વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 5 મહેમાનો ઓનલાઈન

રમુજ


જયશ્રીને પ્રેમ કરવાનું તે છોડી કેમ દીધું?‘
‘કારણ કે તેની સાથે મારા લગ્ન થઈ ગયા.
તમારાં લગ્ન થઈ ગયા, હવે તમારે વીમો લઈ લેવો જોઈએ.
વીમા એજંટે કહયું.
ના ના, એ એટલી બધી ક્રૂર નથી.પતિએ કહયું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર પ્રત્યંચા
પ્રત્યંચા
શરતચૂક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - મગનભાઈ મકવાણા "મંગલપંથી"
આના લેખક છે મંગલપંથી   
શુક્રવાર, 25 જાન્યુઆરી 2013 06:06

મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો .કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ફે અચૂક સારા માર્કસે પાસ થશે .

ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે  ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી. ...ફરીવાર નંબર બરાબર ચકાસ્યા.... તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું .....! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો....!

 
ગુડ્ડી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - મગનભાઈ મકવાણા "મંગલપંથી"
આના લેખક છે મંગલપંથી   
ગુરુવાર, 03 જાન્યુઆરી 2013 12:35

' હવે બહુ લાંબુ નહિ ખેંચે ....!' મિહિર મનોમન બબડ્યો . છેલ્લા એક કલાકમાં  તે છ- સાત વાર પૂછપરછની બારીએ જઈ આવ્યો હતો. દરેક વખતે એક જ જવાબ મળતો : ' બસ આગળથી આવશે તો જશે .'ત્યાં જ એક બસ આવી પણ તે અન્ય રૂટની હતી. તેણે બસની ઉપર લગાવેલા પટ્ટાનું લખાણ વાંચ્યું : ' હાથ ઉંચો કરો , બસમાં બેસો. 'તેણે સંદર્ભ જોડ્યો : ' નીચે ઉતરો , ધક્કો મારો , બસમાં બેસો. '

મિહિરે પ્લેટફોર્મ પર નજર ફેરવી .ચારે તરફ કાગળના ડૂચાં,પોલીથીનની કોથળીઓ  અને ખાદ્ય પદાર્થો વેરાયેલાં પડ્યાં હતાં. બેસવાલાયક જગ્યા તેને ક્યાંય દેખાઈ નહિ .તે બસ સ્ટેન્ડની બહાર આવ્યો . રોડની સામેની બાજુએ વડનું ઘેઘૂર વૃક્ષ હતું . તે ત્યાં જઈને ઉભો રહ્યો. બસ સ્ટેન્ડ કરતાં અહી તેને સારું લાગ્યું.

એવામાં , એક કાળા રંગની કાર તેનાથી થોડે દૂર પાનના ગલ્લા પાસે આવીને થોભી . કારનો દરવાજો ખુલ્યો ને વીસેક વર્ષની  એક યુવતી કારમાંથી નીચે ઉતરી. ડ્રાઈવર સીટ પર બેઠેલા આધેડ પુરૂષે હાથ હલાવ્યો. યુવતીએ મોહક સ્મિત સાથે પ્રત્યુત્તર વાળ્યો, કાર ચાલી ગઈ.

મિહિરે યુવતીના ચહેરા પર અછડતી નજર ફેંકી. આછા ગુલાબી રંગનું ટોપ , બ્લેક જીન્સ , બ્લેક ગોગલ્સ અને હાથમાં આધુનિકતાના પ્રતિક સમો મોંઘોદાટ મોબાઈલ હેન્ડસેટ . યુવતીએ ચહેરા પરથી ગોગલ્સ હટાવી , ટોપમાં ભરાવ્યા . મિહિરને યુવતીનો ચહેરો પરિચિત લાગ્યો. તેણે યુવતીના ચહેરા પરની રેખાઓ ઉકેલવા પ્રયત્ન કર્યો. યુવતી એ હેન્ડબેગમાંથી  નાનકડો અરીસો કાઢ્યો ને વાળ ઠીકઠાક કરવા લાગી.

