પીવામાં આવે છે, જયારે ભારત દેશમાં માત્ર ભેંસનું દૂધ પીવામાં આવે છે. જે મારી દ્રષ્ટિએ ખોટું છે.
આ દલીલના સમર્થનમાં મહર્ષિ વાગ્ભટ્ટે રચિત આયુર્વેદના અષ્ટાંગહ્યદય નામના પુસ્તકની બીજી એક વાત જાણીને તમને આનંદ થશે. મહર્ષિ વાગ્ભટ્ટે ઉત્તમમાં ઉત્તમ દૂધ તરીકે ગાયના દૂધનું વર્ણન કર્યુ છે. પરંતુ કનિષ્ઠ દૂઘ તરીકે ભેંસના દૂધનો ઉલ્લેખ કર્યો છે. કનિષ્ઠ એટલે ત્યાગવા યોગ્ય. કનિષ્ઠ એટલે ખરાબમાં ખરાબ. કદાચ જેનો આપણા જીવનમાં પ્રવેશ પણ ના થવો જોઇએ.
|
|
|
|
|
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 પાસેનું > અંત >>
|
|
પ્રુષ્ઠ 1 કુલ- 6 |