 
મહાભારતનું મૂળ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - નરેશ કે.ડૉડીયા
આના લેખક છે નરેશ કે.ડૉડીયા   
ગુરુવાર, 27 ડિસેમ્બર 2012 14:55

આપણા હિંદુ સમાજમાં ઘણાખરા પરિવારો એમ માને છે કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ રાખીયે તો ઘરમાં મહાભારત સર્જાય છે..!..શા માટે આ માન્યતા ઘર કરી ગઇ છે..?આનું કારણ શોધવા બેસીયે તો છેડાઓ છેટ હાલના અફઘાનીસ્તાનના કાંધાર અને તે સમયનું ગાંધાર સુધી પહોંચે છે.

માતા સત્યવતીને કુરુવંસના યુવરાજની લાલશા જાગી હતી.ભીષ્મની પ્રતિજ્ઞાને લીધે સત્યવતી લાચાર હતાં.અતિસય કામવૃતિને કારણે યુવરાજ વિચિત્રવિર્ય નપુંશક બની ગયો હતો.તેને કોઇ રાજા કન્યા આપવા તૈયાર નહોતા.દેવવ્રત ભીષ્મ કાશીનરેશના સ્વયંમવરમાંથી ત્રણ કન્યાઓને એકીસાથે અપહરણ કરી લાવે છે.યુવરાજ વિચિત્રવિર્ય બાળક પેદા કરવાં અસમર્થ હોવાથી અપહરણ કરી લાવેલી ત્રણ પૈકીની બે કન્યા અંબીકા અને અંબાલીકા સાથે મુની દ્રેપાયન સાથે નિયોગ કરે છે.(નિયોગ એટલે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સમાગમ કરી અને બાળકો પેદા કરવા).

આ નિયોગના કારણે અંબીકાના કુખે જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે.જ્યારે અંબાલીકાની કુખે જન્મથી રોગીષ્ટ અને નિર્બળ એવા પાંડુનિ જન્મ થાય છે.

આ બંને યુવરાજો પુખ્ત થતા અંધ એવા ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે સક્ષમ અને બાહુબળ ધરાવતો યુવાન બને છે અને જન્મથી દુર્બળ એવા પાંડુ સામાન્ય હતા.

બંને યુવરાજો પુખ્ત થતાં દાદી સત્યવતી બંને યુવરાજો માટે કન્યા શોધવાની તૈયારી આદરે છે.દાદી સત્યવતી વિચારે છે કે જો બંને યુવરાજો પરણીને કુરુવંશનો વેલો આગળ વધારે તો કુરુવંશ ઉપર લાગેલી’નિયોગ’ની ભયાનકતા દુર કરી શકાય.

એક દીવસ કુરુવંશના રાજપૂરોહિત કૃપાચાર્યને બોલાવીને સત્યવતી કહે છે કે.”આચાર્યશ્રી આં બને યુવરાજો માટે હવે કન્યા શોધવાની જવાબદારી આપના શીરે રહેશે.”

ત્યારે આચાર્ય જવાબ આપે છે,”જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રને કોણ કન્યા આપશે..?”

તો સત્યવતી કહે છે,”તો પાંડુ માટે કન્યા શોધી આપો…!”

આચાર્ય જવાબ આપતા કહે છે,”રાજમાતા ! આપ તો જાણો છો કે પાંડુ પણ વિચિત્રવિર્યનાં માર્ગે છે.તે વ્યભિચારી બની ગયો છે.તે રોગથી પીડાય રહ્યો છે.આ રોગને કારણે તે પણ પુરુષાતન ગુમાવી બેઠો છે.”

કૃપાચાર્યની વાત સાંભળીને સત્યવતી ગુસ્સે થઇને કહે છે,”જાવ આચાર્ય ! રાજા કુંતીભોજની કન્યા છે અને તેના માટે માંગુ નાખો..!

ત્યારે આચાર્ય જવાબ આપે છે,”રાજમાતા ! ક્ષમા ચાહુ છુ ! એ કન્યા કુંતીભોજની નથી.તે એક યાદવ કન્યા છે અર્થાત એ વૃષીણકન્યા છે અને એનું નામ પૃથા છે..અને મહત્વની વાત એ છે કે એ કન્યા કુવાંરી છે છતાં સગર્ભા છે.”

એ વખતે કુંતિના પેટમાં કર્ણનો ઉદર વિકસી રહ્યો હતો.એક એકથી ચડીયાતા અનેક અવનવા અને ના સમજી શકાય એવા કિસ્સાઓ અને આધુનિક જમાનામાં જે વસ્તુઓ શકય નથી તેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે..

આ સાંભળીને સત્યવતી ખિન્ન બની જાય છે અને આચાર્યને કહે છે,”આ વાત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ગોપીત રાખશો અને રાજા કુંતીભોજને મળીને એ કન્યાનું સગપણ પાંડુ સાથે નક્કી કરો.”

 
નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર છે. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
પ્રત્યંચા - ચિંતન શેલત
આના લેખક છે ચિંતન શેલત   
ગુરુવાર, 27 ડિસેમ્બર 2012 13:13

અનિલ જોશી અનિલ જોશી સરનું એક નવી પેઢી સમજે તેવાં સાહિત્યની જરૂર માટે નું સ્ટેટસ વાંચી ને આ લખવાનું મન થઈ આવ્યું, કહેવું હતું તો ઘણાં સમયથી પણ આજે કવિશ્રી ના સહકાર થી આ તક મળી છે. જો સાચે જ સિનીયર કવિઓ, લેખકો નો આમ જ સાથ હોય તો અમારી પેઢીમાં ઘણાં એવા નામો છે જે સાચે જ ખૂબ સારું કામ કરી શકે છે અને ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ કહી શકાય એવું કામ કહી શકાય તેમ છે. જેને ખરેખર ૨૧મી સદીનું સાહિત્ય કહી શકાય એમ છે. પણ આપણાં કવિઓ ની અને લેખકોની એક ચોક્કસ સમજણ છે કવિતા વિશે ની અને એનાં સિવાયનું કશુંય કવિતા કહેવાવાને લાયક નથી એમ તેઓ માને છે. સારી ક્રીયેટીવીટી આમ બસ ફેસબૂક સ્ટેટસ અને રેડીયો વગેરેમાં વેડફાઈને રહી જાય છે.

આપણે જો મૂર્તિ બનાવવી હોય તો મૂર્તિનાં કદ અને એમાં બારીકીનાં પ્રમાણે આપણે ઓજારો વાપરીએ, બધી જ મૂર્તિ માટે એકસરખા ઓજાર ન વાપરી શકાય. તો અહીં અમને જેવું સંવેદન સાંપડે એ પ્રમાણે જ ભાષા ઉપયોગમાં લેવાય એ તદ્દન સ્વાભાવિક છે, અમારી પેઢી ગામઠી વાતાવરણ વચ્ચે કે ચારેબાજું ગવાતા ભજનોનાં ઢાળ વચ્ચે નથી ઉછરી. તો અમારી કવિતાઓમાં એ ના હોય એ સ્વાભાવિક છે.

હું મારી અને મારા સ્કૂલ ટાઈમનાં મારા મિત્રોની દ્રષ્ટિ થી વાત કરું તો, અમે ગુજરાતી ને ભાષા તરીકે પછી અને પહેલા એક વિષય તરીકે જોઈ છે, એક એવી પરીક્ષા જેમાં ખાલી પાસ થવાનું છે. અમે ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા શીખ્યા જ નથી. આપણે માત્ર પરીક્ષાલક્ષી ભણીયે છીએ. તો અમારા માટે ગુજરાતી એક વિષય માત્ર હતો, એમાં શિક્ષક ને ભણાવતા ના આવડે એ અલગ અને એ પૂરું ના હોય તેમ ગુજરાતીના પેપર માં પૂરા માર્ક્સ કોઈ દિવસ ના મળે, કારણ કે આ ભાષા છે અને એમાં તમે કાયમ વધું સારું લખી શકો. કાવ્યપૂર્તિમાં તમે કાવ્ય બરોબર યાદ રાખીને લખ્યું હોય, જોડણી કે પછી અનુસ્વાર સુધ્ધાની ભૂલ ના હોય તો પણ સાહેબ અડધો માર્ક કાપી લે અને તમે પૂછવા જાઓ તો કહે "અરે ગાંડા! આટલા માર્ક્સ પણ ખુશ થઈ ને આપ્યા છે!"

 
ગાંધી વિરૂદ્ધ ભગતસિંહ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
પ્રત્યંચા - ચેતન ગજ્જર
આના લેખક છે ચેતન ગજ્જર   
બુધવાર, 19 ડિસેમ્બર 2012 09:36

આ સ્ટોરી છે એક સામાન્ય મનુષ્યની, સ્વાર્થી છતાં  આદર્શવાદી ભારતીતયની, પ્રેમાળ છતાં હિંસક  આર્યની, એ ઉના રકતની જેને સદીઓથી વહેતા અહીંસાના ઠંડા પવનોએ થીજવી નાંખ્યું છે, ભારતમાતાના એ વીરપુત્રની જેની રગેરગનાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નિરંતર વહે છે, આ સ્ટોરી છે દુનિયાની સૌની મોટી લોકશાહીના ગુલામની, કબૂતરના રાજનાં સિંહની,  આ સ્ટોરી છે "સંગ્રામ ભાગવત"ની

"૨૦૨૧"

તિહાર જેલની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પળ્યા છે. દરેકની આંખમાં અગન જવાળાઓ છે દરેકની રગેરગમાં અન્યાયથી ભભૂકતો ગુસ્સો વહી રહ્યો છે હૃદયમાં એક પીડા છે. એક જ નારો ગુંજી રહ્યો છે "ઈન્કીલાબ જીંદાબાદ".
હજારોના ટોળાનાં કાબુમાં કરવા શાંતિપ્રિય સરકારે ફોજીના જવાનો તૈનાત કરેલા છે જલિયાવાલા બાગની જેમ ગોળીબાર કરવાની સત્તા એમને આપવામાં આવી છે છતાં જવાનો ઉદાસ ચહેરે જનતાને પાછી વાળવા પ્રયત્ન કરી રહ્યા છે.
આજે સંગ્રામ ભાગવતની ફાંસી નો દિવસ છે. આટલા ગુસ્સાનું બીજુ પણ એક કારણ છે કે ભારતમાતાને સપૂતને છ જ મહિનામાં ફાંંસીના માંચળે લટકાવી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો જયારે અજમલ કસાબ જેવા દેશના દુશ્મને ૧૩ વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે, ટોળુ વધારે ને વધારે હિંસક બનતુ જાય છે સેનાના જવાનો દિવાલ બની એમની સાથે અડગ ઉભા છે વાતાવરણ "ઈન્કિલાબ જીન્દાબાદ" સંગ્રામ ભાગવત અમર રહો" ના નારાઓથી ગુંજી ઉઠયું છે.
સંગ્રામ ભાગવત મૃત્યુની વાટ જોતા જેલની કોટડીમાં બેઠો છે અને કાગળ પર એનો છેલ્લો સંદેશો લખી રહ્યો છે એની છેલ્લી ઈચ્છા એ જ છે કે એનો છેલ્લો સંદેશો ભારતની જનતા સુધી પહોંચાડવામાં આવે એના ચહેરા પર ભય કે દુઃખ અંશમાત્ર પણ નથી. એનાં ચહેરા પર ખુશી અને ગર્વની રેખાઓ છે. સંગ્રામ ભાગવતનું ભવિષ્ય બહાર જમા થયેલા ટોળા પર નિર્ભર છે વર્ષો પહેલા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારત દેશે એના એક અનમોલ રતન ગુમાવ્યો હતો. શુ ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થશે? શું દેશ ફરીથી ભગતસિંહને ગુમાવી દેશે?

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 1 કુલ- 11
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries